બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Government of Gujarat seeing Omicron threat Vigilance measures

ભયનું લખલખું / ઓમિક્રોન ખતરાને જોતા ગુજરાત સરકારે 'ભોગળ ભીડી', વાઈબ્રન્ટ અંગે આરોગ્ય અગ્ર સચિવનું મોટું નિવેદન

Mehul

Last Updated: 05:47 PM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારની સૂચના આધિન પગલાં લેવાશે.રાજ્યના તમામ એયરપોર્ટને એલર્ટ પર. WHOએ ઓમિક્રોન સંદર્ભે કેન્દ્ર સરકારને લખ્યો છે પત્ર.

  • દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો ઝળુંબતો ભય 
  • વાઈબ્રન્ટની તૈયારીઓ વચ્ચે ગુજરાત સરકાર અલર્ટ 
  • કેન્દ્રની ગાઈડલાઇન પ્રમાણે કરીશું કામ;આરોગ્ય સચિવ 

વિશ્વમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો ખતરાથી ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં આગામી જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત-2022 યોજાવા જઈ રહ્યો છે ત્યારે, નવા પ્રકારના વેરીયંટ થી દુનિયામાં સ્તબ્ધતા  છવાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાબડતોબ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી કોરોનાની વર્તમાન સ્થિતિ અને ઓમિક્રોન વેરિયન્ટનાં ખતરાની સંભાવનાઓ પર વિશદ ચર્ચા કરી હતી. ગુજરાતના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે વર્તમાન વેરિયન્ટની સ્થિતિને લઈને કહ્યું કે, કેન્દ્ર સરકારની સૂચના આધિન પગલાં લેવાશે.રાજ્યના તમામ એયર પોર્ટને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, WHOએ ઓમિક્રોન સંદર્ભે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે અને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્રથી કરી જાણ પણ કરી છે. કેન્દ્ર સરકારે,લેખિત ગાઈડ લાઈન ઈશ્યૂ કરી અમલ કરાવવા સૂચના આપી છે. શ્રી અગ્રવાલે ઉમેર્યું કે, B 1.1.159 સિક્વન્સીંગ અંગે ગુજરાત સરકારને એલર્ટ કરવામાં આવી છે. એટ રિસ્ક દેશના મુસાફરો પર સઘન મોનિટરિંગ રાખવામાં આવશે 

ખતરનાક છે ઓમિક્રૉન

દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ જેને ઓમિક્રૉન નામ આપવામાં આવ્યું તેને લઈને ખૂબ જ ચિંતા ફેલાઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદી પણ તાબડતોબ ટોચના અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર પણ હવે અલર્ટ થઈ ગઈ છે. નોંધનીય છે કે આ વેરિયન્ટનાં કારણે દુનિયાના કેટલાય દેશોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ લાગુ કરી દેવામાં આવી છે, WHOએ પણ દુનિયા આખીને અલર્ટ થઈ જવા માટે ચેતવણી આપી છે. નિષ્ણાતો માને છે કે આ નવો વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ખતરનાક છે. 

ઓમીક્રોન વેરિઅન્ટને અટકાવવા ગુજરાત સરકારનો નિર્ણય

ગુજરાત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. વેરિયન્ટને ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા માટે 11 દેશોમાં ગુજરાત આવતા નાગરિકો પર RT-PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતનાં કોઈ પણ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ દેશથી આવતા લોકોએ RTPCR બતાવવો પડશે. 

કયા દેશો માટે લાગુ થશે નિયમ 
દ.આફ્રિકા, બોત્સવાના, હોંગકોંગ, ચીન, યૂરોપ, UK, ન્યુઝિલેન્ડ, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે 

ભારત સરકારની એક બાદ એક તાબડતોબ બેઠકો

કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ ઈમરજન્સી લગાવવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ટેન્શન પણ વધી ગયું છે કારણ કે આ વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં હવે ભારત સરકાર તાબડતોબ એક્શનમાં આવી છે. એક બાજુ આજે પ્રધાનમંત્રી મોદીએ હાઇલેવલ બેઠક કરી હતી ત્યાં કેન્દ્રના અલગ અલગ મંત્રાલય પણ એક્શન મોડમાં કામ કરી રહ્યા છે. જે દેશોમાંથી કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે તે દેશોમાં ફ્લાઇટ્સ બેન લગાવવો કે નહીં તે મુદ્દે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલય વચ્ચે હાઇલેવેલ મીટિંગ થઈ છે. આ મીટિંગ બાદ શક્યતા છે કે ટૂંક જ સમયમાં ભારતમા કોરોના વાયરસનાં નવા વેરિયન્ટને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ