બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat elections 2022 bjp candidate bjp new faces bjp tickets

ગુજ'રાજ' 2022 / રણનીતિમાં માહેર ભાજપ નવા ચહેરા ઉતારી AAP-કોંગ્રેસને પરાસ્ત કરી શકશે, કયા ગણિતના આધારે ભાજપે ટિકિટ ફાળવી?

Vishnu

Last Updated: 12:06 AM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પ્રમાણે રણનીતિ બનાવવી કંઈ ખોટુ નથી અને ભાજપ તેમા માહેર છે તેમા પણ બેમત નથી. આ વખતે કથિત ત્રિપાંખીયા જંગમાં ભાજપે ઉમેદવારની પસંદગીમાં કઈ થિયરી અપનાવી, આ વખતની પસંદગીમાં શું છે ખાસ

  • ગુજરાતનો ગઢ જીતવા ભાજપનો માસ્ટર પ્લાન 
  • કયા ગણિતના આધારે ભાજપે ટિકિટ ફાળવી?

પહેલી જ વખતમાં ભાજપે 160 બેઠકોના ઉમેદવારો એકસાથે જાહેર કરીને હરિફ પક્ષમાં સોપો પાડી દીધો તેમા ના ન પાડી શકાય.. પહેલા અને બીજા તબક્કાની મળીને અત્યાર સુધી ભાજપે 166 ઉમેદવારો જાહેર કરી દીધા છે.. જાહેર થયેલા ઉમેદવારોમાં 69 જેટલા રિપીટ થયા છે તો 38 જેટલા દિગ્ગજોનું પત્તુ કપાઈ ગયું છે.. જો કે આ રાજકીય પગલા પાછળ અનેક ગણિત છૂપાયેલા હોય શકે છે

અમે ચૂંટણી નહીં લડીએ..
છેલ્લા અઢી દાયકાથી રાજ્યમાં ભાજપની સત્તા છે એટલે સ્વભાવિક રીતે શાસન વિરોધી લહેર ઉઠવાની.. એવુ પણ બની શકે કે જૂના ચહેરાઓ સામે લોકરોષ પણ હોય ત્યારે આ વખતે શાસનવિરોધી લહેર અને હરિફ પક્ષના દાવ સામે ભાજપે પણ ઘણી જગ્યાએ નવા ચહેરાનો દાવ અજમાવ્યો.. અને એટલે જ વિજય રૂપાણી, નીતિન પટેલ, કે પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા જૂના જોગીઓએ સામેથી જ કહી દીધું કે તેઓ ચૂંટણી નહીં લડે

ઘણા જૂના જોગીઓને રિપીટ કરતા પણ ભાજપ ન ખચકાયું 
આ વખતની ટિકિટ ફાળવણીમાં વર્તમાન ધારાસભ્ય હોય કે નવો ચહેરો તમામની કામગીરીનું આકલન કરાયું છે.. આ માટે કમલમમાં સતત બેઠકોનો દોર પણ ચાલુ રહ્યો, વિધાનસભાના અગાઉના સત્રમાં જે તે ધારાસભ્યએ કેટલુ કામ કર્યુ તે ખાસ ધ્યાને લેવાયું છે.. આ ઉપરાંત ઉમરનું પરિબળ પણ નજરઅંદાજ નથી કરાયું તો તક જોઈને જૂના જોગીઓને રિપીટ કરતા પણ ભાજપ ખચકાયું નથી

14 મહિલા ઉમેદવારને ટિકિટ
ભાજપે પહેલા તબક્કામાં 14 મહિલા ઉમેદવારને ટિકિટ આપી.. જેમાં નવા અને સરપ્રાઈઝ ચહેરા પણ છે.. પહેલી યાદીમાં ભલે 9 ટકા મહિલા ઉમેદવાર છે પરંતુ તે રાજકારણમાં નવા જૂની કરી શકે તેવું અનેક રાજકીય પંડિતો નકારતા નથી

ભાજપે આ વખતે પશ્ચિમ બંગાળની નીતિ અપનાવી ભાજપે ટિકિટ ફાળવી?
ઉમેદવારની પસંદગીમાં ભાજપે આ વખતે પશ્ચિમ બંગાળની નીતિ અપનાવી હોય તેવુ પણ માનવાને ચોક્કસ કારણ છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓનો સફાયો એટલે જ થયો કારણ કે તેમાં નવી કેડરને ખાસ તક ન મળી.. એકના એક જૂના ચહેરાને જોઈ લોકો કંટાળ્યા અને મમતા બેનર્જીનું રાજકીય બુલડોઝર ફરી વળ્યુ.. ગુજરાત જેવો ગઢ ભાજપ જતુ ન કરવા માંગે તે સમજી શકાય છે અને એટલે જ જ્યાં લોકરોષ દેખાયો તેને ઘરનો રસ્તો બતાવી દેવાયો.. હવે જોવાનું એ છે કે આ રણનીતિ ચૂંટણીના રણમાં સફળ બનાવે છે કે નહીં

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ