બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat has predicted heavy to very heavy rains from tomorrow till June 30
ADVERTISEMENT
ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રના છેડે ચોમાસું ગૂંચવાઈ ગયું છે. ચોમાસું આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જે મુજબ આવતીકાલથી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
ભારેથી અતિભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસાદ વરસી શકે છે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે.
ADVERTISEMENT
ગુજરાતમાં ચોમાસાની થશે ધમાકેદાર એન્ટ્રીઃ અંબાલાલ પટેલ
તેમણે જણાવ્યું છે કે, આ વખતે ગુજરાતમાં ચોમાસું મોડું આવશે પરંતુ તેની એન્ટ્રી જોરદાર હશે. આ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની શક્યતા છે. વરસાદને લઈ જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે સહાય રૂપ રહેશે.

ADVERTISEMENT
આગામી 5 દિવસ વરસાદની આગાહી
અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 27 જૂનને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ મહેસાણા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.