બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ગુજરાત રાજ્ય ધીમે-ધીમે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. આજે ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ અનુસાર જાન્યુઆરી 2024માં રાજ્યની GST અમલીકરણ બાદ બીજા ક્રમની સૌથી ઊંચી માસિક આવક નોંધાઈ છે. સરકારે જાન્યુઆરી 2024માં જીએસટી અને વેટ થકી કુલ 8922 કરોડ રૂપિયાની આવક મેળવી છે.

ADVERTISEMENT
GST અમલીકરણ બાદ આ બીજા ક્રમની સૌથી ઊંચી માસિક આવક છે. અગાઉ ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલ મહિનામાં સૌથી ઊંચી માસિક આવક થઈ હતી. આમ, જીએસટી અમલીકરણ બાદ ચાલુ નાણાકીય વર્ષમાં જ પ્રથમ અને દ્વિતીય ક્રમની સૌથી ઊંચી માસિક આવક નોંધાઈ છે.
ડિસેમ્બરની સરખામણીએ આવકમાં વધારો
GST હેઠળ રાજ્યની જાન્યુઆરી-2024માં રૂપિયા 5861 કરોડ રૂપિયાની આવક ભેગી કરી છે. જે ડિસેમ્બર-2023માં થયેલ 5082 કરોડ રૂપિયા કરતાં 15% વધારે છે. તો બીજી તરફ રાજ્યને વેટ હેઠળ 3061 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ડિસેમ્બર 2023માં વેટ હેઠળ થયેલ આવક 2792 કરોડ રૂપિયા કરતાં 10% વધારે છે.
ADVERTISEMENT
ગુજરાતની GST આવક રૂપિયા કરોડોમાં નોંધાઈ
ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી માસ સુધીમાં રાજ્યને GST અને વેટથી કુલ 89,765 કરોડની આવક થઈ છે જે રાજ્ય કરવિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંક 1,05,876 કરોડનાં 85% છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.