બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Godse was also the son of India...: What the minister said in the attack on Aurangzeb-lovers

નિવેદન / ગોડસે ભારતના સપૂત પણ હતા...: ઔરંગઝેબ-પ્રેમીઓ પર પ્રહાર કરવાના ચક્કરમાં આ શું બોલી ગયા મોદી સરકારના મંત્રી

Priyakant

Last Updated: 10:09 AM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Giriraj Singh Statement News: ઔરંગઝેબ-પ્રેમીઓ પર પ્રહાર કરતાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું વિવાદાસ્પદ નિવેદન, ગાંધીના હત્યારા ગોડસે મુઘલ શાસકો બાબર અને ઔરંગઝેબ જેવા આક્રમક નહોતા

  • મહારાષ્ટ્રથી શરૂ થયા ઔરંગઝેબ અને ગોડસે વિશે વિવાદાસ્પદ નિવેદનો 
  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નાથુરામ ગોડસેને ભારતના 'સપુત' ગણાવ્યા
  • ગોડસે મુઘલ શાસકો બાબર અને ઔરંગઝેબ જેવા આક્રમક નહોતા: ગિરિરાજ સિંહ 

મહારાષ્ટ્રથી શરૂ થયેલી ઔરંગઝેબ અને ગોડસે વિશેના વિવાદાસ્પદ નિવેદનબાજીમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પણ કૂદી પડ્યા છે. શુક્રવારે છત્તીસગઢમાં કેન્દ્રીય મંત્રી સિંહે નાથુરામ ગોડસેને ભારતના 'સપુત' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીના હત્યારા એટલે કે ગોડસે મુઘલ શાસકો બાબર અને ઔરંગઝેબ જેવા આક્રમક નહોતા. તેમનો જન્મ ભારતમાં થયો હતો.

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, જો ગાંધીનો હત્યારો છે તો ગોડસે પણ ભારતનો પુત્ર છે. તેમનો જન્મ ભારતમાં જ થયો હતો. તેઓ ઔરંગઝેબ અને બાબર જેવા આક્રમણખોરો નથી. જેને બાબરનો પુત્ર કહીને આનંદ થાય છે, તે કમ સે કમ ભારત માતાનો સાચો પુત્ર તો નથી બની શકતા. 

શું છે સમગ્ર વિવાદ ? 
મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં તાજેતરની હિંસાના સંદર્ભમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે બુધવારે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ઔરંગઝેબના ઓલાદનો અચાનક જન્મ થયો છે. આના પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કરતા કહ્યું- કોણ છે 'ગોડસેનો પુત્ર'. 

છત્તીસગઢમાં ભાજપની સરકાર આવશે તો ધર્મ પરિવર્તન પર કાયદો બનશે
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર પર આતંક ફેલાવવાનો અને ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. સિંહે કહ્યું કે, જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર આવશે ત્યારે તે ધર્મ પરિવર્તનને લઈને કડક કાયદો બનાવશે. . આ સિવાય જો કોઈ ધર્માંતરણ કરશે તો તેને જેલમાં મોકલવામાં આવશે. આગળ કહ્યું- આ તે સરકાર છે જે ધર્માંતરણ કરાવે છે. ધર્મ પરિવર્તનનો વિરોધ કરનારાઓ સામે રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ સરકાર આતંક ફેલાવી રહી છે.

સનાતનીનું ધર્માંતરણ થશે તો લોકશાહી નહીં ટકી શકે
આ સાથે તેમણે કહ્યું કે, ધર્માંતરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દેશમાં એક ષડયંત્ર ચાલી રહ્યું છે. અહીં આદિવાસી અને બિન-આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે સમજવું જોઈએ કે, જ્યાં સુધી ભારતમાં સનાતનીઓ છે ત્યાં સુધી જ ભારત ભારત છે. ભારતના સનાતનીઓનું ધર્માંતરણ થશે તો લોકશાહી ટકી શકશે નહીં. 

કેન્દ્રીય મંત્રીએ મા દંતેશ્વરીની પૂજા કરી
આ પહેલા ગિરિરાજ સિંહ દંતેવાડા પહોંચ્યા અને વિધિ-વિધાન સાથે મા દંતેશ્વરીની પૂજા કરી. અને દેશ અને રાજ્યની સમૃદ્ધિની કામના કરી હતી. જે બાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. તેમણે કલેક્ટર ઓડિટોરિયમમાં અધિકારીઓ સાથે બેઠક કરી અને કેન્દ્રીય યોજનાઓની વાસ્તવિકતા જાણી. તેમણે કહ્યું કે, જે કોઈ પણ મનરેગા ફંડનો દુરુપયોગ કરશે તેને તપાસનો સામનો કરવો પડશે અને તેને સજા કરવામાં આવશે પછી તે મુખ્યમંત્રી હોય કે અન્ય કોઈ.

ગિરિરાજ સિંહે રાજ્યના આબકારી મંત્રી કાવસી લખમાની ભાજપ વિરુદ્ધ અપમાનજનક શબ્દોના કથિત ઉપયોગ માટે પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, તેમની ટિપ્પણી કોંગ્રેસ સરકારનું ચરિત્ર દર્શાવે છે. બઘેલ જીએ આ જોવું પડશે. લખમાએ ગુરુવારે કાંકેર જિલ્લામાં સ્થાનિક બોલી હલબીમાં અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ