બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / From pension to insurance under this scheme of the government, laborers will get many facilities, know
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને સામાજિક સુરક્ષા આપવા માટે ઈ-શ્રમ યોજના (e-Shram Card) ચલાવી રહી છે. સરકારે કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પણ શરૂ કર્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય અસંગઠિત કામદારોનો ડેટાબેઝ એકત્રિત કરવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો ઈ-શ્રમ કાર્ડ બનાવીને અનેક પ્રકારની સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે.

ADVERTISEMENT
બે લાખનો વીમો મળે છે
આ યોજના દ્વારા સરકાર 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ આપે છે. દેશના તમામ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કામદારો ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ મેળવી શકે છે. આ પોર્ટલ દ્વારા દેશના તમામ મજૂરોને એક પોર્ટલ પર જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર ભવિષ્યમાં જે પણ યોજના શરૂ કરશે, તેનો લાભ કામદારોને ઈ-શ્રમ પોર્ટલ દ્વારા જ મળશે.
જણાવી દઈએ કે ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) માટે નિર્ધારિત લાયકાત ધરાવતા કામદારો અને મજૂરોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે અને એ માટે ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે સત્તાવાર વેબસાઇટ eshram.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો. આ સિવાય CSC સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
ADVERTISEMENT

દર મહિને મળશે પેન્શન
ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) માટે નોંધણી કરવા માટે કામદારોને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની પણ જરૂર પડશે. જેમ કે - અરજદારનું આધાર કાર્ડ, આધાર સાથે લિંક કરવામાં આવેલ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર. આવા દસ્તાવેજોના આધારે સરળતાથી ઈ-લેબર કાર્ડ માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ પણ બનાવ્યું છે. જણાવી દઈએ કે આ યોજનામાં રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
ADVERTISEMENT
તમામ કામદારોને પોર્ટલ પર નોંધણી કર્યા પછી ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card)આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આ યોજનાઓનો લાભ લઈ શકશે. જણાવી દઈએ કે આ કાર્ડ 12 અંકનું હોય છે.
વધુ વાંચો: સિનિયર સીટીઝનને આ સેવિંગ સ્કીમમાં મળે છે સૌથી વધુ રિટર્ન! કઈ રીતે ખુલશે ખાતું? કેટલું મળશે વ્યાજ?
ADVERTISEMENT
ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card)ના ફાયદા
ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર કામદારોને 2 લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમાની સુવિધા આપવામાં આવે છે.
જો અકસ્માતમાં કામદારનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવશે.
જો કામદાર અકસ્માતમાં આંશિક રીતે વિકલાંગ થઈ જાય તો તેને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
રજીસ્ટર કામદારોને UAN આપવામાં આવશે જેમાં તેઓને સરકારી યોજનાનો લાભ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.