બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વિશ્વ / Garba is being held according to the original culture and tradition in Navratri this year in Chicago, USA

ગરવા ગુજરાતી / સાચી ભક્તિ! અમેરિકાના શિકાગોમાં મૂળ સંસ્કૃતિ અને પરંપરા મુજબ ગરબા યોજાયા, પાર્ટી કલ્ચરને ગુડ બાય, શેરી ગરબાને આવકારો

Pravin Joshi

Last Updated: 12:19 AM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના શિકાગો ખાતે આ વર્ષે ગરબા આયોજકોએ પાર્ટી કલ્ચરથી દુર રહીને મુળ પારંપરિક રીતે ગરબા રમાય તેવું આયોજન કર્યું છે.

  • નવરાત્રી પર્વની ઉજવણી અમેરિકામાં પણ ધામધૂમથી કરાઈ
  • અમેરિકાના શિકાગો ખાતે પ્રાચીન પરંપરા મુજબ ગરબાનું આયોજન કરાયું
  • પાર્ટી કલ્ચરથી દુર રહીને સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ

ગુજરાતની ઓળખ સમાન ગરબા આજે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ખૂબ જ પ્રચલિત જોવા મળી રહ્યા છે. માં અંબાના આરાધના સાથેના નવરાત્રી પર્વની ઉજવણીનો રંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે છવાઈ રહ્યો છે. આજે ભારતીયો જ નહીં પરંતુ વિદેશના નાગરિકો પણ ભારતીય ગુજરાતી ગરબા કલ્ચરને શીખવાનું પસંદ કરી રહ્યા છે. હાલ ચાલી રહેલા નવરાત્રી પર્વની ઉજવણી અમેરિકામાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 

પરંપરા મુજબ ગરબા યોજાયા

અમેરિકાના શિકાગો ખાતે ચાલું વર્ષે નવરાત્રીમાં મૂળ સંસ્કૃતિ અને પરંપરા મુજબ ગરબા યોજાઇ રહ્યા છે. આમ તો દરેક જગ્યાએ પાર્ટી કલ્ચર વધી ગયું છે અને ગરબાનું આયોજન પણ ધંધાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે ત્યારે અમેરિકાના શિકાગો ખાતે આ વર્ષે ગરબા આયોજકોએ પાર્ટી કલ્ચરથી દુર રહીને મુળ પારંપરિક રીતે ગરબા રમાય તેવું આયોજન કર્યું છે. 

પાર્ટી કલ્ચરની જગ્યાએ પારંપરિક શેરી ગરબાનું આયોજન 

અમેરિકાના શિકાગો ખાતે આ વર્ષે 50 થી પણ વધારે જગ્યાએ પાર્ટી કલ્ચરની જગ્યાએ પારંપરિક શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ ગરબા આયોજનમાં મુળ હિન્દુ ધર્મની ઝાંખી થાય અને નવી પેઢીને હિન્દુ ધર્મ વિશે જાણકારી મળે તે હેતુથી વેશ-ભુષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે યોજાયેલા તમામ ગરબાના આયોજનમાં ધંધાકીય રીતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. 

જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતની કહેવત સાર્થક કરી 

એક તરફ ગુજરાતના લોકો મોટા મોટા પાર્ટી પ્લોટમાં જઈ મસમોટો ખર્ચો કરી વિદેશી સ્ટેપ મુજબ ગરબે રમતા હોય છે. ત્યારે વિદેશની ધરતી પર જૂની પરંપરા સાચવી શિકાગોમાં રહેતા આ ગુજરાતીઓએ ખરેખર  જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતની કહેવત સાર્થક કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ