બ્રેકિંગ ન્યુઝ
VTV / Groom escapes from ongoing marriage, chased for 20 kms, caught and got married in temple
Pravin Joshi
Last Updated: 05:02 PM, 23 May 2023
ADVERTISEMENT
એક તરફ દુલ્હન તૈયાર થઈને જાન આવવાની રાહ જોઈ રહી હતી. તો બીજી તરફ પરિવારના લોકો પણ જાનૈયાઓને આવકારવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા. બધાની નજર દરવાજા પર હતી. મંડપને શણગારવામાં આવ્યો હતો. ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ કોઈ કારણોસર વરરાજા લગ્નના મંડપમાંથી ભાગી ગયો. જોકે, તે પોતાના ઈરાદામાં સફળ થાય તે પહેલા જ કન્યાએ વરરાજાને પકડી લીધો અને રસ્તામાં જ મંદિરમાં જઈને લગ્ન કરી દીધા.
ADVERTISEMENT
યુવક અને યુવતી વચ્ચે અઢી વર્ષથી હતો પ્રેમ સંબંધ
આ સમગ્ર મામલો બરેલીના બારાદરી વિસ્તારના જૂના શહેરનો છે. અહીં રહેતી યુવતીનો લગભગ અઢી વર્ષથી બદાયૂં જિલ્લાના બિસૌલીના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બંનેને લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું. બંનેની મંજૂરીથી લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. ગત રવિવારે ભૂતેશ્વર નાથ મંદિરમાં યુવતીના લગ્નની તમામ તૈયારીઓ પણ કરવામાં આવી હતી. યુવતી તૈયાર થઈને દુલ્હન બનીને મંડપમાં વરરાજાની રાહ જોઈ રહી હતી.
ADVERTISEMENT
ફોન કરતા બહાના બનાવવા લાગ્યો યુવક
ADVERTISEMENT
આ દરમિયાન વરરાજાએ કોઈ વાતને લઈને લગ્નનો ઈરાદો બદલી દીધો હતો. વરરાજા યુવતી સાથે લગ્ન કરવાનો ઈનકાર કરવા લાગ્યો અને તક જોઈને ત્યાંથી ભાગી ગયો. તો બીજી તરફ મંદિરના મંડપમાં બેસેલી દુલ્હનને જ્યારે આ વાતની જાણ થઈ તો દુલ્હને પોતાના પ્રેમીને ફોન કર્યો તો યુવક બહાના બનાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તે પોતાની માતાને લેવા માટે બદાયૂં જઈ રહ્યો છે.
ADVERTISEMENT
દુલ્હને 20 કિમી સુધી કર્યો પીછો
દુલ્હને એ વાત સાંભળી કે તેનો પ્રેમી તેની માતાને લેવા બદાયૂં જઈ રહ્યો છે ત્યારે યુવતીને પણ શંકા થઈ ગઈ કે તે લગ્નથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ વાત સાંભળીને દુલ્હન પીછો કરવા લાગી અને તેને બરેલી શહેરથી લગભગ 20 કિલોમીટર દૂર ભમોરા સ્ટેશનની સામેથી પકડી લીધો.
ADVERTISEMENT
વડીલોએ સમાધાન કરાવી મંદિરમાં લગ્ન કરાવ્યા
જબરદસ્તી વરરાજાને બસમાંથી ઉતારીને મંડપ તરફ લઈ જવા લાગ્યા. લગભગ 2 કલાક સુધી ડ્રામા ચાલ્યો. આ બધુ જોવા માટે ભીડ પણ એકઠી થઈ ગઈ. બાદમાં પરિવારમાં લોકો સાથે વાતચીત થઈ અને વડીલોએ અંદરોઅંદર સમાધાન કર્યુ અને બંનેના લગ્ન ભમોરાના મંદિરમાં કરાવી દેવાયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.