બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Google Pay alert user to uninstall screen sharing apps to safe online payment

કામની વાત / Google Pay યુઝર્સ ભૂલથી પણ મોબાઇલમાં ડાઉનલોડ ન કરતા આ Apps, નહીં તો બેંક એકાઉન્ટ થઇ જશે તળિયા ઝાટક

Arohi

Last Updated: 10:24 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google Pay: ગુગલ પે યુઝર્સને સ્ક્રીન શેરિંગ એપ્સના ઉપયોગથી સાવધાન રહેવું જોઈએ. કારણ કે આ એપ્સ દ્વારા ફ્રોડ કરવામાં આવી શકે છે. આ એપ્સ તમારા ડિવાઈઝને કંટ્રોલ કરીને તમારી જાણકારી મેળવી શકે છે અને તમારા ટ્રાન્ઝેક્શન પર નજર રાખી શકે છે.

  • ગુગલ પે યુઝર્સ રહે સાવધાન 
  • એપ્સ દ્વારા થઈ શકે છે ફ્રોડ 
  • બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી 

જો તમે ગુગલ પેનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. હકીકતે ગુગલ પે ભારતમાં ખૂબ જ પોપ્યુલર છે. પરંતુ જો તમે ફોનમાં Google Pay એપને ડાઉનલોડ કરી છે અને તેનાથી ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે ફોનમાં સ્ક્રીન શેર એપનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે સ્ક્રીન શેયરિંગ એપની મદદથી તમારા બેંક એકાઉન્ટને ખાલી કરવામાં આવી શકે છે. 

શું હોય છે સ્ક્રીન શેયરિંગ એપ 
સ્ક્રીન શેયરિંગ એપ્સની મદદથી ફોનની સ્ક્રીનને બીજાની સાથે શેર કરવામાં આવી શકે છે. એટલે કે તમારા ફોનની સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે તેની જાણકારી મેળવી શકાય છે. સામાન્ય રીતે સ્ક્રીન શેરિંગ એપનો ઉપયોગ ફોન, ટેબલેટ એથવા તો લેપટોપને રિમોટલી ફિક્સ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. 

પરંતુ નવા ખુલાસામાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ક્રીન શેરિંગ એપની મદદથી ઓનલાઈન ફ્રોડ થઈ શકે છે. જણાવી દઈએ કે હાલના સમયમાં Screen Share, AnyDesk અને TeamViewer જેવા સ્ક્રીન શેયરિંગ એપ ખૂબ જ પોપ્યુલર છે. 

કેમ ન યુઝ કરવા જોઈએ સ્ક્રીન શેરિંગ એપ્સ? 
સ્ક્રીન શેયરિંગ એપ્સ દ્વારા સ્કેમર્સ તમારા ડિવાઈસને કંટ્રોલ કરી શકે છે. તેની મદદથી તમારા એટીએમ અને ડેબિટ કાર્ડ ડિટેલની જાણકારી મેળવી શકે છે. સાથે જ ફોનમાં આવનાર ઓટીટી અને પૈસાની લેવડદેવડ પર નજર રાખી શકે છે. 

બની શકે તો અનઈન્સ્ટોલ કરી દો આ એપ્સ 
એવામાં ગુગલની તરફથી એલર્ટ કરવામાં આવ્યું છે કે ગુગલ પે યુઝર્સને થર્ડ પાર્ટી સ્ક્રીન શેયરિંગ એપને ડાઉનલોડ કે ઈન્સ્ટોલ કરવાથી બચવું જોઈએ. જો તમે ગુગલ પેથી પહેલા આ એપ્સનો ઉપયોગ કરો છો તો એક વખત જરૂર ચેક કરી લેવું જોઈએ કે સ્ક્રીન શેયરિંગ એપ સંપૂર્ણ રીતે બંધ થાય. ગુગલનું કહેવું છે કે જો જરૂરી નથી તો ગુગલ પે યુઝર્સને આ એપ્સને ફોનમાંથી તરત હટાવી લેવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ