બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / GST proceedings in the case of bogus billing

ધમધમાટ / બોગસ બિલિંગને લઇ અમદાવાદ અને સુરતમાં સ્ટેટ GSTના દરોડા, 51 પેઢી પર કરાઈ કાર્યવાહી

Dinesh

Last Updated: 07:23 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેટ GST વિભાગની બોગસ બિલિંગ મામલે અમદાવાદ અને સુરતમાં મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદની 29 અને સુરતની 25 પેઢીઓ પર એકસાથે દરોડા પાડ્યા છે

  • બોગસ બિલિંગ મામલે GSTની કાર્યવાહીનો ધમધમાટ
  • સ્ટેટ GSTએ એકસાથે 65 પેઢીઓ પર દરોડા પાડ્યા 
  • તપાસ દરમિયાન 51 પેઢીઓ બોગસ મળી આવી 


સ્ટેટ GST વિભાગે બોગસ બિલિંગ મામલે કાર્યવાહી હાથ ધરી છે. બોગસ બીલિંગને ડામવા માટે GST દ્વારા કાર્યવાહીનો ધમધમાટ ફરી એકવાર શરૂ કર્યો છે. તપાસ દરમિયાન અમદાવાદ અને સુરતમાંથી 51 બોગસ પેઢીઓ મળી આવી છે.

બોગસ બિલિંગ મામલે GSTની કાર્યવાહીનો ધમધમાટ
બોગસ બિલિંગ મામલે સ્ટેટ GST વિભાગ ફરી એકવાર એક્શનમાં આવી છે. અમદાવાદ અને સુરતની એકસાથે 65 પેઢીઓ પર દરોડા પાડ્યા છે. બોગસ બિલિંગને ડામવા સ્ટેટ GSTએ માટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન 51 જેટલી બોગસ પેઢીઓ મળી આવી છે. રૂપિયા 577 કરોડના બિલ ઈશ્યુ કરી રૂપિયા 97 કરોડની વેરા શાખ પાસ ઓન કરી છે. અમદાવાદની 29 અને સુરતની 25 પેઢીઓમાં તપાસનો ધમધમાટ ચાલ્યો છે.

SGSTના ભાવનગર, અમરેલી, બોટાદમાં દરોડા 
બોગસ બીલિંગ ઝડપવા માટે SGSTની ટીમ દ્વારા અલગ-અલગ પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા છે. વિગતો મુજબ SGSTએ 3 જિલ્લાની 48 જેટલી શંકાસ્પદ પેઢીમાં દરોડા પાડયા છે. આ તપાસમાં 7 જેટલી બોગસ પેઢીની કંપનીઓ મળી આવી છે. જેમાં 7 બોગસ પેઢી દ્વારા 61 કરોડના બોગસ બિલો ઇશ્યુ કર્યા હોવાનું ખૂલ્યું છે. 

તપાસમાં 7 જેટલી બોગસ પેઢીની કંપનીઓ મળી 
SGSTના ભાવનગર, અમરેલી અને બોટાદમાં દરોડા  દરમ્યાન 7 જેટલી બોગસ પેઢીની કંપનીઓ મળી આવી છે. જેમાં પ્રાથમિક વિગતો મુજબ બોગસ બિલ ઇશ્યુ કરી 11.16 કરોડની વેરાશાખ પાસ ઓન કરી હોનું ખૂલ્યું છે. આ સાથે 7 બોગસ પેઢી દ્વારા 61 કરોડના બોગસ બિલો ઇશ્યુ કર્યા હોવાનું ખૂલ્યું છે. જેને લઈ હવે SGST એ 9 ટિમો બનાવી ચકાસણીની કામગીરી હાથ ધરી છે .

થોડા દિવસ અગાઉ વડોદરા અને સુરતમાં દરોડા પાડ્યા હતા
થોડા દિવસ અગાઉ વડોદરામાં પણ GST વિભાગ દ્વારા પાંચ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા.  જ્યારે સુરતમાં 16 સ્થળો પર 11 પેઢી પર દરોડા પાડી સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે કુલ 25 જગ્યાઓ અને 20 પેઢી પર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા પડ્યાની જાણ થતા 18 લોકો ફરાર થઈ જવા પામ્યા હતા. જેમને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જ્યારે 12 નવેમ્બરે 50 બોગસ પેઢી અને 29 નવેમ્બરે 40 બોગસ પેઢી પર જીએસટી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાઈ હતી. ત્યારે 20 કંપનીઓએ 145 કરોડના બીલ ઈશ્યું કર્યા હતા.

ચૂંટણી પહેલા પણ જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ જીએસટી વિભાગ તેમજ એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાં 140 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતે. જેમાં એટીએસ અને જીએસટી વિભાગની ટીમોએ  અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી 90થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. બોગસ બિલિંગમાં કરોડોની ગેરરિતી થઈ હોવાની આશંકા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ