બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India dominance in ICC rankings, Team India achieved the No 1 crown in all three formats

સ્પોર્ટ્સ / ICC રેન્કિંગમાં ભારતનો દબદબો, ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાએ હાંસલ કર્યો નંબર 1નો તાજ

Megha

Last Updated: 02:03 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 4-1થી જીતીને ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે.

ભારતીય ટીમે શાનદાર અંદાજમાં ઈંગ્લેન્ડ સામેની સીરિઝ 4-1થી જીતી હતી. ટીમ ઈન્ડિયા માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી છે. 

જાણીતું છે કે વિરાટ કોહલી અને મોહમ્મદ શમી જેવા અનુભવી ખેલાડીઓ પણ આ સીરિઝમાં રમી રહ્યા ન હતા. તેમ છતાં યુવા બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને બ્રિટિશ ટીમને હરાવી હતી. ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ICC ટેસ્ટ રેન્કિંગમાં વધારો કર્યો છે. 

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 4-1થી જીતીને ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમના હાલમાં ICC ટેસ્ટ રેન્કિંગમાં 122 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમના 117 રેટિંગ પોઈન્ટ છે. ઈંગ્લેન્ડની ટીમ 111 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. 

ન્યૂઝીલેન્ડ 101 રેટિંગ સાથે ચોથા સ્થાને છે. પ્રથમ અને બીજા સ્થાન સિવાય ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી. ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં પહેલાથી જ નંબર વન સ્થાન પર છે. ટીમ ઈન્ડિયાના 121 રેટિંગ પોઈન્ટ છે. ICC T20I રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના 266 પોઈન્ટ છે અને ટીમ ઈન્ડિયા નંબર-1નું સિંહાસન ધરાવે છે. આ રીતે ટીમ ઈન્ડિયા હવે આઈસીસી રેન્કિંગના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની ગઈ છે. 

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી જયસ્વાલે સિરીઝમાં સૌથી વધુ 712 રન બનાવ્યા હતા અને આ સીરિઝમાં બે બેવડી સદી ફટકારી હતી. આ સિવાય તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

વધુ વાંચો: ટેસ્ટ સિરીઝ ખતમ, હવે સીધા આ તારીખે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં રમવા ઉતરશે, જાણો શેડ્યૂલ

જ્યારે શુભમન ગિલે સીરિઝમાં 452 રન બનાવ્યા હતા. આ સિવાય સિરીઝમાં ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાન અને દેવદત્ત પદ્દિકલે પણ સારું પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ બોલિંગમાં કુલદીપ યાદવે 19 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે આકાશ દીપે તેની પહેલી જ ટેસ્ટ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા 4-1થી સીરિઝ જીતવામાં સફળ રહી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ