બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Good news for millions of IPL fans, Rishabh Pant passes fitness test, captain returns to Delhi Capitals

sports / IPLના કરોડો ચાહકો માટે ખુશખબર, ઋષભ પંત ફિટનેટ ટેસ્ટમાં પાસ, દિલ્હી કેપિટલ્સમાં કેપ્ટનનું કમબેક

Vishal Dave

Last Updated: 07:47 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂત્રોએ જણાવ્યું છે કે રિષભ પંતને ફિટનેસ સર્ટિફિકેટ મળી ગયું છે. તે IPLમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે, જો કે હજુ સુધી સત્તાવાર ખબર સામે આવી નથી

આ વર્ષે આઇપીએલની સિઝન  પહેલા, દિલ્હી કેપિટલ્સ (DC) અને ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે.  દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન ઋષભ પંત IPL 2024 રમવા માટે તૈયાર છે. પંતને ફિટનેસ સર્ટિફિકેટ પણ મળી ગયું છે.

 ફિટનેસ સર્ટિફિકેટ મળી ગયું હોવાની સુત્રોની ખબર 

મહત્વપૂર્ણ છે કે  તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે દિલ્હી કેપિટલ્સે ફિટનેશ સર્ટિફિકેટના અભાવે ઋષભ પંતને પોતાની ટીમમાં રાખ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંતને NCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ નહોતું મળ્યું. દિલ્હીએ પંતનો ફિટનેસ રિપોર્ટ માંગ્યો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટને BCCI તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. પરંતુ હવે સૂત્રોએ જણાવ્યું છે કે રિષભ પંતને ફિટનેસ સર્ટિફિકેટ મળી ગયું છે. આવી સ્થિતિમાં તે IPLમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે, જો કે હજુ સુધી આ મામલે સત્તાવાર ખબર સામે આવી નથી.. તમને જણાવી દઈએ કે  IPLની નવી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઇ રહી છે. 

ઋષભ પંત હાલમાં IPL 2024ના કેટલાક શૂટ્સમાં વ્યસ્ત

તમને જણાવી દઈએ કે ઋષભ પંત હાલમાં IPL 2024ના કેટલાક શૂટ્સમાં વ્યસ્ત છે. આ પછી તે થોડા દિવસો માટે દિલ્હી પણ આવી શકે છે. IPL 2024ની સીઝનમાં દિલ્હીની ટીમે તેની શરૂઆતની મેચ વિશાખાપટ્ટનમમાં રમવાની છે. આવી સ્થિતિમાં ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ પંત હવે વિઝાગ પહોંચીને ટીમમાં સામેલ થશે.

ટીમમાં કઇ ભૂમિકામાં હશે પંત  ?

IPLમાં ઋષભ પંત કઈ ભૂમિકામાં જોવા મળશે? શું તે ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે કે પછી તે ખેલાડી તરીકે રમતા જોવા મળશે? આ પ્રશ્નોના હાલ કોઇ જવાબ મળી શક્યા નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે દિલ્હી ફ્રેન્ચાઇઝી રિષભ પંતની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને ધ્યાનમાં રાખીને તેના પર કોઈ દબાણ નહીં કરે. પંતના વિકેટકીપર બેટ્સમેન તરીકે રમવાની કોઈ શક્યતા જણાતી નથી.

આ પણ વાંચોઃ ICC રેન્કિંગમાં ભારતનો દબદબો, ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાએ હાંસલ કર્યો નંબર 1નો તાજ

હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી

જો કે, પંતની ભૂમિકા અને IPLમાં તેની વાપસી અંગે BCCI અને દિલ્હી ફ્રેન્ચાઈઝી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. દિલ્હીની ટીમ પોતાની પ્રથમ મેચ 23 માર્ચે પંજાબ કિંગ્સ સામે રમવાની છે. આ પછી 28મી માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે મેચ રમશે 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ