બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / GST collection automobile sector and manufacturing sector are witnessing massive boom

તેજી / મે મહિનો મોદી સરકાર માટે રાહત લઈને આવ્યો, એકીસાથે મળ્યાં 3 સારા સમાચાર, તમે પણ જાણો

Kishor

Last Updated: 11:06 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST કલેક્શન, ઓટોમોબાઈલ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમા મોટા પાયે તેજી નોંધાઈ છે.

  • મેં મહિનામાં 3 સેક્ટરમાં પુરાયા ચેતનવંતા પ્રાણ
  • રેકોર્ડ બ્રેક GST કલેક્શન થયું
  • PMI ચાર મહિનાની ટોચે પહોંચી ગયો

મેં મહિનો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે રાહત લઈને આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન ત્રણ ત્રણ સારા સમાચાર મળી રહ્યા છે. જેમાં  GST કલેક્શન સબંધિત સારા સમાચાર છે, જે એપ્રિલમાં નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. વધુમાં ઓટો સેક્ટર સાથે સંબંધિત બીજા સારા સમાચાર એ છે કે એપ્રિલ 2023માં વાહનોનું જબરદસ્ત વેચાણ નોંધાયું છે. તેમજ ત્રીજા સારા સમાચાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમા નોંધાયા છે..જ્યા PMI ચાર મહિનાની ટોચે પહોંચી ગયો છે. 

ATMથી લઇને GST સુધી: આજથી બદલાઇ ગયા છે આ નિયમ, આમ આદમીના ખિસ્સા પર પડી શકે  છે અસર from atm with drawal to gst these rules changed from 1 may

રેકોર્ડ બ્રેક GST કલેક્શન થયું
નાણાકીય વર્ષ 2023-24ની શરૂઆત મોદી સરકાર માટે સકારાત્મક ઊર્જા સાથે થઈ છે. 1 જુલાઈ, 2017 થી દેશમાં GST લાગુ કરાયો હતો. જેના છેલ્લા 6 વર્ષના સમયગાળા દરમિયાન  એપ્રિલ-2023માં રેકોર્ડ બ્રેક GST કલેક્શન થયું છે. એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ હતું. અગાઉ એપ્રિલ 2022માં સૌથી વધુ GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું. એપ્રિલ 2022ની સરખામણીએ ગયા મહિને રૂ. 19,495 કરોડનું વધુ GST કલેક્શન થયું હતું.

ઑટોમોબાઇલ સેક્ટરમાં કેન્દ્ર સરકારે બનાવી ટાસ્ક ફોર્સ, આ સૌથી મોટી સમસ્યા  સામે લેવાયો નિર્ણય | task force to be formed to deal with semiconductor  shortage

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી સારા સમાચાર

બીજા સારા સમાચાર એ છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો ભારતનો પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ એપ્રિલ 2023માં ઊંચો ગયો છે. જે  4 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી  તે 57.2 પર અટક્યો છે. જ્યારે અગાઉ માર્ચમાં તે 56.4 પર હતો. એક સર્વે અનુસાર, નવા ઓર્ડર મળવાની સાથે ઉત્પાદનમાં વધારાને કારણે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈમાં તેજી નોંધાઈ છે. સર્વેના દાવા અનુસાર એપ્રિલ માસમાં ઉદ્યોગના ઓર્ડર અને ઉત્પાદનમાં સૌથી વધુ તેજી નોંધાઈ છે.જે બમણી ગતિએ આગળ વધી રહ્યું છે.

Topic | VTV Gujarati

ઓટોમોબાઈલ સેક્ટર મોજમાં
તો ઓટોમોબાઈલ સેક્ટરે પણ રાજીના રેડ કરાવ્યા છે. ગત સોમવારે એપ્રિલ મહિનામાં વાહનોના વેચાણના આંકડા જાહેર થયા છે. જેના અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે મારુતિથી લઈને ટાટા મોટર્સ સુધીની દેશની અગ્રીમ કાર કંપનીઓના વેચાણમાં વૃદ્ધિ થય છે. તો મારુતિએ એપ્રિલમાં ભુક્કા બોલાવી દીધા હોય તેમ સૌથી વધુ વાહનોનું વેચાણ કર્યું છે. જેમાં કંપનીએ 1,43,558 કાર વેચી હતી, જ્યારે અગાઉના વર્ષે એટલે કે એપ્રિલ 2022માં 1,32,248 વાહનોનું વેચાણ થયું હતું..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ