બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / gujarat giants squad complete squad of gujarat giants after wpl 2023 auction

WPL Auction / ગુજરાત જાયન્ટ્સે કઈ ખેલાડી પર ખેલ્યો દાવ? એકને તો 3.2 કરોડમાં ખરીદી, ટીમ બની પાવરફૂલ

Premal

Last Updated: 05:30 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગના ઑક્શન પહેલા રેચલ હેન્સને પોતાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ગુજરાતે બોલિંગ કોચ તરીકે નૂશિન અલ ખાદીર અને બેટીંગ કોચ તરીકે તુષાર અરોઠે અને ફીલ્ડિંગ કોચ તરીકે ગવાન ટ્વિનિંગને જોડ્યો છે.

  • ગુજરાત જાયન્ટ્સે રેચલ હેન્સને પોતાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો
  • બોલિંગ કોચ તરીકે નૂશિન અલ ખાદીરની પસંદગી
  • બેટીંગ કોચ તરીકે તુષાર અરોઠેની પસંદગી 

મિતાલી રાજના મેન્ટરશિપમાં ગુજરાત જાયન્ટ્સ એક મજબૂત ટીમ બનશે 

મહિલા પ્રીમિયર લીગ માટે મુંબઈમાં ઓક્શન ચાલી રહ્યું છે. પાંચ ફ્રેન્ચાઈજીઓ પોતાના 90 સ્લોટને ભરવા માટે ખેલાડીઓ પર બોલી લગાવશે. મિતાલી રાજના મેન્ટરશિપમાં ગુજરાત જાયન્ટ્સ એક સંતુલિત ટીમ બનશે. ટીમના ખાતામાં 12 કરોડ રૂપિયા છે. ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગના ઑક્શન પહેલા રેચલ હેન્સને પોતાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ગુજરાતે બોલિંગ કોચ તરીકે નૂશિન અલ ખાદીર અને બેટીંગ કોચ તરીકે તુષાર અરોઠે અને ફીલ્ડિંગ કોચ તરીકે ગવાન ટ્વિનિંગને સાથે રાખીને ટીમને ખાસ્સી મજબૂત કરી દીધી છે. તો ભારતની પૂર્વ કેપ્ટન મિતાલી રાજને ટીમના મેન્ટર અને સલાહકારના રૂપમાં સાઈન કરી છે. ફ્રેન્ચાઈઝી ન્યુનત્તમ 15 ખેલાડી અને મહત્તમ 18 ખેલાડી ખરીદી શકે છે. જેમાં 7 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થશે. 

ગુજરાત જાયન્ટ્સ ટીમ

એશ્લે ગાર્ડનર: ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરનુ નામ આવ્યું. જેની બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે. મુંબઈ અને યુપી વચ્ચે તેમને ખરીદવાની જંગ છેડાઈ. ગુજરાત જાયન્ટ્સ પણ રેસમાં જોડાઈ. ગુજરાત જાયન્ટ્સે એશ્લે ગાર્ડનરને 3.2 કરોડ રૂપિયામાં ખરીદી.

બેથ મૂની: ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટર બેથ મૂનીનુ નામ આવ્યું. જેની બેસ પ્રાઈસ 40 લાખ રૂપિયા છે. આરસીબી અને મુંબઈની વચ્ચે મૂનીને ખરીદવાની જંગ છેડાઈ. છેલ્લે ગુજરાત જોડાયુ. ગુજરાત જાયન્ટ્સે બેથ મૂનીને 2 કરોડ રૂપિયામાં ખરીદી. 

સોફિયા ડંકલી: ઈંગ્લેન્ડની મહિલા બેટર સોફિયા ડંકલીનુ નામ આવ્યું. જેની બેસ પ્રાઈસ 30 લાખ રૂપિયા છે. ગુજરાતે સૌથી પહેલા પ્રયાસ કર્યો. દિલ્હી કેપિટલ્સે પણ રસ દાખવ્યો. ગુજરાત જાયન્ટ્સે સોફિયા ડંકલીને 60 લાખ રૂપિયામાં ખરીદી.  

હરલીન દેઓલ: ભારતીય ઓલરાઉન્ડર હરલીન દેઓલનુ નામ આવ્યું. જેની બેસ પ્રાઈસ 40 લાખ રૂપિયા છે. ગુજરાત જાયન્ટ્સે સૌથી પહેલા પહેલ કરી. ગુજરાત જાયન્ટ્સે હરલીન દેઓલને તેની બેસ પ્રાઈસમાં ખરીદી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ