બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / get paid for sleeping job in malaysia air conditioner company

લાયા બાકી! / આને કહેવાય ડ્રીમ જોબ! સૂઈ રહેવાની નોકરી, ખાવા પીવાના ખર્ચ સાથે મળશે સારો પગાર

Mayur

Last Updated: 11:03 AM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવી નોકરીમાં વેકેન્સી આવી છે જેમાં તમને મનગમતું કામ કરવાના પૈસા મળશે. હા, એક કંપની તમને સૂઈ રહેવાનો પગાર આપવા તૈયાર છે, જાણો કઈ રીતે કરશો અરજી.

  • ઊંઘવાની નોકરીમાં વેકેન્સી 
  • પગાર ઉપરાંત રહેવા જમવાનો ખર્ચ કંપની ઉઠાવશે 
  • થોડી શરતો સ્વીકારવી પડશે 

ઊંઘવું કોને ન ગમે? દિવસભરના થાક પછી સારી ઊંઘ લેવાથી બધો થાક દૂર થઈ જાય છે. સવારે પડ્યા રહેવાની મજા જ કૈંક ઓર છે. 

ઊંઘવાના પણ મળે છે પૈસા 
સારી ઊંઘ વ્યક્તિને રિચાર્જ કરે છે અને તેનામાં ઊર્જાનો પ્રવાહ વધારે છે. એટલે કે, જો તમે થાકેલા હોવ, તો તમારે ફરીથી ફ્રેશ થવા માટે સારી ઊંઘની જરૂર છે. પરંતુ જો તમને સુવાના આ ફાયદાઓ સાથે સારી આવક પણ મળે તો? હા, મલેશિયાની એક કંપની પણ લોકોને સુવાના બદલામાં અઢળક પૈસાની ઓફર કરી રહી છે.

મહિને 25 હજાર રૂપિયા મળશે 
મલેશિયા યુનિવર્સિટીના કેટલાક સંશોધકો આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ સંશોધકો એવા લોકોની શોધમાં છે જેઓ તેમના માટે ઊંઘી શકે. આ કામના બદલામાં તેને દર મહિને 25 હજાર રૂપિયા આપવામાં આવશે. કર્મચારીએ બીજું કોઈ કામ કરવું પડતું નથી. માત્ર સતત એક મહિના સુધી કર્મચારીની ઊંઘની પેટર્ન જોવામાં આવશે અને તેના બદલામાં તેને પગાર આપવામાં આવશે.

આ શરતો સ્વીકારવી પડશે
આ નોકરી માટે જાહેર કરાયેલા પોસ્ટરમાં તમામ વિગતો આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે કયા લોકો નોકરી માટે અરજી કરી શકે છે. લાયકાત મુજબ જે લોકોની ઉંમર 20 થી 40 ની વચ્ચે છે. અને જેમનું વજન સામાન્ય રેન્જમાં છે, તેઓ તેના માટે અરજી કરી શકે છે. 
આ લોકોને એક મહિના સુધી સ્લીપ હોમમાં રહેવું પડશે, જ્યાં તેમની દેખરેખ રાખવામાં આવશે. જો અરજદારોમાં કોઈપણ પ્રકારની સ્લીપિંગ ડિસઓર્ડર જોવા મળશે તો એ કિસ્સામાં તેમની નોંધણી કરવામાં આવશે નહીં.

એક મહિનાનું કામ
આ સંશોધન સાથે જોડાયેલી માહિતી આપતાં મિસ સફાએ કહ્યું કે પાર્ટિસિપન્ટ્સને સ્લીપિંગ હોમની અંદર સૂતા પહેલા સ્ક્રીનિંગ કરાવવું પડશે. આમાં, તેમની દરેક રીતે તપાસ કરવામાં આવશે. એકવાર તે બધી પ્રક્રિયાને પાસ કરી લે, પછી જ તેને સ્લીપિંગ હોમની અંદર જવા દેવામાં આવે છે. અંદર, તેણે ફક્ત આગામી એક મહિના માટે જ ઊંઘવાનું છે. ખાવા-પીવાની તમામ વસ્તુઓ રૂમમાં આપવામાં આવશે. એસી રૂમમાં સૂવાની અને તેના બદલામાં પૈસા કમાવવાની આ ઓફર લોકોને ખૂબ લલચાવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ