બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gir somanath case of arresting a suspect, with a one and a half year old girl

અપહરણ / સોમનાથમાં મળી આવેલ દોઢ વર્ષની બાળકી મામલે મોટો ઘટસ્ફોટ, યુવકનો ઉદ્દેશ્ય જાણીને હેબતાઈ જશો

Kiran

Last Updated: 03:23 PM, 16 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથમાં ગઈ કાલે દરિયા કિનારે દોઢ વર્ષની બાળકી સાથે એક શંકાસ્પદ યુવક ઝડપાયો હતો જે બાળકીના પિતા હોવાનું રટણ કરી રહ્યો હતો જેમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપી યુવકે બાળકીનું અપહરણ કર્યું હોવાનું ભાંડો ફુટ્યો છે.

  • સમુદ્ર કિનારેથી બાળકી મળવાનો મામલો 
  • ભિક્ષાવૃત્તિ માટે બાળકીનું કરાયું હતું અપહરણ
  • પોલીસ તપાસમાં યુવકનો ફૂટ્યો ભાંડો

ગીરસોમનાથ દોઢ વર્ષની માસુમ બાળકી શંકાસ્પદ યુવક સાથે મળી આવી હતી..જેને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે. ગઈ કાલે દરિયા કિનારે દોઢ વર્ષની બાળકી સાથે એક શંકાસ્પદ યુવક ઝડપાયો હતો. શંકાસ્પદ યુવક દરિયા કિનારે બાળકીને માર મારી રહ્યો હતો. માર મારી રહેલ પરપ્રાંતિય યુવકના સકંજામાંથી પોલીસે બાળકીને બચાવી હતી યુવક બાળકીનો પિતા હોવાનું રટણ કરી રહ્યો હતો. 



 

ભિક્ષાવૃત્તિ માટે બાળકીનું કરાયું હતું અપહરણ

જો કે પોલીસે માસુમ બાળકીના માતા પિતાની ઓળખ માટે તપાસ કરતા મોટો ખુલાસો થયો છે. યુવકે બાળકીનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે, પોલીસ પુછપરછમાં આરોપી યુવકે બાળકીનું અપહરણની કર્યું હોવાનું કબુલાત કરી છે, 22 ઓકટોબરે નાગપુર રેલવે સ્ટેશનથી બાળકીનું અપહરણ કર્યુ હતું, પોલીસ પૂછપરછમાં બાળકીનું ભિક્ષાવૃત્તિ માટે અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે. 

પોલીસ તપાસમાં યુવકનો ફૂટ્યો ભાંડો

સમગ્ર મામલે ગીર સોમનાથ પોલીસ દ્વારા નાગપુર પોલીસને જાણ કરાતા બાળકીના માતા પિતા સોમનાથ આવવા રવાના થયા છે.બાળકીના અપહરણ બાદ યુવક ગુજરાતના સતાધાર, સોમનાથ જેવા ધાર્મિક સ્થળો પર ફર્યો હતો. આરોપી યુવક દિવસ દરમિયાન બાળકી ને સાથે રાખી ભિક્ષાવૃત્તિ કરતો તેમજ અન્નક્ષેત્રમાં જમતો અને રાત્રિના સમયે ફુટપાથ પર સુઈ જતો હતો..

આરોપી યુવક પોતે પિતા હોવાનુ કરી રહ્યો હતો રટણ 

અપહરણ કરનાર યુવક મહારાષ્ટ્રનો રહેવાસી છે અને આરોપી યુવક અનેક ગુન્હામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ગીર સોમનાથની પોલીસની સતર્કતાને કારણે નાની ફુલ જેવી બાળકીની જીંદગી નર્ક સમાન બનતી અટકી ગઈ, પોલીસની આ કામગીરીના સૌ કોઈ વખાણ કરી રહ્યું છે અને પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ