બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / સુરત / Four laborers who came down to clean the mill tank in Surat died due to suffocation

દૂર્ઘટના / સુરતમાં મિલની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોનું ગૂંગળામણના લીધે નિધન: ટેમ્પોમાં લઈ જવાયા મૃતદેહ

Dinesh

Last Updated: 08:48 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat news: સુરતમાં પલસાણા-કડોદરા રોડ પર આવેલી કિરણ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાં ટાંકી સાફ કરવા ઊતરેલા 4 શ્રમિકનાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યાં હતાં, તંત્રે ટેમ્પોમાં મૃતદેહ લાવતા લોકોમાં રોષ

  • સુરતમાં ચાર શ્રમિકોનું ગૂંગળામણથી મોત
  • કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં 4 શ્રમિકનાં ગૂંગળામણથી મોત
  • ટેમ્પોમાં મૃતદેહ લઈ જવાતા લોકોમાં રોષ


સુરતના પલાસણામાં નવા વર્ષના દિવસે મોટી દુર્ઘટના ઘટી છે. પલાસણા-કડોદરા રોડ પર બલેશ્વર ગામની સિમમાં કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં 4 શ્રમિકનાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યાં હતાં. પાપ્ત વિગતો મુજબ 20 ફૂટ ઉંડી ટાંકીની સાફ સફાઈ કરવા ઉતરેલા ચાર કામદારોનું ગુગળામણના કારણે મોત થયું હતું. 

ટેમ્પોમાં લઈ જવાયા મૃતદેહ
જે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તમામ કામદારોના મૃતદેહોને ટાંકીમાંથી બહાર કાઢ્યા હતા. તેમજ તમામ કામદારોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા આ મૃતદેહોને સબવાહિની કે એમ્બ્યુલેશમાં લાવવાના બદલે ટેમ્પોમાં લાવવામા આવ્યા હતાં. જો કે, આ પગલે લોકોમાં પણ તંત્ર પ્રત્યે ફિટકારી વ્યાપી છે. 

સફાઈ કરવા કામદારો ટાંકીમાં ઉતર્યા હતા
પાપ્ત માહિતી મુજબ આ કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં કપડાનું કલર કામ કરવામાં આવે છે. જેના માટે તેના કલરવાળા પાણીનું રિસાઈકલ કરવામાં આવતું હતું જેના માટે તે પાણી ટાંકીમાં ભરવામાં આવતું હતું. ટાંકીમાં કચરો વધુ જમા થઈ જતા શ્રમિકો આ ટાંકી સાફ કરવા માટે ટાંકીમાં ઉતર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ