બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat High Court gave last chance to AMC over dilapidated roads and stray cattle

લાલઘુમ / ગુજરાત હાઈકોર્ટે રખડતાં ઢોર મુદ્દે AMC અને પોલીસના અધિકારીઓને લગાવી ફટકાર, કહ્યું તમારા ખભા પર સ્ટાર જુઓ, કર્મચારીઓને માર પડી રહ્યો છે...

Malay

Last Updated: 12:59 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરને લઇ AMCને આપી છેલ્લી તક, હાઈકોર્ટે કહ્યું કે સ્થિતિ સુધારવા અમે એક સપ્તાહનો સમય આપીએ છીએ.

  • હાઈકોર્ટમાં બિસ્માર રસ્તા, રખડતા ઢોર અંગે સુનાવણી
  • સુનાવણી દરમિયાન ત્રણ ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
  • જાહેરહિતની અરજી પર યોગ્ય કાર્યવાહી ન થતાં વ્યક્ત કરી નારાજગી

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લી તક આપી છે. જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, સ્થિતિ સુધારવા અમે એક સપ્તાહનો સમય આપીએ છીએ. સમગ્ર મામલે હાઈકોર્ટમાં આગામી સુનાવણી 7 નવેમ્બરે હાથ ધરાશે. 

ગુજરાતમાં કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે, હાઈકોર્ટનો મહત્વનો  નિર્ણય, આવી રીતે થશે સિસ્ટમેટિક કામ | An important decision has been taken  by the Gujarat ...

હાઈકોર્ટનું આકરું વલણ
હાઈકોર્ટના આદેશ પર આજે ત્રણ ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપિલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને પ્રિન્સીપાલ સેક્રેટરીનો ઉધડો લીધો હતો.  

તમારા ખંભા પર સ્ટાર તો જુઓઃ HC
જાહેરહિતની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે પોલીસ કમિશનરને આકરા સવાલો કર્યા હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે, અમારા નિર્દેશોનું પાલન થઇ રહ્યું નથી. કર્મચારીઓ અને અધિકારીઓને માર પડી રહ્યો છે. પોલીસની જીપની બાજુમાં લોકો લાકડીઓ સાથે ફરી રહ્યા છે. પોલીસ શું ફક્ત આવા લોકોને જોઇ રહી છે? પોલીસ મનપાને રક્ષણ પુરૂ નથી પાડી રહીં, ઢોર પકડતી વખતે અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે. એલાર્મિંગ સ્થિતી છે તમે શું કરી રહ્યા છો? તમારા ખંભા પર સ્ટાર જુઓ, તમે ન કરી શકતા હોય તો જણાવી દો. 

અમદાવાદમાં હવે BRTSના રૂટ પર 'રખડતા ઢોર'ની રંજાડ, શહેરમાં માત્ર એક વર્ષમાં  જ 19 હજારથી વધુ પશુઓ ડબ્બે પૂરાયાં | Ahmedabad more than 19000 stray  animals were sheltered in ...

'તમે જોઇ રહ્યા છો શહેરની બહાર શું થઇ રહ્યું છે?'
હાઈકોર્ટે પ્રિન્સિપલ સેક્રેટરીને સવાલ કરતા કહ્યું કે, તમે જોઇ રહ્યા છો શહેરની બહાર શું થઇ રહ્યું છે? સમાચાર માધ્યમોમાં આવે છે કે લોકો મરી રહ્યા છે. તમારે કડક હાથે કામ લેવાની જરૂર છે. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, લોકો સુધરી નથી રહ્યા એ તંત્રની જવાબદારી છે. સ્થિતી સુધારવા અમે એક સપ્તાહનો સમય આપીએ છીએ.

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals

રખડતા ઢોરનો ત્રાસ
ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. ત્યારે હજુ પણ રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ