બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Girl dies after falling into water tank in Dwarka

સાવધાન / માતા-પિતાનું હૈયું કંપાવી મૂકે તેવો કિસ્સો: દ્વારકામાં રમતા રમતા પાણીની ટાંકીમાં પડી બાળકી, પછી વિધાતાનું ધાર્યું થયું

Kishor

Last Updated: 08:46 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભૂમિ દ્વારકાનાં મુખ્ય મથક ખંભાળીયામાં પાણીના ટાંકામાં પડી જતા બાળકીનું મોત થયાની હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે.

  • દ્વારકા જિલ્લામાં પાણીના ટાંકામાં બાળકી પડી જતા મૃત્યુ
  • ખંભાળિયામાં 2 વર્ષની બાળકી પાણીના ટાંકામાં પડી
  • રમતા રમતા બાળકી પાણી ના ટાંકામાં પડી ગઈ

રાજ્યમાં બાળકો પર જાણે મોટી ઘાત ચાલી રહી હોય તેમ ગઈકાલે એક જ દિવસમાં સાત બાળકોના મોતના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારબાદ આજે પણ આ ગોઝારી વણઝાર યથાવત રહેવા પામી હતી અને આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં બાળકીનું અકસ્માતે મોત થયાનું બહાર આવ્યું છે. માતા-પિતા માટે ચેતવણીરૂપ આ ખિસ્સામાં બાળકી પાણીના ટાંકામાં પડી ગઈ બાદ તેનું મોત નીપજ્યું હતુ.

Girl dies after falling into water tank in Dwarka

સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત

પાણીના ખુલ્લા ટાંકા મોતના ઘર બની રહ્યા હોય તેમ ચાર દિવસમાં મોતનો બીજો બનાવ સામે આવ્યો છે. જેમાં ખંભાળિયાના જોધપુર ગેઇટ નજીક રહેતા પરિવારની બે વર્ષની બાળકી બાજુમાં રમતી હતી. આ દરમિયાન રમતા રમતા બાળકી પાણીના ટાંકામાં પડી ગઈ હતી. જેને લઈને સમગ્ર વિસ્તારમાં દેકારો બોલી ગયો હતો. લોકોના ટોળેટોળા એકઠા થયા હતા જ્યાં બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. જેને લઈને પરિજનોમાં રોકકડ ફેલાઇ હતી.

Girl dies after falling into water tank in Dwarka

જૂનાગઢમાં કારમાં ગુંગળાઈ જવાથી બાળકીનું મોત

ગઈકાલે એક સાથે ૭ બાળકોના મોત થયા હતા. જૂનાગઢમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં જૂનાગઢમાં કારમાં ગુંગળાઈ જવાથી 5 વર્ષના આદિત ભારતી નામના બાળકનું મોત થઈ ગયું હતુ. બાળકની માતાએ ન્હાવાનું કહેતા બાળક ભાગી ગયો હતો. બાદમાં બાળકના પિતા આવ્યા ત્યારે માતાએ દીકરો આદિત મળતો ન હોવાનું કહેતા આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ ક્યાંય બાળક ન મળતા આખરે આસપાસના કેમેરા ચેક કરતા બાળક દિવાલ ટપીને નજીકના કારખાનામાં ગયો હોવાનું સામે આવ્યું હતું. બાળક જે દિશામાં ગયો હતો ત્યાં તપાસ કરતા કારખાનામાં રહેલી એક કારમાં તે દેખાયો હતો. કારનો દરવાજો ખોલતા બાળક બેભાન અવસ્થામાં મળ્યો હતો. જેથી તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જઈ ત્યાંથી રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ રાજકોટ લઈ જતા સમયે રસ્તામાં જ બાળકનું મોત થઈ ગયું હતું.

માધવપુર ગામે વીજ શોક લાગતા કિશોરનું થયું હતું મોત

વધુમાં ગઈકાલે પોરબંદરના માધવપુર ગામે વીજ શોક લાગતા કિશોરનું મોત થયાનું સામે આવ્યું છે. PGVCLની બેદરકારીના કારણે 15 વર્ષીય પંકજ ભરડા નામના કિશોરનું મોત થયાનું સામે આવ્યું છે. PGVCLની 11 KV લાઈનનો વીજ તાર જમીન સુધી લટકતો હોવાથી કિશોર રમતા રમતા વીજ લાઇનને અડકી ગયો હતો. જેમાં તેને વીજ કરંટ લાગતા તેનું મોત થયું છે. જેને લઈને હાલ પરિવારજનોએ ન્યાયની માગ કરી રહ્યા છે.

ગજાપુરા ગામમા પણ કરુણ ઘટના
તે જ રીતે ઘોઘંબાના ગજાપુરા ગામમા પણ કરુણ ઘટના સામે આવી હતી. જ્યા તળાવમાં ડૂબી જવાથી એકી સાથે 4 બાળકોના મૃત્યુ થયુ હતું. વહેલી સવારે બાળકો રમતા રમતા ન્હાવા પડ્યા હતા. જ્યા ચારેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કઢાયા. મહત્વનું છે કે તમામ બાળકો અંદાજે 10થી 12 વર્ષની ઉંમરના હતા. આ ઘટનાને લઈને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

સાબરકાંઠામાં બાળકીનું મોત

તે જ રીતે ગઈકાલે સાબરકાંઠામાં બાળકીને ઝેરી સાપ કરડતા મોત થયુ હતું. તલોદ તાલુકાના જોળાજીના મુવાડા ગામેં 10 વર્ષિય બાળકી ખેતરમાં ઝેરી સાપ કરડ્યો હતો. જેને લઈને બાળકીને સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ