બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / GT vs MI Shubman bats again at Modi Stadium, hits fifty in 30 balls, Mayanagari fans are left watching

IPL 2023 / GT vs MI: મોદી સ્ટેડિયમમાં શુભમનનું બેટ ફરી ચાલ્યું, 30 બોલમાં ફટકારી ફિફ્ટી, માયાનગરીવાળા જોતાં રહી ગયા

Pravin Joshi

Last Updated: 09:58 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GT vs MI: આ મેચમાં ગુજરાત ટાઇટન્સે 207 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો અને શુભમન ગીલે તેની તોફાની ઇનિંગ્સ વડે આનો પાયો નાખ્યો હતો અને બાકીની ટીમના બેટ્સમેનોએ તેનો લાભ લીધો હતો.

  • ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ
  • ગિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર ઈનિંગ રમી
  • શુભમન ગિલે 30 બોલમાં ફિફ્ટી ફટકારી
  • ગુજરાતે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા

યુવા બેટ્સમેન શુભમન ગિલને ભારતનું ભવિષ્ય કહેવામાં આવે છે. ગિલ આ હકીકતને ઘણી વખત સાબિત કરી ચૂક્યા છે. મંગળવારે ફરી એકવાર તેણે પોતાની પ્રતિભા બતાવી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL-2023 મેચમાં ગિલે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ શાનદાર ઈનિંગ રમી હતી અને અડધી સદી ફટકારી હતી. આ મેચમાં ગિલે જે પ્રકારની બેટિંગ કરી તે જોવા જેવી હતી. ગત સિઝનનો વિજેતા ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચમાં ટોસ જીતી શક્યો નહોતો. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી મુંબઈના બોલરોને ગિલના પાયમાલનો સામનો કરવો પડ્યો હતો.

ગિલે તેની ત્રીજી અડધી સદી ફટકારી હતી

ગીલે ગત સિઝનમાં શાનદાર બેટિંગ કરીને ગુજરાતને IPL ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિઝનમાં પણ તે પોતાના જૂના રંગમાં જોવા મળી રહ્યો છે. ગિલે મુંબઈ સામે અડધી સદી ફટકારી હતી. તેણે શરૂઆતથી જ ઝડપથી સ્કોર કર્યો અને કેટલાક શાનદાર શોટ ફટકાર્યા. ગિલે 10મી ઓવરના છેલ્લા બોલ પર એક રન લઈને પોતાના 50 રન પૂરા કર્યા. આ માટે તેણે 30 બોલ રમ્યા હતા. ગિલની આ સિઝનની આ ત્રીજી અડધી સદી છે.આ પહેલા તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ સામે અડધી સદી ફટકારી હતી. તેણે ચેન્નાઈ સામે 63 રનની ઈનિંગ રમી હતી. તેણે પંજાબ સામે 67 રન બનાવ્યા હતા.

અડધી સદી ફટકાર્યા બાદ આઉટ

જોકે, અડધી સદી ફટકાર્યા બાદ ગિલ વધુ સમય ટકી શક્યો નહોતો અને આઉટ થયો હતો. જ્યારે 12મી ઓવરના પહેલા બોલ પર કુમાર કાર્તિકેય બોલિંગ કરવા આવ્યો ત્યારે ગિલ તેના પર મોટો શોટ રમવા માંગતો હતો પરંતુ તેણે લોંગ ઓન પર બોલ સીધો સૂર્યકુમાર યાદવના હાથમાં ગયો. ગિલે 34 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા.

ગુજરાતે જંગી સ્કોર બનાવ્યો

આ મેચમાં ગુજરાતે મોટો સ્કોર કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. તેના માટે ગિલ સિવાય ડેવિડ મિલરે 22 બોલમાં 46 રન બનાવ્યા હતા.તેની ઇનિંગમાં તેણે બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય અભિનમ મનોહરે 21 બોલમાં 42 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ