બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Drugs case NCP leader Nawab Malik harsh sanghavi Kiritsinh Rana jitu vaghani

ગુજરાત / ડ્રગ્સ મુદ્દે નવાબ મલિકને હર્ષ સંઘવીનો જવાબ, 'મલિક જી, ડ્રગ માફિયા સજ્જાદ અત્યાર સુધી...'

Hiren

Last Updated: 07:46 PM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ મામલે દરરોજ નવા ખુલાસા કરતા NCP નેતા નવાબ મલિકે હવે પોતાની નજર ગુજરાત તરફ ફેરવી છે. પહેલા મુંદ્રા અને હવે દ્વારકાથી ડ્રગ્સ ઝડપાતા નવાબ મલિકે હવે ગુજરાતના નેતાઓ પર નિશાન સાધ્યું હતું. તેવામાં હવે હર્ષ સંઘવીએ નવાબ મલિકને જવાબ આપ્યો છે.

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નવાબ મલિકને જવાબ
  • સજ્જાદ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડે તે પહેલા તેની ધરપકડ કરીઃ સંઘવી
  • મને ગુજરાત પોલીસ પર ગર્વ છેઃ સંઘવી

છેલ્લા કેટલાક સમયથી NCP નેતા નવાબ મલિક ડ્રગ્સ કેસને લઈને હોબાળો મચાવી રહ્યા છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પણ તેમણે NCB અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે હવે નવાબ મલિક ગુજરાતના ડ્રગ્સ કેસને ટાર્ગેટ કરી રહ્યા છે. જેમાં ડ્રગ્સને લઈને તેમણે ગુજરાતની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. જેમાં તેમણે મલિકે ગુજરાતના ભાજપ નેતા કિરીટસિંહ રાણા ડ્રગ્સ કનેક્શન હોવાનુ કહ્યુ હતુ. તો કિરીટસિંહ રાણાએ આરોપોને ફગાવ્યા હતા, જ્યારે હવે જીતુ વાઘાણી બાદ હર્ષ સંઘવીએ આ અંગે નવાબ મલિકને જવાબ આપ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને જવાબ આપ્યો છે કે, મહારાષ્ટ્રમાં ડ્રગ્સ ઘુસાડે તે પહેલા સજ્જાદની ધરપકડ કરાઈ છે. મને ગુજરાત પોલીસ પર ગર્વ છે. ગુજરાતના યુવાનોની જિંદગી બગડે તે પહેલા આરોપીની ધરપકડ કરી છે. સજ્જાદ શાકભાજીની આડમાં ડ્રગ્સનો કાળો ધંધો કરી રહ્યો હતો. કોના ઇશારે સજ્જાદ કામ કરે તેની તપાસ કરાવો.

નવાબ મલિકના આક્ષેપ પર ગૃહ રાજ્યમંત્રીએ કર્યું ટ્વીટ

મલિક જી, ડ્રગ માફિયા સજ્જાદ અત્યાર સુધી કોના ઈશારે મુંબઈમાં ડર વગર ડ્રગ્સનો ધંધો કરતો હતો? તેની તપાસ કરાવો. ગુજરાત પોલીસ પર મને ગર્વ છે કે તેમણે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસે તે પહેલા જ પકડી પાડ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ