બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ganesh chaturthi 2023 bring idol of lord ganesha according to zodiac sign astrology

ગણેશ ચતુર્થી 2023 / ઘરે બેઠાં રાશિ અનુસાર કરો ભગવાન ગણેશની સ્થાપના, મળશે તમામ સમસ્યાઓથી મુક્તિ, નોકરી અને વેપારમાં પણ થશે પ્રગતિ

Manisha Jogi

Last Updated: 07:46 AM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણપતિ બપ્પાની આરાધના કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે ગણેશોત્સવ સર્વશ્રેષ્ઠ પર્વ માનવામાં આવે છે. આ દિવસે તમામ રાશિના જાતકોએ રાશિ અનુસાર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ.

  • ગણપતિ બપ્પાની આરાધના કરવા માટે ગણેશોત્સવ સર્વશ્રેષ્ઠ પર્વ
  • રાશિ અનુસાર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવી
  • જાણો કઈ રાશિના જાતકોએ કઈ મૂર્તિની સ્થાપના કરવી જોઈએ

સનાતન ધર્મમાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણપતિ બપ્પાની આરાધના કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે ગણેશોત્સવ સર્વશ્રેષ્ઠ પર્વ માનવામાં આવે છે. આ વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ મંગળવારથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે. આ દિવસે તમામ રાશિના જાતકોએ રાશિ અનુસાર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ, જેથી તમામ સંકટ દૂર થાય છે. કઈ રાશિના જાતકોએ ભગવાન ગણેશની કઈ મૂર્તિની સ્થાપના કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની લાલ અથવા ગુલાબી રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને લાડવાનો ભોગ ધરાવો. જેથી ગણપતિબપ્પા પ્રસન્ન થઈને તમામ દુ:ખ દૂર કરશે. 

વૃષભ- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સામાન્ય પીળા રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને મોદકનો ભોગ ધરાવો. આ પ્રકારે કરવાથી સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. 

મિથુન- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની આછા લીલા રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને મોદકનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી બળ અને બુદ્ધિમાં વૃદ્ધિ થશે તથા નકારાત્મક ઊર્જા દૂર થશે. 

કર્ક- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સફેદ રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને મોતીચૂરના લાડવાનો ભોગ ધરાવો. આ પ્રકારે કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહેશે અને નોકરીમાં પ્રગતિ થશે. 

સિંહ- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સિંદૂરી રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને પીળી બુંદીના લાડવાનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી સમાજમાં માન સમ્માન વધશે. 

કન્યા- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની ઘાટ્ટા લીલા રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને નારંગી રંગના લાડવાનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી બિઝનેસમાં નફો થશે. 

તુલા- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની ચમકીલી પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ દરમિયાન ગણેશજીને મોદક અને રસમલાઈનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી સંતાન સુખ મળી શકે છે. 

વૃશ્વિક- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની લાલ અને સફેદ ધોતી પહેરેલ તથા હાથમાં લાલ કમળનું ફૂલ હોય તેવી પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. પ્રતિમા લાલ ગુલહડના ફૂલથી સજાવેલ હોવી જોઈએ. આ ઉપાય કરવાથી બિઝનેસમાં પ્રગતિ થશે. 

ધન- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પીળી અને નારંગી રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. ગણેશજીની પ્રતિમાના હાથમાં પીળા રંગનો લાડવો હોવો જોઈએ. આ દરમિયાન ગણેશજીને કેસરથી બનેલ ખીરનો ભોગ ધરાવો. 

મકર- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની શ્યામ રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. પ્રતિમાની અપરાજિતાના ફૂલથી સજાવટ કરવી. આ ઉપાય કરવાથી તમામ સમસ્યા દૂર થશે. 

કુંભ- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની ઊભી મુદ્રાવાળી પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ અને વાદળી રંગની ધોતી અથવા વાદળી ખેસ હોવો જોઈએ. આ દરમિયાન ગણેશજીને બેસનના લાડવાનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી બળ અને બુદ્ધિમાં વૃદ્ધિ થશે. 

મીન- આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સફેદ રંગની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. સ્થાપના કર્યા પછી દુર્વા અર્પણ કરો અને પીળા રંગની મિઠાઈનો ભોગ ધરાવો.. આ ઉપાય કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ