બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Gondal municipality mocks MLA's son in hoarding in tax refund poster, opposition says why Lilare at municipality's expense?

વિરોધ / ગોંડલ નગરપાલિકાએ વેરા વળતરના પોસ્ટરમાં ધારાસભ્યના પુત્રને હોર્ડિગમાં ખિલવ્યો, વિપક્ષે કહ્યું પાલિકાના ખર્ચે લીલાલેર કેમ?

Vishal Khamar

Last Updated: 08:10 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલ નગરપાલિકા દ્વારા વેરા વળતરના હોર્ડિગ્સ પાલિકાએ વિવિધ વિસ્તારમાં લગાવ્યા છે. હોર્ડિંગમાં ધારાસભ્યના પુત્રનો ફોટો લગાવતા વિવાદ થવા પામ્યો છે.

  • ગોંડલમાં હોર્ડિંગને લઈ વિવાદ 
  • વેરા વળતરના હોર્ડિંગમાં ફોટાથી થયો વિવાદ
  • MLAના પુત્રનો ફોટો લગાવતા ઉઠ્યા સવાલ

સરકાર દ્વારા આઝાદી કા અમૃક મહોત્સવ અંતર્ગત ગોંડલ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કોમર્શિયલ તેમજ રેસીડેન્સીયલ મકાન ધારકો પાસેથી નગર પાલિકા દ્વારા વેરો ઉઘરાવવામાં આવે છે. જેમાં પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત અગાઉનાં વર્ષની બાકી મિલ્કત વેરાની રકમ તા.31 માર્ચ 2023 સુધીમાં ભરપાઈ કરનારને વ્યાજ તેમજ પેનલ્ટી તેમજ વોરંટ ફી નોટીસની રકમ 100 ટકા માફ કરવામાં આવેલ છે. જેની જાહેરાતનાં બોર્ડ નગરપાલિકા દ્વારા ગોંડલમાં લગાવવામાં આવ્યા છે તેમજ તેમાં ધારાસભ્યનાં પુત્રનાં ફોટાને લઈને વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે. 

હોડિંગમાં ધારાસભ્યના પુત્રનો ફોટ લગાવતા વિવાદ ઉભો થવા પામ્યો
ગોંડલમાં વેરા વળતરના હોર્ડિંગને લઈને વિવાદ ઉભો થયો છે. પાલિકાએ વિવિધ વિસ્તારમાં હોડિંગ લગાવ્યા હતા. જ્યારે  હોડિંગમાં ધારાસભ્યના પુત્રનો ફોટ લગાવતા વિવાદ ઉભો થવા પામ્યો છે.  ધારાસભ્યના પુત્રના હોડિગને લઈ વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે. નગરપાલિકાના શાસકો અને ધારાસભ્ય અને તેના પુત્રના ફોટાથી વિવાદ થયો છે. ત્યારે યુવા અગ્રણી તરીકે ધારાસભ્યના પુત્રનો ફોટાને લઈ અનેક સવાલ ઉભા થવા પામ્યા છે. પાલિકાના ખર્ચે હોર્ડિગ્સમાં ધારાસભ્યોનાં પુત્રનો ફોટો કેમ તેવો પ્રશ્ન પણ વિપક્ષે કર્યો છે.  

શહેરમાં ત્રણ જગ્યાએ વેરા ભરપાઈની રકમ ભરી સ્વીકારાશે
ગોંડલ નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર વેરા વળતરની યોજનાનાં બોર્ડ લગાવવામાં આવ્યા છે.  શહેરમાં નગરપાલિકા દ્વારા લોકોને ભારે હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે  શહેરમાં ત્રણ જગ્યાએ વેરા સ્વીકારવાનું શરૂ કરાયું છે. જેમાં (1) ગોંડલ નગરપાલિકા (2) જેલચોક, જન સુવિધા કેન્દ્ર (3) ભગવતપરા, પટેલ વાડી ખાતે વેરા ભરપાઈની રકમ સ્વીકારવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Controversy over hoarding Gondal Municipality hoardings ગોંડલ નગરપાલિકા હોર્ડિંગને લઈ વિવાદ હોર્ડિગ્સ Gondal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ