બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Ghee-bananas to officials-builders in Vadodara: Land got 5% deduction instead of 40%, biggest revelation in deduction scam

ખુલાસો / વડોદરામાં અધિકારી-બિલ્ડરોને ઘી-કેળા: 40 ટકાને બદલે 5 ટકા કપાતમાં મળી જમીન, કપાત કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો

Vishal Khamar

Last Updated: 07:17 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરી અધિકારી અને બિલ્ડરોને ઘી-કેળા છે. આ બાબતે વડોદરા કોર્પોરેશનને વિપક્ષી નેતાની ફરિયાદ બાદ વિસંગતતા દેખાતા 8 બિલ્ડરોનાં અભિપ્રાય રદ્દ કરી બાંધકામની પરવાનગી સ્થગિત કરી છે. ત્યારે આગામી સમયમાં હજુ અન્ય બિલ્ડરો સામે કાર્યવાહી થાય તેવી શક્યતાઓ છે.

  • વડોદરાના નિયમોનું ઉલ્લંઘન કરી અધિકારી અને બિલ્ડરોને ઘી-કેળા 
  • કપાતના નિયમો નેવે મુકી બિલ્ડરોને કપાત વિના જમીન આપ્યાનો ખુલાસો 
  • વિપક્ષી નેતાએ રજૂઆત કરતાં ઓછી કપાસ કરેલ 8 જમીનોના અભિપ્રાયો રદ કરાયા 

 વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરી અધિકારી અને બિલ્ડરોને ઘી-કેળા છે. કપાતનાં નિયમો નેવે મુકી બિલ્ડરોને કપાત વિના જમીન આપ્યાનો ખુલાસો થયો છે. વિપક્ષી નેતાઓને રજૂઆત કરતા ઓછી કપાત કરેલ 8 જમીનોનાં અભિપ્રાયો રદ્દ કરાયા છે. વડોદરા કોર્પોરેશનને વિપક્ષી નેતાની ફરિયાદ બાદ વિસંગતતા દેખાતાં કાર્યવાહી હાથ ધરી છે. 8 બિલ્ડરોનાં અભિપ્રાય રદ્દ કરી બાંધકામની પરવાનગી સ્થગિત કરાઈ છે. આડેધજ મંજૂરી મેળવેલા અન્ય બિલ્ડરો સામે કાર્યવાહી થાય તેવી શક્યતાઓ છે. ત્યારે પૂર્વ સિનિયર TPO નાં સમયમાં કૌભાંડ થયાની ચર્ચાઓ છે. 40 ટકા કપાતનાં નિયમ સામે મિલિ ભગતથી ફક્ત 5 ટકા જમીન કપાતનો ખુલાસો થયો છે. આ બાબતે પૂર્વ વિપક્ષી નેતા દ્વારા મસમોટા કપાત કૌભાંડ આચરાયું હોવાનો ખુલાસો થયો છે.

હું હાઈકોર્ટમાં જઈશઃ  ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (અરજદાર)
આ બાબતે અરજદાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,  40 ટકા જમીન કાપે એટલે સરકારી જગ્યા થઈ.  સરકારી જગ્યા ઉપર બાંધકામ થયું છે. એનો મતલબ એવો જ થયો.  પછી એ એવું કહે છે કે અમે રિજેક્ટ કરી દીધી.  પછી તેઓ કહે છે કે અમે રિજેક્ટ કરી દીધી. તેઓને રિજેક્ટ કરવાનો અધિકાર છે?જ્યારે ટીપીઓ અને ટીપીમાં રહેનાર કર્મચારીઓએ આ ટીપી બનાવી હોય અને ત્યાર બાદ બે-ત્રણ વર્ષ સુધીનો સમયગાળો વીતી ગયો હોય. એક જમીન લેનારો માણસ બીજાને જમીન વેચી દે, બીજાને લેનારો ત્રીજાને વેચી દે,  બાંધકામ પરમીશન મળી ગઈ. આજે તમે કહો છો કે કેન્સલ કરી દીધી. તમને કેન્સલ કરવાનો અધિકાર જ નથી.  તમારી ઉપલો અધિકારી કેન્સલ કરી શકે છે.  હવે સવાલ રહ્યો કે કોણે ભ્રષ્ટ્રાચાર કર્યો છે.  પહેલા પણ જ્યારે કર્યો હશે ત્યારે કોન્ટ્રાક્ટરોએ કંઈકને કંઈક પોતાની લાગવગ હોય કે ગમે તે હોય મળીને જ કર્યું હશે. એટલે અધિકારી અને કોન્ટ્રાક્ટર તો જોડે જ છે.  હવે સવાલ રિજેક્ટનો આવ્યો છે. એટલે હાઈકોર્ટ એમને જોશે. અને હું હાઈકોર્ટમાં જઈશ. આ રીતે સામાન્ય માણસનાં 40 ટકા કાપો અને આવા લોકોને તમે એક કે બે ટકા આપીને શું કરવા માંગો છો.  એટલે આ બધી જગ્યા લોકહિતની જગ્યા હોય છે અને લોકોની જગ્યા તમે લોકોને આપી દેતા હોવ તે ચાલે નહી. એના માટે લડાઈ ચાલુ રહેશે. 

TPO એ 125 બિલ્ડર્સ તેમજ જમીન માલિકોની યાદી તૈયાર કરી
નવા ટીપીઓનાં પત્રનાં આધારે 125 બિલ્ડર્સ અને જમીન માલિકોની યાદી તૈયાર કરાઈ છે. ટીપીઓ વિભાગનાં જ જૂના અધિકારીઓએ કરેલા ગોટાળાને ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારીએ ખુલ્લા પાડ્યા છે.  ટીપીઓએ કોર્પોરેશનને પત્ર લખી આવા બિલ્ડરોનાં બાંધકામ મંજૂરી અને કાર્યવાહીની તપાસ કરવા પત્ર લખ્યો છે. કોર્પોરેશને બિલ્ડરો અને જમીન માલિકોને નોટિસ આપતા ક્રેડાઈએ દેકારો મચાવ્યો હતો. 

એમ એમ અઘ્વર્યું (પ્રવર નગર નિયોજક ,વડોદરા)

કૌભાંડમાં કોર્પોરેશનના અધિકારીઓની પણ સંડોવણી એમ એમ અઘ્વર્યું (પ્રવર નગર નિયોજક ,વડોદરા)
ગત રોજ આ બાબતે ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારી એમ.એમ.અધ્વર્યુંએ જૂના અધિકારીઓ દ્વારા આચરેલ કૌભાંડ ઉજાગર કર્યું છે.  આ બાબતે ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારીઓ જૂના અધિકારીઓ દ્વારા આચરેલ કૌભાંડ ઉજાગર કર્યું છે. આ કૌભાંડને લઈ નગર નિયોજક અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સરકારમાં ધારા ધોરણ મુજબ કામ થાય તે માટેનો પ્રયાસ છે. તેમજ સરકારની ગાઈડલાઈનનો અમલ થાય તે માટે ખરાઈ કરવા પત્ર લખ્યો છે. નગર નિયોજનમાં અનો કોર્પોરેશનમાં ચાલતી દરખાસ્તમાં વિસંગતતાઓ હોવાની આશંકા છે. બિલ્ડરનોને ફાયદો કરાવવા કોર્પોરેશનનાં ટાઉન પ્લાનિંગ વિભાગે ગેરરીતી આચરી હોવાની  આશંકા છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ