બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Govt bans Chinese manja used to fly kites

પ્રતિબંધ / ઉત્તરાયણ પહેલા જો આ કામ કર્યું તો ખેર નથી, પોલીસે શરૂ કરી દીધી મોટી કાર્યવાહી

Hiren

Last Updated: 04:01 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. લોકો પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાવાનું શરૂ થઇ ચૂક્યું છે.

  • ઉત્તરાયણ પહેલા પોલીસની કડક કાર્યવાહી
  • ઉતરાયણ પૂર્વ ચાઈનીઝ દોરીના વેચાણનો પ્રર્દાફાશ
  • ચાઈનીઝ દોરી કે તુકકલ પર પ્રતિબંધ છે

સરકારે ચાઈનીઝ દોરી વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં લોકો ચાઈનીઝ દોરી વેચતાં અને ખરીદતા ઝડપાઈ છે. ઉત્તરાયણ પૂર્વ ચાઇનીઝ દોરીના વેચાણનો પર્દાફાશ થયો છે. ચાઈનીઝ દોરી કે તુકકલનો ઉપયોગ કે વેચાણ કરનારની ખેર નથી. પોલીસે અત્યાર સુધીમાં અને કેસ થઇ ચૂક્યા છે. જેમાં ચાઈનીઝ દોરીનો જથ્થો કબ્જે કરાયો છે.

રાધનપુરમાંથી પોલીસે અમદાવાદથી ચાઇનીઝ દોરા મંગાવનાર શખ્સને ઝડપ્યો

પાટણના રાધનપુરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. જેની સાથે એક આરોપી પણ પોલીસના સકંજામાં આવ્યો છે. અમદાવાદથી રાધનપુર ખાતે ચાઈનીઝ દોરીનો જથ્થો આવ્યો હોવાનુ ખુલ્યુ છે. અમદાવાદથી રાધનપુરમાં પ્રતિબંધિત દોરીના જથ્થાનુ ઓર્ડર કરનાર શખ્સને પોલીસે ઝડપી મુદ્દામાલને કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકારે લાંબા સમયથી ચાઈનીઝ દોરીના વેચાણ પણ પ્રતિબંધ મુક્યો છે.

વડોદરાના તરસાલી પાસે થતું હતું ચાઈનીઝ દોરાની રીલનું વેચાણ

તો વડોદરામાં ચાઈનીઝ દોરાની રીલ ઝડપાઈ છે. તરસાલી ગુરુદ્વારા પાસેના ગ્રાઉન્ડમાં વેચાણ થતું હતું. ઉતરાયણ પહેલા PCBના ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે. 214 જેટલી રીલ સાથે અલ્તાફ મેમણ નામનો આરોપી ઝડપાયો છે.

ચાઈનીઝ દોરી કે તુક્કલ પર પ્રતિબંધ

ગુજરાતમાં ચાઈનીઝ દોરી કે તુક્કલ પર પ્રતિબંધ છે. ત્યારે હવે અમદાવાદ પોલીસ કોરોનાની કાર્યવાહી મૂકી ચાઈનીઝ દોરી અને તુક્કલ શોધશે. પોલીસ કમિશનરએ જાહેરનામું બહાર પાડતા જ હવે પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર કે ખરીદી કરનાર સામે કેસ કરવાનું શરૂ કરી દીધું. તો ઉત્તરાયણમાં ટેરેસ પર માસ્ક વગર જોવા મળ્યા તો ખેર નથી. પોલીસ હવે તે બાબતે પણ કાર્યવાહી કરશે.

અમદાવાદ પોલીસે શરૂ કરી દીધી કાર્યવાહી

આ અગાઉ અમદાવાદની સરખેજ પોલીસે પ્રતિબંધિત ચાઇના દોરી સાથે મુસફર સિકંદર મલેકની ધરપકડ કરી હતી. તો ચાઇના દોરી ખરીદવા આવેલા તાહિર હુસેન શેખની પણ ધરપકડ કરાઇ હતી. ચાઇના દોરીના 60 ટેલર સાથે ધરપકડ કરાઇ હતી. તો અમદાવાદના ખોખરામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા વિશાલ પટેલની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે નડિયાદ, વરસોલા અને બામરોલીમાં પણ ચાઈનીઝ દોરી જપ્ત કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ