બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Good news for Indian economy Nomura raises FY24 GDP growth estimates

અંદાજ / ભારતીય અર્થવ્યવસ્થાની બલ્લે બલ્લે! જાપાની કંપની નોમુરાએ વધાર્યું ઈન્ડિયાનું GDP અનુમાન, કારણો પણ જણાવ્યા

Kishor

Last Updated: 06:22 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાની બ્રોકરેજ કંપની નોમુરાએ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 (FY24) માટે ભારતના વિકાસ દરના અંદાજને 5.9 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો છે. જે દેશના અર્થતંત્ર માટે આવકારદાયક બાબત છે.

  • ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર
  • નોમુરાએ FY24 જીડીપી વૃદ્ધિ અંદાજમાં વધારો કર્યો
  • ભારતના વિકાસ દરના અંદાજને 5.9 ટકાથી વધારીને 6.7 ટકા

ભારતીય અર્થ વ્યવસ્થા માટે ઘણા લાંબા સમય બાદ એક સારા સમાચાર છે. આ સારા સમાચાર એ છે કે જાપાની બ્રોકરેજ કંપની નોમુરાએ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 (FY24) માટે ભારતના વિકાસ દરના અંદાજને 5.9 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો છે. બીજા ક્વાર્ટરના જીડીપીના સત્તાવાર ડેટા આવ્યા બાદ આ વધારો કરવામાં આવ્યો છે., જેથી ભારતીય અર્થ વ્યવસ્થા માટે ખુબ જ આવકારદાયક છે.

અર્થશાસ્ત્રીઓએ શુક્રવારે જણાવ્યું હતુ કે...

જો કે બ્રોકરેજ કંપનીઓના અર્થશાસ્ત્રીઓએ શુક્રવારે જણાવ્યું હતુ કે નાણાકીય વર્ષે 2024-25માં ગ્રોથ રેટ 5.6 ટકા સુધી ધીમો પડવાનું અનુમાન છે. તેમને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા પબ્લિક કેપેક્સમાં સુસ્તી, ગ્રામીણ માંગ અને પ્રાઈવેટ સેક્ટરના મુડી રોકાણમાં ઘટાડો અને વૈશ્વિક મંદીના કારણે 2024-25માં વિકાસ દર ઘટી શકે છે. એટલે કે હવે ચૂંટણી નજીક આવશે પછી જાણી શકાશે કે માર્કેટમાં શું હલચલ થાય છે.

FY24 ના બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 7.6 ટકા હતો
મળતી માહિતી મુજબ ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટરમાં જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે દેશની અર્થવ્યવસ્થા 7.6 ટકાના દરે વિકાસ થયો છે. આ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક સમય એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન જીડીપી 7.8 ટકા હતો. જ્યારે ગત નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરમાં જીડીપી 6.3 ટકા હતો. મોટાભાગના વિશ્લેષકો આશા રાખી રહ્યાં હતા કે બીજા ક્વાર્ટરમાં જીડીપીની વૃદ્ધિ નોદર 6.8 ટકાની આસપાસ રહેશે.

GDP વૃદ્ધિના અંદાજમાં વધારો કર્યો
રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2024 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ  એટલે કે GDPના વિકાસ અનુમાનને 6 ટકાથી વધારીને 6.4 ટકા કર્યું છે. મજબૂત ઘરેલુ પરિબળોના કારણે રેટિંગ એજન્સીએ તેના વિકાસ અનુમાનમાં વૃદ્ધિ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ