બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat Police has now brought such a dangerous dog squad that the terrorists will call for an end

પ્રહરી / ગુજરાત પોલીસ હવે એવા ખતરનાક 'જાંબાઝ'ને લાવી કે આતંકવાદીઓનો બોલાવી દેશે ખાતમો

Mehul

Last Updated: 05:14 PM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ વિભાગમાં ડોગ ટ્રેકર ડોગ અને નાર્કોટિક સ્નિફર ડોગનો આપણે સૌ કોઇએ જોયા હશે પરંતુ ગુજરાત પોલીસ વિભાગની ક્ષમતામાં હવે વધુ એક પાયો ઉમેરાયો છે બેલ્જિયન શેફર્ડ ડોગનો.

  • પોલીસ વિભાગમાં ડોગ સ્કવોડની ભૂમિકા 
  • સંપૂર્ણ તાલીમ પામેલા ડોગ ગુનાની કડી જોડે છે 
  •  ગત વર્ષે જ 7 જેટલા બેલ્જિયન શેફર્ડ ડોગ ખરીદયા

ગુજરાતમાં ગુનેગારોને પકડવા માટે પોલીસનો ડોગ સ્કોર્ડ થયો આધુનિક સજ્જ. તાલીમ અને નવીનીકરણથી ડોગ સ્કોર્ડ થયો તૈયાર.ગુજરાત પોલીસના બેલ્જિયન શેફર્ડ ફક્ત ચોરી કે લૂંટ નહિ પરંતુ આતંકી પ્રવૃત્તિને પકડવામાં પણ મહત્વની ભૂમિકા છે.ગુજરાત પોલીસના ડોગ સ્કોર્ડ ની શું છે વિશેષતા.

નાર્કોટિક સ્નિફર ડોગ/ બેલ્જીયન શેફર્ડ ડોગ

સામાન્ય રીતે ગુજરાત પોલીસ વિભાગમાં ડોગ ટ્રેકર ડોગ અને નાર્કોટિક સ્નિફર ડોગનો આપણે સૌ કોઇએ જોયા હશે પરંતુ ગુજરાત પોલીસ વિભાગની ક્ષમતામાં હવે વધુ એક મજબૂતાઈ પૂર્વકનો પાયો ઉમેરાયો છે જેમાં સમાવેશ થાય છે  બેલ્જિયન શેફર્ડ ડોગનો. આ ડોગ કોઈ સામાન્ય શ્વાન નથી. ખૂંખાર આતંકીઓ સામે બહાદુરીથી લડાઈ આપી શકે તે પ્રકારના આ ડોગ હોય છે. ડોગને ચેતક કમાન્ડોની સાથે રાખવામાં આવે છે કોઈપણ જગ્યાએ આતંકી હુમલો થાય અથવા તો કેમિકલ હુમલો થાય તે સમયે આ ખાસ પ્રકારના ડોગ મેદાને ઉતરતા હોય છે અને આતંકીઓનો ખાત્મો બોલાવી દે છે, ગુજરાત પોલીસ વિભાગે ગત વર્ષે જ 7 જેટલા બેલ્જિયન શેફર્ડ ડોગ ખરીદયા છે. અને આ શ્વાનને એક ચેતક કમાન્ડોને જે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે તેનાથી પણ કપરી ટ્રેનીંગ અપાય છે..આ સાત ડોગમાંથી 6 ડોગને એસોલ્ટ ડોગ ટ્રેનિગ અને 1 ડોગને ટ્રેકર ડોગની તાલીમ આપવામાં આવી છે.. કહેવાય છે કે બેલ્જીયન શેફર્ડ ડોગ નીડર હોય છે તેને કોઈ બાબતનો ડર નથી હોતો એટલે આર્મ ફોર્સ કે પોલીસ ફોર્સ માં આ ડોગનો ઉપયોગ કરવામાં આવે છે..

નવા 22 ડોગ્સ ખરીદવા પ્રક્રિયા 

ગુજરાત પોલીસ પાસે 110 ડોગ ઉપલબ્ધ છે. જેમાં  ડોબર મેન ડોગ, જર્મન સેફર્ડ ડોગ, લેબરા ડોગ ,યુગલ ડોગ અને  બેલ્જિયન શેફર્ડ ડોગ છે. જ્યારે 60 ડોગ ની વેકેનસી હોવાથી તેમની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં  આવી છે. જે પૈકી 10 ડોગની ખરીદી કરીને જુદા જુદા જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. જ્યારે હરિયાણાથી 22 વધુ ડોગને ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે.. આ ડોગને વિશેષ તાલીમ આપવામાં આવે છે.. ચોરી, લૂંટ, ધાડ ની સાથે નારકોટિક્સના ગુના અને આતંકીઓ પ્રવૃત્તિને પકડવામાં પણ મદદરૂપ બને છે..

પોલીસ વિભાગ નવા કલેવર સજે છે 

ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ એક માત્ર એવું પોલીસ વિભાગ છે આખા ભારતમાં જેમની પાસે બ્લેજીયમ મેલીનન્સ ડોગ ની બ્રિડ છે રૂપિયા 75,000 થી 80,000 ની કિંમતનો આ શ્વાન હોય છે.અને આ બેલ્જીયમ મેલીનન્સ ડોગ હાઉસ ઈન્ટરવેન્શન,વ્હીકલ ઇન્ટરવેશન તથા આતંકીઓનો ખાત્મો કરવાનો હોય તેવા સમયે આ શ્વાનને મેદાને ઉતારવામાં આવતા હોય છે...એવી કોઈ જગ્યા કે જ્યાં કોઈ માણસ કે વ્યક્તિ સીધી રીતે પહોંચી શકે તેમ ન હોય તેવી જગ્યાએ આ બેલ્જીયમ મેલીનન્સ પ્રકારના ડોગને પોહચડવામાં આવતા હોય છે...ચબરાક સાથે સાથે હુમલો કરવાની તીવ્રતા આ શ્વાનમાં એક ચેતક કમાન્ડો જેવી હોય છે. આ ખાસ પ્રકારના શ્વાનને ટ્રેનિંગ આપવા માટે થઈને રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૨૨ લાખની એક્સપ્લોઝિવ દ્રવ્ય ની સુગંધ પારખવા માટે ની ટ્રેનિંગ આપવામાં આવી છે તે 9 ફૂટની દીવાલ કૂદીને પણ ગુનેગારને પકડી શકે છે. અને આ નવીનીકરણ ગુજરાત પોલીસ વિભાગમાં જોવા મળ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ