બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Good news for sports loving youth regarding sports complex in Ahmedabad

ફિટ રહો / અમદાવાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને લઇને રમતપ્રેમી યુવકો માટે આનંદના સમાચાર

Mehul

Last Updated: 07:31 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાપાલિકાની ઉદાસીનતા દૂર. યુવાઓ આગામી મે વેકેશનમાં બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતોનો લાભ લેતા થઈ જશે તેમ તંત્રની તૈયારીઓને જોતાં લાગે છે

  • વેકેશનમાં  યુવાઓને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપયોગી
  • ફિટ અમદાવાદનો સંકલ્પ સાકાર કરવો પડશે
  • ડ્રાફ્ટ બજેટમાં 'ફિટ અમદાવાદ'નો સંકલ્પ જાહેર

અમદાવાદ મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ કાંઠે રૂ. 25.66 કરોડના ખર્ચે ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભાં કરાયાં છે, પરંતુ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફક્ત શોભાના ગાંઠિયા બનતા તાજેતરમાં મ્યુનિ. કોંગ્રેસે તેનું અચાનક લોકાર્પણ કરતા ભાજપના શાસકો ભોંઠા પડ્યા હતા. હવે લોકોમાં થયેલી ભોંઠપને દૂર કરવાના ઉચ્ચ સ્તરેથી પ્રયાસો હાથ ધરાયા હોઈ શહેરના યુવાઓ માટે આનંદના સમાચાર છે. યુવાઓ આગામી મે વેકેશનમાં બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતોનો લાભ લેતા થઈ જશે તેમ તંત્રની તૈયારીઓને જોતાં લાગે છે.

પશ્ચિમ કાંઠે એનઆઇડીની પાછળના ભાગે 45.000 ચો. મીટર ક્ષેત્રફળ ધરાવતી ખુલ્લી જગ્યામાં મલ્ટિપલ સ્પોર્ટ્સની જોગવાઈ કરાઈ છે, જેમાં ચાર ક્રિકેટ પીચ, પાંચ ટેનિસ કોર્ટ, ચાર મલ્ટિપલ સ્પોર્ટ્સ કોર્ટ, સ્કેટિંગ રિંગ, સ્કેટ બોર્ડ, 800 મીટર જોગિંગ ટ્રેક ઇન્ટરનલ રોડ તથા પાર્કિંગ એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ તેમજ યુટિલિટી બિલ્ડિંગનો સમાવેશ થાય છે.

જ્યારે પૂર્વ કાંઠે શાહપુરના પાછળના ભાગે 8000 ચો. મીટર જમીનમાં મલ્ટિપલ સ્પોર્ટ્સની સુવિધા ઊભી કરાઈ છે, જેમાં ચાર ક્રિકેટ પીચ, બે ટેનિસ કોર્ટ, 320 મીટર જોગિંગ ટ્રેક વગેરેનો સમાવેશ થાય છે.

કોરોનાના કારણે બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણમાં મહિનાઓનો વિલંબ થયો છે. પૂર્વ કાંઠાનું કોમ્પ્લેક્સ નવેમ્બર-2020 અને પશ્ચિમ કાંઠાનું કોમ્પ્લેક્સ જાન્યુઆરી-2021`માં પૂર્ણ કરવાનું હતું, જે પાંચેક મહિના પૂર્ણ કરાયા બાદ પણ શાસક પક્ષની ઉદાસીનતાથી ધૂળ ખાતાં પડી રહ્યાં છે.

જોકે આ લાપરવાહી સામે લોકોનો ભારે રોષ ભભૂકી ઊઠતાં હવે તંત્રે બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર જામેલી ધૂળ ખંખેરવાની દિશામાં કવાયત આરંભી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ (એસઆરડીસીએલ) દ્વારા રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ કાંઠાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવાઈ છે. આગામી તા. 31 માર્ચ સુધીમાં સંબંધિત એજન્સીઓએ તેમની દરખાસ્તો તંત્રને મોકલાવવાની રહેશે. ત્યાર બાદની પ્રક્રિયાને જોતાં મે મહિનાના વેકેશનમાં શહેરનું યુવાધન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિવિધ રમતોનો લાભ લેતું થઈ જશે તેમ લાગે છે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રોફેશનલ કોચિંગનું આયોજન ઉપરાંત એન્ટ્રી ફી પણ નિશ્ચિત કરવાની થાય છે. મ્યુનિ. તંત્રના સત્તાધીશોએ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઝડપભેર લોકોપયોગી થાય તે દિશામાં નિષ્ઠાપૂર્વ પ્રયત્ન કરીને બાકી રહેતી તમામ બાબતોને નિશ્ચિત કરવી પડશે. કોરોના, પોલીસ તંત્રની આડોડાઈ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉદાસીનતાના કારણે સવા વર્ષનો વિલંબ થઈ ચૂક્યો હોઈ વધુ વિલંબ હવે લોકોના આક્રોશને વધુ ઉગ્ર બનાવશે તેની મ્યુનિ. ભાજપનાં સૂત્રો પણ કબૂલાત કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ