બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / G20 Summit 2023 india pm narendra modi to host dinner for us president joe biden

G20 Summit 2023 / G20 Summit: આજે PM મોદી સાથે જો બાયડન કરશે ડિનર, કરાશે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

Arohi

Last Updated: 11:47 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit 2023 India: જો બાયડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત ભારત આવી રહ્યા છે. ત્યાં જ શુક્રવારે સાંજે તે અહીં પહોંચશે અને પીએમ મોદીની સાથે તેમના આવાસ પર ડિનર કરશે.

  • આજે ભારત આવી રહ્યા છે જો બાયડન 
  • PM મોદી ડિનર કરશે બાયડન 
  • PM આવાસ પર ડિનરનું આયોજન 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનને ડિનર પર ઈનવાઈટ કર્યા છે. બન્ને નેતા શુક્રવારે સાંજે 7.30 વાગ્યે લોક કલ્યાણ માર્ગ પર સ્થિત PM મોદીના આવાસ પર મળશે. જી-20 સમિટમાં શામેલ થવા માટે જો બાયડન ભારત પહોંચશે અને ત્યાર બાદ PM મોદીની સાથે ડિનર કરશે. બન્ને નેતાઓની આજે દ્વિપક્ષીય બેઠક પણ છે. 

રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલો ભારતીય પ્રવાસ 
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાયડનનો આ પહેલો ભારત પ્રવાસ છે. વર્ષ 2020માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા. જો બાયડન અને PM મોદીનું આ બીજુ સ્પેશિયલ ડીનર છે. 

તેના 3 મહિના પહેલા પ્રધાનમંત્રી મોદીના રાજકીય પ્રવાસ દરમિયાન જો બાયડને તેમના માટે વ્હાઈટ હાઉસમાં ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. બન્ને નેતાઓની દ્વિપક્ષીય મિટિન વખતે ભારત-અમેરિકાની વ્યાપક વૈશ્વિક અને રણનૈતિક ભાગીદારી વધારે મજબૂત બનાવવા પર ભાર આપવામાં આવે તેવી સંભાવનાઓ છે. 

આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા 
બન્ને નેતાઓ વચ્ચે સ્વચ્છ ઉર્જા, વ્યાપાર, હાઈ ટેક્નોલોજી, રક્ષા જેવા ક્ષેત્રોમાં ચાલતી દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની આશા છે. તેની સાથે જ તે આ વાત પર પણ ચર્ચા કરી શકે છે કે બન્ને દેશ વિશ્વના અમુક ગંભીર પડકારને પહોંચી વળવામાં કઈ પ્રકારે યોગદાન આપી શકે છે. 

એક સુત્રે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ બાઈડનની વચ્ચે વાતચીતમાં સ્વચ્છ ઉર્જા, વ્યાપાર, હાઈ ટેક્નોલોજી, રક્ષા સહિત વિવિધ પ્રમુખ ક્ષેત્રોમાં જાહેર દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા પર ભાર આપવાની સંભાવના છે. 

વીઝા વ્યવસ્થા પર પણ થઈ શકે છે ચર્ચા 
બન્ને પક્ષ વીઝા વ્યવસ્થાને વધારે ઉદાર કરવાના સંબંધમાં પણ વિચાર કરી શકે છે. રાષ્ટ્રપતિ બાયડનના ભારત રવાના થવા પહેલા વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કૈરીન જ્યાં-પિયરે કહ્યું, "અમે આ વર્ષે જી-20ના નેતૃત્વ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરાહના કરીએ છીએ અને અમે એ સુનિશ્ચિત કરવા મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે ભારત આ વર્ષે એક સફળ સમિટની યજમાની કરે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ