બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Talati ministers on strike from today

હડતાળ / આજથી ગુજરાતના તલાટી મંત્રીઓ ઉતર્યા હડતાળ પર, આ તારીખ સુધી તલાટીઓ રહેશે કામગીરીથી અળગા

Kiran

Last Updated: 12:37 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી ગુજરાતના તલાટી મંત્રીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે, પગાર ધોરણ અને નોકરીને સળંગ ગણવાની માગને લઈને તલાટી મંત્રીઓની રાજ્યવ્યાપી હડતાળ

  • રાજ્યમાં તલાટી મંત્રીઓની આજે હડતાળ
  • 4 ઓક્ટોબર સુધી તલાટી મંત્રીઓ કામગીરીથી રહેશે અળગા 
  • 5 ઓક્ટોબરે તલાટી મંત્રીઓ કાળી પટ્ટી બાંધી કામગીરીમાં જોડાશે

આજથી રાજ્યમાં તલાટી મંત્રીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે.તલાટીઓની આ હડતાળ 4 ઓક્ટોબર સુધી ચાલશે તે બાદ તેઓ 5 ઓક્ટોબરે કાળી પટ્ટી બાંધી કામગીરીમાં જોડાશે, ત્યારે  રાજ્યમાં તલાટીઓની હડતાળથી સરકારની રાહત કામગીરી પણ પ્રભાવિત બને તેવું જોવાઈ રહ્યું છે. 



 

4 ઓક્ટોબર સુધી તલાટી મંત્રીઓ કામગીરીથી રહેશે અડગા

મહત્વનું છે કે રાજ્યમા નવી સરકાર  અને નવું મંત્રી મંડળ અસ્તિત્વમાં આવી છે, ત્યારે સરકાર સામે તલાટીઓ પોતાની માંગનો લઈને અડગ જોવા મળી રહ્યા છે જેથી આજે ગુજરાતના તમામ તલાટી મંત્રીઓ કામથી અડગા રહીને વિરોધ નોંધાવશે. અહી ઉલ્લેખનિય છે છેલ્લા ઘણા સમયથી તલાટીઓ દ્વારા સરકાર સામે પોતાની માંગોને લઈને વિવિધ રજૂઆત કરવામાં આવી છે પરતું સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. 

પગાર ધોરણ અને નોકરીને સળંગ ગણવાની માગને લઈને હડતાળ

તલાટીઓની માંગ છે કે વર્ષ 2004-05માં ફીક્સ પગારની નિમણૂંક પામેલા તલાટીઓની 5 વર્ષની સેવાને સળંગ ગણવામાં આવે તેમજ 2007ના તલાટી સિનિયર અને 2005ના તલાટી જૂનિયર ગણાય છે ત્યારે આ મુદ્દે નિર્ણય કરવામાં આવે, તેમજ 2004-05માં ભરતી થયેલા 975 તલાટીઓનો નિર્ણય સરકાર કરતી નથી તેને લઈ સરકાર સામે જલ્દી નિર્ણય કરવાની માંગ કરાવમાં આવી રહી છે. 

અન્ય પડતર માગોનું નિરાકરણ લાવવાની પણ તલાટીઓની માગ

તલાટીઓ માંગ કરી રહ્યા છે કે 2007ના તલાટીને 12 વર્ષની નોકરી પછી પણ ઉચ્ચત્તર પગાર ધોરણ  મળતું નથી, અને E-TASથી તલાટીઓની હાજરી પૂરાય છે તે નિર્ણયને રદ કરવાની પણ તલાટીઓ માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે વિવિધ મુદતોમાં જવાનું હોય છે તેથી E-TASથી હાજરી પૂરવી શક્ય નથી તેમજ રાજ્યમાં 18 હજાર ગામો વચ્ચે 9 હજાર જ તલાટીઓ છે તેથી ગામે ગામે જઈને હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવો જોઇએ તેવી તલાટીઓ માંગ કરી રહ્યા છે. 

13 ઓક્ટોબરના તલાટી મંત્રીઓ સત્યાગ્રહ છાવણી ખાતે થશે એકઠા

તલાટીઓની સીધી ભરતી કરતા પહેલા હાલના જિલ્લા ફેરબદલીની અરજીઓ ધ્યાને લેવાતી નથી એટલું જ નહીં નિયમ છતાં 5 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલી પણ આપવામાં આવતી નથી, ત્યારે પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી સોંપવામાં આવે છે તે બંધ થાય તેવી તલાટીઓ માંગ કરી રહ્યા છે.  આ ઉપરાંત બેંકોના કામ, જમીન સંપાદનની કામગીરી કરાવાય છે જે બંધ થવી જોઈએ તેમજ મનરેગાના કામની તમામ જવાબદારી સોંપાય છે જેને બંધ કરવી જોઈએ તેવું પણ તલાટીઓની માંગ છે. આ ઉપરાંત પણ તલાટીઓની વિવિધ માંગોને લઈને તલાટીઓ રજૂઆત કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું ક્યારે તલાટીઓની આ માંગ સંતોષાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ