બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Germany made a statement on Rahul Gandhi issue

વિદેશી દખલ / રાહુલ ગાંધી મુદ્દે અમેરિકા બાદ હવે જર્મનીએ આપ્યું નિવેદન, લોકતંત્ર મુદ્દે કહી આ વાત

Priyakant

Last Updated: 01:01 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, તેઓને વિશ્વાસ છે કે રાહુલ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી ન્યાયિક સ્વતંત્રતાના દાયરામાં અને તેના મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હશે

  • રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ થતાં જર્મનીનું નિવેદન 
  • દોષિત સાબિત થયા પછી રાહુલ પાસે ઉચ્ચ અદાલતોમાં અપીલ કરવાનો વિકલ્પ 
  • રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ થયા બાદ હવે રાજકારણ ગરમાયું

રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ થયા બાદ હવે રાજકારણ ગરમાયું છે. તેવામાં હવે જર્મનીએ પણ રાહુલની સંસદ સદસ્યતા રદ કરવા પર પ્રતિક્રિયા આપી છે. વાત જાણે એમ છે કે, એક પ્રશ્નના જવાબમાં જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, તેઓને વિશ્વાસ છે કે રાહુલ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી ન્યાયિક સ્વતંત્રતાના દાયરામાં અને તેના મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હશે. 

જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, અમારી જાણકરી મુજબ દોષિત સાબિત થયા પછી પણ રાહુલ ગાંધી પાસે ઉચ્ચ અદાલતોમાં અપીલ કરવાનો વિકલ્પ છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, અમને ખાતરી છે કે,  રાહુલ ગાંધી પર કાર્યવાહી કરતી વખતે અથવા તેમની બાજુ સાંભળતી વખતે ન્યાયિક સ્વતંત્રતા અને તેમના (રાહુલના) મૂળભૂત અધિકારોનું ધ્યાન રાખવામાં આવશે. 

મહત્વનું છે કે, રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ થયા અનેક દેશોના નિવેદન સામે આવી રહ્યા છે. આ તરફ હવે જર્મનીએ પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. જોકે અહી નોંધનિય છે કે, જર્મનીના વિદેશ મંત્રાલયના નિવેદન બાદ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શું કહ્યું હતું ?
રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, તેમનું સંસદ સભ્યપદ રદ કરવું અથવા માનહાનિના કેસમાં તેમને દોષિત ઠેરવવો એ ભારતનો આંતરિક મામલો છે. આ દેશમાં સુપ્રીમ કોર્ટથી ઉપર કોઈ નથી અને આ માટે ન્યાયિક અને બંધારણીય સંસ્થાઓ છે.

રાહુલ ગાંધીનું સભ્યપદ કેમ રદ કરવામાં આવ્યું ?
સુરત જિલ્લા અદાલતે 23 માર્ચે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા. મહત્વનું છે કે, કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી અટક વિશે આપેલા નિવેદન બદલ કોંગ્રેસના નેતા સામે 2019ના ફોજદારી માનહાનિના કેસમાં તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ તરફ બીજા જ દિવસે 24 માર્ચે લોકપ્રતિનિધિત્વ કાયદાને કારણે તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ