બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Gujarat Rain Update Rain in Jetpur, Dhoraji, Ambaji, Amreli and other districts of Rajkot

છૂટક છાટક / ભારે બફારા બાદ અમરેલી, અંબાજી સહિત આ જિલ્લાઓમાં મેઘમલ્હાર, હવામાન નિષ્ણાતોની ફટકો પડે તેવી આગાહી

Dinesh

Last Updated: 06:39 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Update : રાજકોટના જેતપુર તેમજ ધોરાજી, અંબાજી, અમરેલી સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે

  • મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી
  • રાજકોટ જિલ્લાના જેતપુર,ધોરાજીમાં વરસાદ
  • અમરેલીના બગસરા, વડીયા, ખાંભા સહિતના વિસ્તારોમાં વરસાદ


ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જો કે, એક બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું પણ લાગી રહ્યું છે. રાજકોટના જેતપુર તેમજ ધોરાજી, અંબાજી, અમરેલી સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. 

જેતપુર,ધોરાજીમાં વરસાદ
રાજકોટ જિલ્લાના જેતપુર,ધોરાજીમાં વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધોરાજીમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. 
 

અંબાજીમાં વાતાવરણમાં પલટો
બનાસકાંઠાના અંબાજીમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે ઉકળાટ અને બફારા બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા. 
 

સાવરકુંડલા, બગસરામાં વરસાદ
અમરેલીના બગસરા, વડીયા, ખાંભા સહિત ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નાની ધારી, ઇંગોરાળા, ભાડ, નાના વિસાવદર, નાનુડીમાં વરસાદ ખાબક્યો છે. ખાંભાના ગીર પંથકમાં સતત 6 દિવસથી વરસાદી ઝાપટા વરસી રહ્યાં છે

સાવરકુંડલા તાલુકામાં વરસાદ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી સાવરકુંડલા શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે

24 જિલ્લાના 76 તાલુકામાં વરસાદ
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરનાં સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર ૩.૯૬ મિ.મી. વરસાદ પડ્યો હતો. રાજ્યના 24 જિલ્લાના 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જે પૈકી સુરત શહેરમાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જૂનાગઢના વીસાવદર, વલસાડના કપરાડામાં લગભગ બે ઇંચ, નવસારીના ખેરગામ, ભરૂચના ઝઘડિયા, બનાસકાંઠાના અમીરગઢ, અમરેલી તાલુકા અને સાબરકાંઠાના પો‌શિના તથા તાપીના નિઝરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરતના ચોર્યાસીમાં, નવસારીના વાંસદા, નવસારી, છોટાઉદેપુર તાલુકા તેમજ અરવલ્લીના ભિલોડા, તાપીના દોલવણમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મહેસાણાના જોટાણા, નર્મદાના તિલકવાડા, સુરતના માંડવીમાં પોણો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આણંદના સોજિત્રા, અમરેલીના લાઠી, ગાંધીનગરના કલોલ, અરવલ્લીના મેઘરજ અને મોડાસા, સુરતના મહુવા, ડાંગના સુબીર, છોટાઉદેપુરના કવાંટ, આણંદના તારાપુર, વલસાડના ધરમપુર અને ઉમરગામમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

હવામાન નિષ્ણાતો શુ જણાવે ?
બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાતો જણાવે છે કે ચોમાસાના વિદાયની પ્રક્રિયા હવે શરૂ થશે, જોકે ચોમાસું વિદાય લેવા છતાં પણ છૂટોછવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે, કેમ કે અરબી સમુદ્રમાં તા.28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડવાની વકી છે. બીજી તરફ ગરમીનું જોર વધશે અને ઓક્ટોબરમાં લોકોને વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ