બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Mahila Samman Saving Certificate This government scheme will make women viable within two years
ADVERTISEMENT
આપણા દેશમાં રોકાણ કરવા માટે ઘણી યોજનાઓ છે પરંતુ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. સાથે જ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર ઘણી યોજનાઓ લાવી રહી છે. આવી કેટલીક યોજનાઓ છે જે પહેલાથી જ અમલમાં છે. આજે અમે તેમાંથી એક યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તે છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર. આ એક એવી યોજના છે જે મહિલાઓને ઓછા સમયમાં અમીર બનાવશે. આ યોજના દ્વારા મહિલાઓ અને છોકરીઓમાં બચત અને રોકાણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર પોસ્ટ ઓફિસમાં વાર્ષિક 7.5%ના વ્યાજ દરે ઉપલબ્ધ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણ 2023-24માં મહિલાઓ અને છોકરીઓ માટે નવી નાની બચત યોજના, મહિલા સન્માન બચત પ્રમાણપત્રની જાહેરાત કરી હતી. આ યોજના એપ્રિલ 2023-માર્ચ 2025 સુધીના બે વર્ષ માટે ઉપલબ્ધ વન-ટાઇમ સ્કીમ છે. તે મહિલાઓ અથવા છોકરીઓના નામે એક નિશ્ચિત સમયે બે વર્ષ માટે વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ કરવા માટેની સુવિધા આપે છે.
મહિલા સન્માન બચત કાર્ડની વિશેષતાઓ
ADVERTISEMENT
સરકાર સમર્થિત યોજના
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના સરકાર દ્વારા સમર્થિત નાની બચત યોજના છે. તેથી, કોઈ ક્રેડિટ જોખમ નથી.
પાત્રતા
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર માત્ર યુવતી કે મહિલાના નામે જ બનાવી શકાય છે. મહિલા અથવા સગીર બાળકીના વાલી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના ખોલી શકે છે.
ADVERTISEMENT
મર્યાદા
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર હેઠળ લઘુત્તમ રૂ. 1,000 થી કરીને મહત્તમ જમા રકમ 2 લાખ રૂપિયા છે. એક મહિલા અથવા બાળકીના વાલી વર્તમાન ખાતું ખોલ્યાના ઓછામાં ઓછા ત્રણ મહિનાના અંતરાલ પછી બીજું મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતું ખોલાવી શકે છે.

ADVERTISEMENT
આંશિક ઉપાડની સુવિધા
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતાની પાકતી મુદત બે વર્ષ છે. એટલે કે પાકતી મુદતની રકમ ખાતું ખોલવાની તારીખથી બે વર્ષ પછી ખાતાધારકને ચૂકવવામાં આવશે. આ સાથે જ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હેઠળ આંશિક ઉપાડની સુવિધા આપવામાં આવે છે. ખાતાધારક ખાતું ખોલવાની તારીખથી એક વર્ષ પછી ખાતાના બેલેન્સના 40% સુધી ઉપાડી શકે છે.
કર લાભો
આ સ્કીમ હેઠળ મળતા વ્યાજમાંથી ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) કાપવામાં આવતો નથી. આવકવેરા કાયદાની કલમ 194A મુજબ, ટીડીએસ ત્યારે જ લાગુ થશે જો નાણાકીય વર્ષમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાંથી મળતું વ્યાજ રૂ. 40,000 અથવા રૂ. 50,000 (વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં) કરતાં વધારે હોય. આ યોજનામાં વ્યાજની રકમ બે વર્ષ માટે રૂ. 2 લાખના મહત્તમ રોકાણ પર રૂ. 40,000 થી વધુ ન હોવાથી, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હેઠળ મળતા વ્યાજ પર TDS કાપવામાં આવતો નથી.
ADVERTISEMENT
વ્યાજ દર
આ યોજનાનો નિશ્ચિત વ્યાજ દર વાર્ષિક 7.5% છે, જે મોટાભાગની બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને અન્ય લોકપ્રિય નાની બચત યોજનાઓ કરતા ઘણો વધારે છે. વ્યાજ ત્રિમાસિક રીતે જમા કરવામાં આવશે અને એકાઉન્ટ બંધ થવાના સમયે ચૂકવવામાં આવશે. એટલે કે જો તમે 2 વર્ષ માટે મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને મેચ્યોરિટી પર 2.32 લાખ રૂપિયા મળશે. તે FD ની જેમ જ કામ કરે છે.
વધુ વાંચો: આ 8 કેસમાં નથી મળતા ટર્મ પ્લાનના પૈસા: ઈન્સ્યોરન્સ પહેલા આ જાણકારી રાખવી જરૂરી
તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ પર જાઓ અને ખાતું ખોલવા માટે ફોર્મ સબમિટ કરો. આ સિવાય તમારે KYC દસ્તાવેજો એટલે કે આધાર અને પાન કાર્ડ આપવાના રહેશે. તમારે ચેકની સાથે પે-ઈન-સ્લિપ પણ આપવી પડશે. મહિલા સન્માન પ્રમાણપત્રો દેશની ઘણી બેંકોમાં પણ ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.