બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat BJP has devised a special strategy to capture the Brahmin vote bank

માસ્ટર પ્લાન / ગુજરાત ભાજપે બ્રાહ્મણ વૉટબેંક કબજે કરવા ઘડી ખાસ રણનીતિ, યુપી પેટર્ન મુજબ બનાવી કમિટી; આ 5 નેતાઓને આપ્યું સ્થાન

Malay

Last Updated: 06:17 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં બ્રાહ્મણોના મત માટે ભાજપે રણનીતિ ઘડી, યુપી પેટર્ન મુજબ ગુજરાતમાં પણ બ્રાહ્મણોની કમિટી બનાવી, કમિટીમાં ભાજપના 5 આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો.

  • વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ત્રિ-સ્તરીય તૈયારીઓ કરી
  • બ્રાહ્મણ મત માટે ભાજપે બનાવી કમિટી
  • કમિટીમાં ભાજપના 5 આગેવાનોનો સમાવેશ


જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેંમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. જેમાં ભાજપ દ્વારા અત્યારથી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં ભાજપે બ્રાહ્મણ મત માટે રણનીતિ ઘડી નાખી છે. ઉત્તર પ્રદેશની પેટર્ન મુજબ ગુજરાતમાં પણ બ્રાહ્મણોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના 5 આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

ગુજરાતની રાજનીતિમાં હાલમાં ભાજપનું પલડું ભારે છે અને ભાજપ એવું દર્શાવી રહી છે કે આગામી ચૂંટણીમાં જીત આશાન છે. હકીકતમાં આ વખતે  ભાજપને શહેરી વિસ્તારમાં હારનો ડર વધારે છે અને એટલે જ અન્ય રાજ્યોમાં જેમ પ્રચાર કરવામાં આવે છે. એ રીતે આ વખતે ગુજરતમાં પણ પ્રચાર કરવામાં આવશે. ભાજપે ગુજરાતમાં બ્રાહ્મણોની કમિટી બનાવી છે. જેમાં સાંસદ રામ મોકિરીયા, ભાર્ગવ ભટ્ટ, યજ્ઞેશ દવે, રંજન ભટ્ટ અને જ્હાનવી વ્યાસનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

ભાજપે ગુજરાતમાં પણ બ્રાહ્મણોની બનાવી કમિટી 

છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે 2017માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરીની ચૂંટણી જંગ જામી હતી. હંમેશા 3 આંકડામાં જીતતા ગુજરાત ભાજપને 99 બેઠક જીતી સંતોષ માનવો પડયો હતો. પણ આ વખત ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ નક્કી છે. શહેર  બેઠકો પર ભાજપનું રાજ છે જ્યારે ગામડાઓ પર કોંગ્રેસનું વર્ચસ્વ પણ  AAPની મજબૂત ઈનિંગથી ભાજપ અને કોંગ્રેસમાં ડરનો માહોલ છે. કોઈ પણ ભોગે ભાજપ ચૂંટણીમાં ઢીલી નીતિ રાખવા માંગતુ નથી. તેથી બ્રહ્મ સમાજના મતો મેળવવા માટે આ કમિટીની બનાવવામાં આવી છે. સાંસદ રામ મોકિરીયા, ભાર્ગવ ભટ્ટ, યજ્ઞેશ દવે, રંજન ભટ્ટ અને જ્હાનવી વ્યાસ આગામી દિવસોમાં વિધાનસભામાં બ્રહ્મ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત કરશે. આ ઉપરાંત પેટા જ્ઞાતિના પ્રતિનિધિઓની સાથે કમિટીના સદસ્યો બેઠક કરશે.

ભાજપે ત્રિ-સ્તરીય તૈયારીઓ કરી

વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ત્રિ-સ્તરીય તૈયારીઓ કરી છે. જેમાં મોટી સભા, ઘર ઘર અભિયાન અને સોશિયલ મીડિયા થકી પ્રચારનો સમાવેશ થાય છે. રાજ્યમાં પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના મોટા નેતાઓ સભાઓ કરશે. આ ઉપરાંત યુવા કાર્યકર્તાઓ ઘર ઘર અભિયાન થકી લોકોનો સંપર્ક કરશે. ભાજપ દ્વારા એક પણ ઘર સંપર્ક કર્યા વિના બાકી ન રહે તેવી તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યકરો સરકારની યોજનાઓ અને કામગીરી દરેક લોકો સુધી પહોંચાડાશે.

અન્ય રાજ્યોના ભાજપ કાર્યકરોને સોંપાઈ પ્રચારની જવાબદારી 

આ ઉપરાંત ગુજરાત ભાજપે 5 રાજ્યોના કાર્યકરોને ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી છે. જેમાં ઝોન વાઇઝ અલગ અલગ રાજ્યોને જવાબદારી સોંપી ચૂંટણીલક્ષી રણનીતિને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાન ભાજપના કાર્યકરોને સોંપવામાં આવી છે. જે ઘરે ઘરે જઈ ગુજરાત ભાજપના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચારમાં જોતરાશે. કોંગ્રેસની મજબૂત પકડ ધરાવતા સૌરાષ્ટ્ ઝોનમાં કાઠું કાઢવાની જવાબદારી બિહાર ભાજપને આપવામાં આવી છે. મધ્ય ઝોનની જવાબદારી મધ્યપ્રદેશ અને ઝારખંડના કાર્યકરોને સોપી છે. તો દક્ષિણ ગુજરાતની જવાબદારી મહારાષ્ટ્રને સોપવામાં આવી છે. ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાનને સોપવામાં આવી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ