બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / gautam gambhir praised Virat kohli during worldcup 2023 IND vs Aus, he said young players should learn from him

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વિરાટની દમદાર બેટિંગને લઇ યુવા ખેલાડીઓને ગૌતમ ગંભીરની સલાહ, કહ્યું 'કોહલી પાસેથી...'

Vaidehi

Last Updated: 03:51 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની બેટિંગનાં ભરપૂર વખાણ કર્યાં. સાથે જ ગંભીરે યુવા ખેલાડીઓને કોહલી પાસેથી શીખવાની સલાહ પણ આપી.

  • ગૌતમ ગંભીરે વિરાટ કોહલીનાં વખાણ કર્યાં
  • વર્લ્ડકપ 2023માં ઑસ્ટ્રેલિયા સામેની મેચ માટે કર્યાં વખાણ
  • કહ્યું યુવા ખેલાડીઓએ કોહલી પાસેથી શીખવું જોઈએ

વર્લ્ટ કપ 2023માં ઑસ્ટ્રેલિયાની સામે મેચમાં ફરી એકવાર કોહલી ટીમ ઈન્ડિયા માટે સંકટમોચક બન્યાં છે. વિરાટ કોહલીએ મેચમાં ન માત્ર કેએલ રાહુલ સાથે જબરી પાર્ટનરશીપ કરી પણ મુશ્કેલીમાં અટવાયેલી ટીમ ઈન્ડિયાને જીતની ખૂબ નજીક પહોંચાડી દીધી. તેવામાં દિગ્ગજ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે કોહલીની બેટિંગનાં વખાણ કર્યાં છે. આ વખાણ સાંભળીને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયાં છે.

ગૌતમ ગંભીરે કોહલીનાં વખાણ કર્યાં
ગૌતમ ગંભીરે વિરાટ કોહલીનાં શાનદાર પ્રદર્શનનાં વખાણ કરતાં કહ્યું કે મને લાગે છે કે તમે ખેલને કેવીને સમજો છો એ ઘણું મહત્વનું છે. જ્યારે તમારે આટલા મોટા ટોટલ ચેઝ કરવાનાં હોય ત્યારે પહેલા તો તમને એ પ્રેશર હેન્ડલ કરતાં આવડવું જોઈએ. તમારી અંદર એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે કોઈપણ સ્થિતિથી આ ટારગેટ સુધી પહોંચી શકાશે. અહીં એક મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે વનડે ક્રિકેટમાં તે (વિરાટ) આવું કરે છે ત્યારે ખબર પડે છે કે આ મેચ માત્ર મોટા શોટ્સ રમવાની નથી.

ઓછા રિસ્કવાળા જ શોટ્સ રમવા જોઈએ
તેમણે કહ્યું કે ટીમ જ્યારે પ્રેશરમાં હોય છે ત્યારે ઓછા રિસ્કવાળા જ શોટ્સ રમવા જોઈએ. તમારે વિકેટની વચ્ચે દોડવાનું હોય છે. તમારે સ્ટ્રાઈક રોટેટ કરવાની હોય છે. આ રીતે જ તમે પોતાના પર પ્રેશર આવવા નથી દેતાં. તમે જેટલી ઓછી ડોટ બોલ રમો છો તેટલું જ તમારા માટે સારું હોય છે. કોહલી જ્યારે 70 રન પર હતાં ત્યારે તેમણે માત્ર 5 ચોગ્ગા લગાડ્યાં હતાં. આ સ્પિનની સામે તેમની સ્ટ્રાઈક રોટેટ કરવાની ક્ષમતાને દર્શાવે છે.

વિરાટ કોહલી આટલા કંસિસ્ટેંટ છે
આ જ કારણ છે કે વિરાટ કોહલી આટલા કંસિસ્ટેંટ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ડ્રેસિંગ રૂમમાં બેઠેલ યુવા ખેલાડીઓ અહીં ફિટનેસનું મહત્વ સમજશે, રનિંગ બિટવીન ધ વિકેટનું મહત્વ સમજશે. તેઓ સમજશે કે વચ્ચેની ઓવરોમાં સ્ટ્રાઈક રોટેટ કરવું કેટલું મહત્વપૂર્ણ હોય છે.

3 દિગ્ગજ ખેલાડીઓ 0 પર આઉટ
200 રનનો લક્ષ્ય પૂરો કરવાની રેસમાં ટીમ ઈન્ડિયાની 2 રન પર 3 વિકેટ પડી ગઈ. કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર ત્રણેય 0 પર આઉટ થયાં. આ બાદ કોહલીએ રાહુલની સાથે કમાન સંભાળીને 165 રનની પાર્ટનરશીપ કરી. કોહલીએ 116 બોલ પર 85 રનની ઈનિંગ રમી. જેમાં છ ચોગ્ગાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ