બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat health minister rushikesh patel statement on resident doctors strike

હડતાળ / રેસિડેન્ટ ડૉક્ટરોની માંગને રાજ્ય સરકારે ઠુકરાવી, આરોગ્ય મંત્રીએ જુનિયર તબીબોને આપી દીધો સ્પષ્ટ સંદેશો

Dhruv

Last Updated: 04:26 PM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેસિડેન્ટ તબીબોની બોન્ડની માંગ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 'સરકાર જુનિયર તબીબોની માંગ સાથે સહમત નથી.'

  • સરકારી મેડિકલ કોલેજમાં બોન્ડની માંગ મુદ્દે રેસિડેન્ટ તબીબોની હડતાળ
  • જુનિયર તબીબોની માંગણી અયોગ્ય: આરોગ્ય મંત્રી
  • સરકાર જુનિયર તબીબોની માંગ સાથે સહમત નથી: આરોગ્ય મંત્રી

રાજ્યમાં આજથી રેસિડેન્ટ તબીબો બોન્ડની માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે. રેસિડેન્ટ તબીબોએ રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. ત્યારે બોન્ડ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પાટણમાં નિવેદન આપતા જણાવ્યું કે, 'જુનિયર તબીબોની માંગણી અયોગ્ય છે. સરકાર જુનિયર તબીબોની માંગ સાથે સહમત નથી. જો હડતાળ નહીં સમેટાય તો તબીબો વિરૂદ્વ શિસ્તભંગની કાર્યવાહી કરીશું.'

રાજ્યની તમામ મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબો આજથી હડતાળ પર

મહત્વનું છે કે, રાજ્યની તમામ મેડિકલ કોલેજના PG રેસિડેન્ટ તબીબો આજથી હડતાળ પર ઉતર્યા છે. બોન્ડની માંગને લઇને રેસિડેન્ટ તબીબો દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જેના લીધે કોવિડ અને ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. જો રેસિડેન્ટ તબીબોની માંગને લઇને કોઇ નિર્ણય નહીં આવે તો આવતી કાલથી તબીબો ઇમરજન્સી અને કોવિડ ડ્યૂટીનો પણ બહિષ્કાર કરશે.

2019ની બેંચના સિનિયર તબીબોની કોવિડ ડ્યુટીને બોન્ડમાં ગણવામાં આવે તેવી માંગ

2019ની બેંચના સિનિયર તબીબો કોવિડ ડ્યુટીને બોન્ડમાં ગણવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. તબીબોએ કોવિડ સમયગાળામાં જે કામગીરી કરી તેને બોન્ડમાં સમાવવાની માંગ કરવામાં આવી રહી છે. 2020માં કોરોના હતો તે સમયે સિનિયર રેસિડેન્ટ તબીબોએ કોવિડમાં સેવા આપી હતી. ઉ 2017-18ની બેંચના તબીબોની કોવિડ ડ્યુટીને સરકારે બોન્ડમાં ગણીને રાહત આપી હતી. આ સમયગાળા દરમિયાન 2019ની બેંચના તબીબોએ પણ કોવિડ કામગીરી કરી હતી.

2017-18ની બેંચના તબીબોની કોવિડ ડ્યુટીને બોન્ડમાં ગણી સરકારે રાહત આપી હતી

વધુમાં જણાવી દઇએ કે, વર્ષ 2019ની બેંચના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા તેમની 36 મહિનાની રેસીડેન્સીમાંથી સૌથી વધુ 17 મહિના કોવિડની સેવામાં આપી હોવાથી તેઓને પણ બોન્ડ સેવામાં રાહત મળે તેવી માંગ કરી હતી. એ માટે વિવિધ સ્તરે રજૂઆત પણ કરી હતી. પરંતુ કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા આખરે રેસિડેન્ટ તબીબોએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. જેથી બુધવારે આજ રોજ સવારના 11 વાગ્યાથી તમામ રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી કામગીરીથી અળગા રહેશે. જેના લીધે સિવિલ હોસ્પિટલમાં OPDમાં સારવાર માટે આવતા દર્દીઓએ હાલાંકીનો સામનો કરવો પડશે. જ્યારે ઈમરજન્સી સેવા યથાવત રહેશે.

જાણો શું છે હોય છે આ બોન્ડ?

તબીબોએ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ બાદ 1 વર્ષ હોસ્પિટલમાં સેવા આપવાની હોય છે
અભ્યાસ બાદ સરકાર ઈચ્છે ત્યાં 1 વર્ષ માટે તબીબોએ ડ્યૂટી કરવાની હોય છે
સિનિયર તબીબોએ કોરોનામાં કામ કર્યું હતું તે સમયે તેમનો અભ્યાસક્રમ છૂટ્યો હતો
અધૂરો અભ્યાસક્રમ પૂરો થઇ શકે તે માટે સિવિલમાં 1 વર્ષ કામ કરવાની મંજૂરી આપવાની તબીબોની માંગ
અત્યારે અભ્યાસ પૂર્ણ થતા સરકાર 1 વર્ષ માટે સિનિયર તબીબોને અન્ય સ્થળે ડ્યૂટી આપી રહી છે
આ સિનિયર તબીબોએ 2019 અને 2020ની બેંચમાં કોરોના ડ્યૂટી કરી હતી
ડોક્ટરોની માંગ છે કે બોન્ડને સીનીયર રેસિડન્ટ ડૉક્ટરોમાં ગણવામાં આવે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ