બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Gujarat ready to host Youth Olympics 2029-Olympics 2036, consideration of creating corridors in these areas

ગર્વની તૈયારી / યુથ ઓલિમ્પિક 2029-ઓલમ્પિક 2036ના આયોજન માટે ગુજરાત સજ્જ, આ વિસ્તારોમાં કોરિડોર ઉભો કરવાની વિચારણા

Vishal Dave

Last Updated: 08:41 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી યુથ ઓલમ્પિક ૨૦૨૯ અને ઓલિમ્પિક ૨૦૩૬ના અમદાવાદમાં આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર સજ્જ થઈ રહી છે

યુથ ઓલમ્પિક ૨૦૨૯ અને ઓલિમ્પિક ૨૦૩૬ માટે તૈયારી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર આગામી યુથ ઓલમ્પિક ૨૦૨૯ અને ઓલિમ્પિક ૨૦૩૬ના અમદાવાદમાં આયોજન માટે સજ્જ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરતની વિકાસના રોલ મોડલ તરીકેની ઓળખને સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની રમતોના રાજ્યમાં આયોજનથી નવાં સીમાચિહ્નો સર કરાવવા આગામી યુથ ઓલમ્પિક ૨૦૨૯ અને ઓલમ્પિક ૨૦૩૬ના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રમત-ગમત રાજ્યમંત્રીશ્રી અને રમત-ગમત અગ્ર સચિવશ્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે તાજેતરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ એન.જી.ઓ એ આ પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે.

જુદા જુદા હિતધારકોના સહયોગ અને સંકલનને લઇને ચર્ચા 

આ સંદર્ભમાં વિસ્તૃત વિવરણ બેઠકમાં આપવામાં આવ્યું હતું તથા અમદાવાદ મહાનગરની આસપાસના વિસ્તારોમાં આ બે વૈશ્વિક સ્તરના રમતોત્સવ માટે કયા પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ઊભી થઈ શકે તથા એ માટે જુદા જુદા હિતધારકોનો સહયોગ અને સંકલન થઈ શકે તે માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘનિષ્ઠ ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી. 

એસ.પી.રીંગરોડના બહારના વિસ્તારમાં પણ વ્યાપક અંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા અંગે પરામર્શ 

અમદાવાદ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ-ઔડા દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સુવિધાઓ ઉભી કરવાના આયોજન સાથોસાથ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ.પી.રીંગરોડના બહારના વિસ્તારમાં પણ આવી વ્યાપક અંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા અંગે પરામર્શ થયો હતો. સરદાર પટેલ રિંગરોડની પશ્ચિમ તરફ ઔડાના ડી.પી.માં સૂચિત ૯૦ મીટર પહોળા રીંગરોડ તથા બોપલ-પલોડીયાના ૩૬ મીટર રોડની આસપાસના મણિપુર, ગોધાવી, ગરોડીયા વિસ્તારોમાં નોલેજ એન્ડ સ્પોર્ટ્સ કોરિડોર નિર્માણ કરવા બાબતે પણ આ બેઠકમાં વિચારણા થઈ હતી.

સર્વેની સમીક્ષા કરવા અને સત્વરે કાર્યવાહી કરવા જરૂરી દિશા નિર્દેશ 

ઓલમ્પિક ૨૦૩૬ના આયોજન સંદર્ભે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અને ઔડા દ્વારા ગોધાવી વિસ્તારમાં થોડા સમય પૂર્વે જમીન અંગે સર્વે કરવામાં આવ્યો હતો તેની જાણકારી મુખ્યમંત્રીને આ બેઠક દરમિયાન આપવામાં આવી હતી. ઓલમ્પિકના આયોજન માટે આ વિસ્તારમાં જમીનોના થયેલ સર્વેની સમીક્ષા કરવા અને સૂચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોન અમલી થાય તે માટેની જરૂરી કાર્યવાહી સત્વરે કરવા સૌ સંબંધીતોને જરૂરી દિશાનિર્દેશ આ બેઠકમાં આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ હવે ગુજરાતમાં હિંમતનગર પાલિકાની હદ વધારાઈ, નગરોના સુઆયોજિત વિકાસને મળશે નવી દિશા

બેઠકમાં બીજી શું ચર્ચા થઇ ?

રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને સ્પોર્ટ્સ, સ્કિલ, એજ્યુકેશન માટેના ઝોન તરીકે વિકસિત કરવા માટે સર્વે, જમીન સંપાદન, પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપનાં વિકલ્પો વગેરેની સમીક્ષા કરીને તથા તમામ સંબંધિત સ્ટેક હોલ્ડર્સનો સમાવેશ કરીને આ દિશામાં આગળ વધવા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ સત્વરે કેવી રીતે ઊભી થઈ શકે તે માટેનું સમયબદ્ધ આયોજન કરવાની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. એટલું જ નહીં, સુચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોનને કનેક્ટિવિટીના હેતુસર બી.આર.ટી.એસ અને મેટ્રો રેલ દ્વારા કેવી રીતે જોડી શકાય તે અંગે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભ્યાસ કરવા માટેના જરૂરી નિર્દેશ આપ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ