બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / google ceo sundar pichai sleeping tricks nsdr technique for relaxation

કામની વાત / તમને પણ સૂઈને ઉઠયા પછી લાગે છે થાક? તો અજમાવી જુઓ ગુગલના CEO ની આ તરકીબ

Premal

Last Updated: 07:21 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલની જીવનશૈલીમાં જે રીતે લોકો પોતાનુ જીવન ગુજારી રહ્યાં છે. તેમાં શાંતિ ગુમ થાય છે. એવામાં મનુષ્ય ભલે ગમે તેટલા કલાકની ઉંઘ લઇ લે પરંતુ તેને હંમેશા થાક મહેસૂસ થાય છે. આ થાકને દૂર કરવા માટે અને શાંતિ મેળવવા માટે અમુક લોકો યોગ કરે છે તો અમુક લોકો સંગીત સાંભળવાનુ પસંદ કરે છે.

  • ગુગલના CEO સુંદર પિચાઈએ શાંતિ મેળવવા એક ટ્રીક જણાવી
  • ઉંઘ્યા બાદ જો રિફ્રેશ અનુભવતા નથી તો તેના માટે શું કરવુ?
  • આ ટ્રીકને ફૉલો કરવાથી તમને જલ્દી ઉંઘ આવી જશે

જેને યોગ પસંદ નથી તેમના માટે છે આ ફાયદાકારક

એવામાં ગુગલ અને અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ એક ટ્રીક જણાવી છે, જેનાથી તમે થાક અનુભવશો નહીં. પિચાઈએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કેવીરીતે ઉંઘ્યા બાદ જો તમે પોતાને રિફ્રેશ ફીલ નથી કરી રહ્યાં તો તેના માટે શું કરવુ જોઈએ. સુંદર પિચાઈએ નૉનલ સ્લી રેસ્ટ ટેકનિક અંગે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે તેમને યોગ પસંદ નથી. એવામાં શાંતિ મેળવવા માટે આ ટેકનિક ખૂબ કામની છે. આ ટેકનિકનો ઉપયોગ સૂતા પહેલા કરવાથી ઉંઘ જલ્દી આવી જાય છે અને લગભગ 6 કલાક ઉંઘ્યા બાદ તમે પોતાને એકદમ રિફ્રેશ અનુભવશો. તમે જાતે જોયુ હશે કે અમુક લોકો 10 કલાકની ઉંઘ લીધા બાદ પણ પોતાને રિલેક્સ અનુભવતા નથી. 

જાણો- શું છે NSDR ટેકનિક

આ ટેકનિકમાં તમારે જમીન પર આંખ બંધ કરીને ઉંઘવાનુ હોય છે. ત્યારબાદ તમારા શરીર અને હાથ અને પગને હળવા છોડી દો. ત્યારબાદ તમારે કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરવાનુ છે. આ દરમ્યાન તમે ખુલ્લા વાદળી આકાશ અને પછી અંધારા રૂમ વિશે વિચારી શકો છો. જ્યારે તમે આવુ વિચારશો તો એવા સમયે તમે શરીરના અલગ-અલગ ભાગમાં થતી સેન્સેશન પર ધ્યાન આપો. પિચાઈએ જણાવ્યું કે તે પોતાને શાંતિનો અનુભવ કરાવવા માટે આ પ્રકારની ટેકનિકને ફૉલો કરે છે. જે લોકોને ઉંઘ આવવામાં સમસ્યા થાય છે, તે પણ આ ટ્રીકને ફૉલો કરી શકે છે. જેને ફૉલો કરવાથી જલ્દી ઉંઘ આવી જાય છે અને આ સાથે સ્ટ્રેસ ઓછો થઇ જાય છે. 

સુંદર પિચાઈનો ફિટનેસ મંત્ર

સુંદર પિચાઈએ જણાવ્યું કે તે દરરોજ 6 થી 7 કલાકની ઉંઘ લે છે, ત્યારબાદ તે સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે ઉઠી જાય છે. આ સિવાય તેઓ છેલ્લાં 15 વર્ષથી એક જ નાશ્તો કરી રહ્યાં છે. તેમના નાશ્તામાં એગ ટોસ્ટ અને ચા હોય છે. ઉલ્લેખનીય છે કે નાશ્તા દરમ્યાન પિચાઈને ન્યુઝ વાંચવા ખૂબ પસંદ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ