બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Freedom from Naxalism is necessary, with guns or pens: PM Modi's suggestive statement

મોટા સમાચાર / નક્સલવાદથી આઝાદી જરૂરી, બંદૂકવાળા હોય કે કલમવાળા: PM મોદીનું સૂચક નિવેદન

Megha

Last Updated: 03:37 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે દરેક લોકોએ એક સાથે મળીને તેનો સામનો કરવો પડશે અને સાથે મળીને જ તમામ પ્રકારના નક્સલવાદનો અંત લાવવો પડશે - પીએમ મોદી

  • પીએમ મોદીએ કલમવાળા કેટલાક લોકોને પણ નક્સલવાદી ગણાવ્યા હતા
  • તમામ પ્રકારના નક્સલવાદનો અંત લાવવો પડશે - પીએમ મોદી 
  • આપણે અમૃતકાળમાં છીએ અને 'પંચ પ્રાણ'ના સંકલ્પ પર ચાલવું પડશે - પીએમ મોદી 

હરિયાણાના સુરજકુંડમાં ચાલી રહેલા બે દિવસીય 'ચિંતન શિબિર'નો આજે છેલ્લો દિવસ છે અને આ દરમિયાન પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના તમામ રાજ્યોના ગૃહ સચિવ, ડીજીપી, સશસ્ત્ર સેના દળો અને અને કેન્દ્રીય સુરક્ષા દળોના અધિકારીઓ પાસે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વિનંતી કરી હતી. એ સમયે પીએમ મોદીએ કલમવાળા કેટલાક લોકોને પણ નક્સલવાદી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ બધા માટે કોઈ ઉકેલ શોધવો પડશે. સાથે જ એમને પોલીસ અધિકારીઓ પર પણ આ નિશાન સાધ્યું  હતું. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે આપણે અમૃતકાળમાં છીએ અને આ સમય દરમિયાન આપણે 'પંચ પ્રાણ'ના સંકલ્પ પર ચાલવું પડશે તો જ આપણે આપણા અમૃતકાળના સપનાને મજબૂત બનાવી શકીશું.

પીએમ મોદી એ એમ પણ કહ્યું હતું કે, 'આઝાદીનો અમૃતકાળ આપણી સામે છે અને આવનારા 25 વર્ષ દેશમાં એક અમૃત પેઢીના નિર્માણના છે. આ અમૃત પીઢી 'પંચ પ્રાણ'ના સંકલ્પોને ધારણ કરવા માટે નિર્મિત બનશે. પીએમ મોદીએ આ સાથે જ પંચ પ્રાણ વિશે જણાવ્યું હતું કે, 'વિકસિત ભારતનું નિર્માણ, ગુલામીના દરેક વિચારોમાંથી આઝાદી, વારસાનું ગૌરવ, એકતા અને નાગરિક ફરજનું પાલન કરવા જએવા પ્રાણોનું પાલન કરવું જોઈએ. 

નક્સલવાદ એક મોટી સમસ્યા 
પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે, 'જમીન સ્તરે આતંકવાદના નેટવર્કને ખતમ કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં દરેક સરકારે ખૂબ જ જવાબદારીપૂર્વક કામ કર્યું છે. તેનો સામનો આપણા દરેક લોકોએ એક સાથે મળીને કરવો પડશે. આપણે તમામ પ્રકારના નક્સલવાદનો અંત લાવવો પડશે. પછી તે નક્સલવાદ બંદૂકની અણી પર હોય કે પેનના લખાણથી. આ બધા માટે આપણે ઉકેલ શોધવો પડશે.

એકબીજાને પૂરો સહયોગ આપવો પડશે
પીએમ મોદીએ આંતરિક સુરક્ષા માટે તમામ રાજ્યોને સાથે મળીને કામ કરવા પર ભાર આપતા કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાનો સીધો સંબંધ વિકાસ સાથે છે અને એટલા માટે જ શાંતિ બનાવી રાખવી દરેકની જવાબદારી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી દરેક રાજ્યોના ગૃહ મંત્રીઓ માટે આયોજિત બે દિવસીય 'ચિંતન શિબિર'ને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા પીએમ મોદી બોલ્યા હતા કે 'દરેક રાજ્યએ એકબીજા પાસેથી શીખવું જોઈએ, પ્રેરણા લેવી જોઈએ અને આંતરિક સુરક્ષા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. સાથે મળીને કામ કરવું એ બંધારણીય આદેશ અને દેશ પ્રત્યેની જવાબદારી છે.  તમામ એજન્સીઓએ એકબીજાને સહકાર આપવો જોઈએ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બંધારણ મુજબ રાજ્યનો વિષય છે સાથે જ તે દેશની એકતા અને અખંડિતતા સાથે સમાન રીતે સંબંધિત છે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ