બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / બિઝનેસ / Senior citizens get the highest returns in this saving scheme know How much interest will you get

પર્સનલ ફાઇનાન્સ / સિનિયર સીટીઝનને આ સેવિંગ સ્કીમમાં મળે છે સૌથી વધુ રિટર્ન! કઈ રીતે ખુલશે ખાતું? કેટલું મળશે વ્યાજ?

Megha

Last Updated: 12:46 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ સરકારી બચત યોજના 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે શ્રેષ્ઠ વળતર આપે છે. જેમાં  30 લાખ રૂપિયા સુધીની રકમ ડિપોઝિટ કરાવી શકે છે. ચાલો જાણીએ આ સ્કીમ વિશે 5 મોટી વાતો.

  • આપણા દેશમાં રોકાણ કરવા માટે ઘણી યોજનાઓ છે. 
  • આ સરકારી બચત યોજના સિનિયર સીટીઝનને શ્રેષ્ઠ વળતર આપે છે.
  • ચાલો જાણીએ આ સ્કીમ વિશે 5 મોટી વાતો.

આપણા દેશમાં રોકાણ કરવા માટે ઘણી યોજનાઓ છે પરંતુ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ સરકારી બચત યોજના 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે શ્રેષ્ઠ વળતર આપે છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)ની જાહેરાત બજેટ 2023માં કરવામાં આવી હતી. આ યોજના હવે 30 લાખ રૂપિયા સુધીની રકમ ડિપોઝિટ કરાવવાની મંજૂરી આપે છે.  

Senior Citizen Savings Scheme, સરકારની આ બચત યોજના વરિષ્ઠ નાગરિકો માટે છે  બેસ્ટ | Senior Citizen Savings Scheme secure place to invest

ખાસ વાત એ છે કે આ યોજનામાં, જો ખાતાધારકનું મૃત્યુ થાય છે, તો જીવનસાથી અથવા તો જેને નોમિની બનાવવામાં આવ્યા છે, તે પોસ્ટ ઓફિસ અથવા બેંક શાખાને જાણ કરીને ખાતાનો ઉપયોગ ચાલુ રાખી શકે છે જ્યાં ખાતું ખોલવામાં આવ્યું છે. સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ (SCSS) સુરક્ષા અને કર બચત જેવા લાભ પણ આપે છે. ચાલો જાણીએ આ સ્કીમ વિશે 5 મોટી વાતો.

એકસાથે રોકાણ:
ભારતમાં રહેતા વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં વ્યક્તિગત રીતે અથવા સંયુક્ત રીતે એકસાથે રોકાણ કરી શકે છે અને કર લાભો સાથે નિયમિત આવક મેળવી શકે છે.

પૈસા કેવી રીતે જમા કરાવવા: 
જો રકમ 1 લાખ રૂપિયાથી ઓછી હોય, તો વ્યક્તિ રોકડમાં પૈસા જમા કરાવી શકે છે. જ્યારે ડિપોઝિટની રકમ 1 લાખ રૂપિયાથી વધુ હોય, ત્યારે વ્યક્તિએ ચેક દ્વારા ચુકવણી કરવી પડશે.

Topic | VTV Gujarati

વ્યાજ દર: 
સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ (SCSS) પર લાગુ વર્તમાન વ્યાજ દર વાર્ષિક 8.2 ટકા છે. આ વ્યાજ દર 1 જાન્યુઆરી, 2024 થી 31 માર્ચ, 2024 સુધી લાગુ છે. વ્યાજ ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવશે. 

મેચ્યોરિટી પીરિયડ : 
SCSS ની પાકતી મુદત 5 વર્ષ છે. આ યોજના હેઠળ, પાકતી મુદત વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. મેચ્યોરિટી પીરિયડ વધારવા માટે ચોથા વર્ષે અરજી કરવાની રહેશે. SCSS ખાતું ખોલતી વખતે અથવા ખાતું ખોલ્યા પછી વ્યક્તિઓ નોમિનીની નિમણૂક કરી શકે છે.

વધુ વાંચો: સરકારની આ યોજના મહિલાઓને બે જ વર્ષમાં બનાવી દેશે સધ્ધર; મળે છે વધુ વ્યાજ, ચેક કરો નિયમ

ખાતું ક્યાં ખોલવુંઃ 
આ પોસ્ટ ઓફિસ સ્કીમ છે. જે લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખાતું ખોલાવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ