બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Gondalna farmers cultivated Kashmiri saffron without sunlight, soil or water, eyes will burst after hearing the market price, gave magical tips to budding farmers

પ્રગતિશીલ ખેડૂત / ગોંડલના ખેડૂતે સૂર્યપ્રકાશ, માટી કે પાણી વગર કરી કશ્મીરી કેસરની ખેતી, બજાર કિંમત સાંભળી આંખો ફાટી જશે, નવલોહિયાઓને આપી જાદુઇ ટિપ્સ

Vishal Khamar

Last Updated: 09:38 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતએ ખેતી પ્રધાન દેશ છે. ત્યારે અહીંનાં પ્રગતીશીલ ખેડુતો કંઈકને કંઈક નવા નવા પ્રયોગો દ્વારા ખેતી કરી ખેતી ક્ષેત્રે આગવી નામના મેળવી રહ્યા છે. અને સારી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે નાના એવા ગોંડલ ગામના યુવા પ્રગતીશીલ ખેડુત બ્રિજેશભાઈ ભીખુભાઈ કાલરીયા એ ગુજરાતમાં સૌ પ્રથમ વખત કેસરની ખેતી કરી સફળતા મેળવી છે.

  • ગોંડલનાં યુવા પ્રગતિશીલ ખેડૂતે કરી કશ્મીરી કેસરની ખેતી
  • બ્રિજેશભાઈ કાલરીયાએ સૂર્યપ્રકાશ, માટી કે પાણી વગર કરી ખેતી
  • યુટ્યુબ પર ખેતીનાં નવા નવા વીડિયો જોઈ ખેતી વિશે જાણવા મળ્યું

 5 થી 6 લાખ રૂપિયા પ્રતી કિલો કેસર બજારમાં વેંચતા હોય છે. ત્યારે ગોંડલના ખેડૂત બ્રિજેશભાઈ એ એક 15x15 ફુટ ના બંધ એવા કોલ્ડ રૂમમાંએ પણ માટી પાણી કે સુર્યપ્રકાશ વગર ઉચ્ચ ગુણવતા યુક્ત કેસર ઉગાડયું છે. જે કેસરનું બિયારણ પણ પોતે કાશ્મીરથી લઇ નિયંત્રીત વાતાવરણમાં (ઠંડક-ભેજ) જરૂરીયાત પ્રમાણે વધઘટ કરવામાં આવે છે. જરૂર જણાય તો અલગ-અલગ પ્રકારની લાઈટો દ્વારા ફકત અને ફક્ત પ્લાસ્ટીક અથવા તો લાકડાની ટ્રેમાં કેસરનું બિયારણ મુકી અને કાશ્મીરી કેસર ઉગાડવામાં બ્રિજેશભાઈ એ સૌ પ્રથમ સફળતા મેળવી છે.

બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે જો નવયુવાનો ચોકકસ ધ્યેય અને પ્લાનીંગ સાથે ખેતીમાં આગળ વધે તો ખેતી ક્ષેત્રે ચોકકસ પણે સફળતા મેળવી સારી આવક પણ મેળવી શકે છે. અને યુવાનોએ આ દિશામાં પરંપરાગત ખેતી છોડી અને એડવાન્સ ફાર્મીંગ, સ્માર્ટ ફાર્મીંગ, અર્બન ફાર્મીંગ,ઓર્ગેનીક ફાર્મીગ કે ગાય આધારીત ખેતી જેવા ખેતીના વિષયો સાથે આગળ વધવું પડશે. તેઓને ખેતી વિશેષ અભ્યાસ ન હતો. પરંતુ પોતાનો ખેતી સાથેનો લગાવ અને એક જીદ હતી કે ખેતીમાં કંઈક અલગ ઉત્પાદન કરી અને આવક મેળવવી એવો દ્રઢ સંકલ્પ કરેલો હતો.

બ્રિજેશભાઈ કાલરીયા ( ખેડૂત, ગોંડલ)

યુટ્યુબ પર વિડીયો જોઈ ખેતી વિશે જાણવા મળ્યુંઃબ્રિજેશભાઈ
પોતે કોરોના કાળના લોકડાઉન સમયમાં ઘર પર જયારે ખેતીનાં નવા નવા વિષયો ઉપર યુટ્યુબ પર વિડીયો જોઈ ખેતી વિશે જાણવા મળ્યું કે આ પ્રકારની ખેતી પણ થઈ શકે છે. અને ત્યારથી બ્રિજેશભાઈનાં મનમાં કેસરની ખેતી કરવાનો વિચાર આવ્યો. સામાન્ય રીતે કેસરની ખેતીમાં વર્ષમાં એકજ વખત ફલ્લાવરીંગ આવે છે. પરંતુ બ્રિજેશભાઈ વર્ષમાં બે થી ત્રણ વખત ફલ્લાવરીંગ કઈ રીતે લઈ શકાય તેના પર પણ કામ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ