બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Gujarat high court has announced rules to enter in court premises

કોરોના / ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હાઇકોર્ટ એલર્ટ મોડમાં, આ કામ કર્યુ હશે તો જ મળશે પ્રવેશ

Khyati

Last Updated: 12:55 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોનાના કેસ વધતા ગુજરાત હાઇકોર્ટ એક્શન મોડમાં, હાઇકોર્ટમાં વેક્સિન વગર નહી મળે પ્રવેશ

  • રાજ્યમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ
  • કોરોનાના કેસ વધતા હાઇકોર્ટનો નિર્ણય
  • હાઇકોર્ટમાં પ્રવેશ માટે વેક્સિન સર્ટી ફરજિયાત

રાજ્યમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. તેમાં પણ અમદાવાદમાં તો કોરોનાએ રફતાર પકડી છે.  કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાવવા પોલીસ પણ કમર કસી રહી છે. તેવામાં ગુજરાત હાઇકોર્ટ પણ વધતા કેસને પગલે એલર્ટ મોડમાં જોવા મળી છે. હાઇકોર્ટ પ્રવેશ મેળવવાનો લઇને મોટો નિર્ણય કર્યો છે. વકીલો, કોર્ટ સ્ટાફ તથા અરજદાર અને પક્ષકારનો કોરોના રિપોર્ટ નેગેટીવ હશે તો જ પ્રવેશ મળશે. મહત્વનુ છે કે અગાઉ કોર્ટમાં કોરોના સંક્રમિત જજનું નિધન થયું હતું જેથી હાલની સ્થિતિ જોતા હાઇકોર્ટ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાઇકોર્ટમાં પ્રવેશ માટેના ખાસ નિર્ણયો

  • વકીલો, કોર્ટ સ્ટાફ, અરજદાર અને પક્ષકાર માટે કોરોના ટેસ્ટ ફરજિયાત
  • માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવાનું રહેશે
  • જો વેક્સિન સર્ટિફિકેટ નહી હોય તો એન્ટ્રી નહી
  • પ્રવેશ મેળવનારના ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજિયાત 

કોર્ટ રૂમમાં માત્ર વકીલ જ રહેશે હાજર

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો હોવાથી સાવચેતી રાખવી આવશ્યક બને છે. કોરોનાને લીધે હાલ તો રાજ્યમાં કોઇ લોકડાઉન જેવી સ્થિત લાગુ કરવામાં આવી નથી પરંતુ કહેવાય છેને ચેતતા નર સદા સુખી.  સાવચેતી ભર્યુ વલણ અપનાવો તો કોરોનાથી બચી શકાય છે. જે જોતા હાઇકોર્ટ દ્વારા કોર્ટ રૂમમાં વકીલને જ એન્ટ્રી આપવામાં આવશે. વકીલના જુનિયરને પણ કોર્ટ રૂમમાં એન્ટ્રી નહી આપવામાં આવે. આ ઉપરાંત હાઇકોર્ટની કેન્ટીન પણ બંધ રાખવામાં આવી છે.જેથી કોર્ટ પરિસરમાં સામાજિક અંતરનુ પાલન થાય અને કોરોના સંક્રમણની શક્યતા ઘટી જાય. ગુજરાત હાઇકોર્ટે રાજ્યની અન્ય કોર્ટને પણ સાવચેતી રાખવા નિર્દેશ કર્યો છે.

અમદાવાદમાં કોરોના કેસ 1000ને પાર

ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવુ લાગી રહ્યું છે.  છેલ્લા 24 કલાકમાં 2265 કેસ કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ગઈ છે. મંગળવારે સૌથી વધુ અમદાવાદમાં 1314 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં ઓમિક્રોન વેરિએન્ટના 2 કેસ નોઁધાયા હતા જે બંને કેસ અમદાવાદમાં નોઁધાયા છે. આ સાથે જ ગુજરાતમાં ઓમીક્રોનના કેસનો આંકડો 154 પર પહોંચ્યો છે. તો આ તરફ વધતા કેસને પગલે તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે. મંગળવારે અમદાવાદ શહેરમાં વધુ 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો હતો.. જેમાં બોડકદેવ અને સૈજપુરનો સમાવેશ કરાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ