બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Garba lovers in Gujarat are getting excited, the craze for Avanwa steps

નવરાત્રી 2023 / ખેલૈયાઓનો જોશ હાઇ: ડાન્સ ક્લાસમાં બોલીવુડ સ્ટાઈલ, હુડો અને ટીટોડાનો ક્રેઝ, માણો અવનવા સ્ટેપની મજા

Dinesh

Last Updated: 06:01 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat news : અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ખેલૈયામાં નવરાત્રી પૂર્વે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ડાન્સ ક્લાસમાં ખેલૈયાઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે

 

  • મહેસાણા શહેરમાં 25 સ્થળે ગરબાની અપાઇ મંજૂરી
  • ગરબા આયોજકોને સ્થળ પર ડૉક્ટર હાજર રાખવા સૂચના 
  • નવરાત્રી પૂર્વે ડાન્સ ક્લાસમાં ખેલૈયાઓ કરી રહ્યા છે પ્રેક્ટિસ 

દેશભરમાં નવરાત્રીને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ગરબાએ પરંપરાગત નૃત્યનો પ્રકાર છે. જેના માટે ગુજરાત વિશ્વભરમાં જાણીતું છે. ત્યારે હવે જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતમાં ગરબા પ્રેમીઓમાં ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. મહેસાણા શહેરમાં 25 સ્થળે ગરબાની મંજૂરી અપાઇ અપાઈ છે તો બીજી તરફ રાજ્યના તમામ મોટા શહેરમાં  નવરાત્રિને લઈ પ્રેક્ટિસ ધૂમ ચાલી રહી છે. 

મહેસાણા ગરબાની મંજૂરી
મહેસાણા શહેરમાં 25 સ્થળે ગરબાની મંજૂરી અપાઇ છે. ગરબા આયોજકોને સ્થળ પર ડૉક્ટર હાજર રાખવા સૂચના પણ આપી છે. મેડિકલ ટીમ સાથે CCTVની વ્યવસ્થા ફરજિયાત કરવા જણાવ્યું છે. ઇમરજન્સીમાં 108ની મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે. અત્રે જણાવીએ કે, 4 નવરાત્રી મહોત્સવમાં એકી સાથે 18 હજાર ખેલૈયાઓ રમી શકશે.

અમદાવદમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ 
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ખેલૈયામાં નવરાત્રી પૂર્વે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી પૂર્વે ડાન્સ ક્લાસમાં ખેલૈયાઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. બોલીવુડ સ્ટાઈલ, હુડો અને ટીટોડોના અવનવા સ્ટેપની પ્રેક્ટિસ કરી રહ્યા છે. 

નવરાત્રિમાં ગરબાની રમજટ
નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે, ગરબાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લાના તિલકવાડામાં આજે પણ કેટલાક પરિવારો માટીમાંથી સુંદર ગરબા બનાવવામાં નિપૂણ છે. 11 જેટલા પરિવારો આધુનિક યુગમાં પણ માતાજીની ગરબા બનાવી વેચાણ કરે છે. માટીમાંથી સુંદર ઘડા બનાવ્યા બાદ તેને સુશોભિત કરવામાં આવે છે. અહિયાં બનેલા  ગરબાની માંગ ગુજરાતમાં જ નહી પરંતુ દેશ વિદેશમાં પણ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ