બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Former UP Chief Minister Kalyan Singh dies at 89

નિધન / યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધન, લાંબી બીમારી બાદ લખનઉમાં લીધા અંતિમ શ્વાસ

Hiralal

Last Updated: 10:30 PM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ આ દુનિયામાં રહ્યાં નથી. તેમણે 89 વર્ષની વયે લખનઉની SGPGI હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

  • યુપીના પૂર્વ સીએમ અને ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણસિંહનું નિધન
  • 89 વર્ષની વયે લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
  • 21 જુને લખનઉની SGPGI હોસ્પિટલમાં દાખલ કરાયા હતા 

21 જૂનથી કલ્યાણ સિંહની સારવાર ચાલી રહી હતી 

કલ્યાણ સિંહને 21 જૂનના રોજ લખનૌની લોહિયા સંસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. 4 જુલાઈએ જ્યારે તેમની તબિયત સૌથી વધુ ખરાબ થઈ ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને મળવા આવ્યા હતા. થોડા સમય પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિત રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ પણ કલ્યાણ સિંહની સંભાળ લેવા માટે હોસ્પિટલમાં ગયા. તબિયતમાં સુધારો ન થતાં તે જ દિવસે તેમને પીજીઆઈમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

 

 

કલ્યાણ સિંહ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ પણ રહી ચૂક્યાં છે. તેમણે બે વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. જતેમને 26 ઓગસ્ટ 2014ના રોજ રાજસ્થાનના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેમને રાષ્ટ્રવાદી રાજનેતા તરીકે ઓળખવામાં આવતા હતા. 

તેઓ જૂન 1999માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ તેમણે નૈતિક જવાબદારી લેતા 6 ડિસેમ્બરે 1999માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. 

તેમની રાજકીય સફરની વાત કરીએ તો 1993માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અન્નૌલી અને કાસગંજના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું પરંતુ મુલાયમ સિંહ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટી - બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધન સરકાર બનાવી દીધી હતી. વિધાનસભામાં કલ્યાણ સિંહ વિપક્ષના નેતા બન્યા હતાં. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીએ કલ્યાણ સિંહનું અવસાન થતા દુખ વ્યક્ત કર્યું છે.કલ્યાણ સિંહ ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી હતા. તેમણે પ્રથમ વખત CM બન્યા બાદ મંત્રીમંડળ સીધા જ અયોધ્યમાં જઈ રામ મંદિર બનાવવાના શપથ લીધા હતા. 6 ડિસેમ્બર,1992ના રોજ અયોધ્યામાં બાબરી ઢાંચો તૂટ્યો તે સમયે કલ્યાણ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેમણે કારસેવકો પર ગોળીઓ નહીં ચલાવવા આદેશ આપ્યો હતો.

અલીગઢમાં જન્મ થયો હતો

કલ્યાણ સિંહનો જન્મ 6 જાન્યુઆરી 1932 ના રોજ ઉત્તરપ્રદેશના અલીગઢમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી તેજપાલ લોધી અને માતાનું નામ શ્રીમતી સીતા દેવી હતું. કલ્યાણ સિંહે બે વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને અત્રૌલી વિધાનસભાના સભ્ય, તેમજ ઉત્તર પ્રદેશમાં લોકસભા સાંસદ અને રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. કલ્યાણ સિંહ પહેલી વખત વર્ષ 1991 માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા અને બીજી વખત 1997 ના વર્ષમાં મુખ્યમંત્રી બન્યા. તેમને રાજ્યના અગ્રણી રાજકીય ચહેરાઓમાં ગણવામાં આવે છે કારણ કે બાબરી મસ્જિદની ઘટના તેમના પ્રથમ મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બની હતી.

કલ્યાણ સિંહની રાજકીય જીવન યાત્રા અંગે જાણો

- 5 જાન્યુઆપી 1932નાં રોજ અલીગઢના મઢૌલી ગામમાં જન્મ થયો

- કલ્યાણ સિંહનો જન્મ 5 જાન્યુઆરી 1932નાં રોજ ઉત્તર પ્રદેશના અલીગઢના અતરૌલી તહસીલના મઢૌલી ગામમાં થયો હતો. ભાજપના કદ્દાવર નેતાઓમાંથી એક કલ્યાણ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને રાજસ્થાનના રાજ્યપાલ પણ રહ્યાં.

- એક સમયે કલ્યાણ સિંહ રામ મંદિર આંદોલનના સૌથી મોટા ચહેરામાંથી એક હતા. તેમની ઓળખ હિંદુત્વવાદી અને પ્રખર વક્તા તરીકેની હતી.

યુપીમાં ભાજપના પહેલાં મુખ્યમંત્રી બન્યા

- કલ્યાણ સિંહ 2 વખત યુપીના મુખ્યમંત્રી પદે રહ્યાં. તેઓ ભાજપના યુપીમાં પહેલા મુખ્યમંત્રી હતા. પહેલો કાર્યકાળમાં 24 જૂન 1991થી 6 ડિસેમ્બર 1992 સુધીનો હતો અને બીજી વખત 21 સપ્ટેમ્બર 1997થી 12 નવેમ્બર 1999 સુધી મુખ્યમંત્રી પદે રહ્યાં.

- 30 ઓક્ટોબર, 1990નાં રોજ જ્યારે મુલાયમ સિંહ યાદવ યુપીના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ કારસેવકો પર ગોળી ચલાવવાના આદેશ આપ્યા હતા. પ્રશાસન કારસેવકોની સાથે કડક વલણ અપનાવતા હતા.

- એવા સમયે ભાજપે મુલાયમનો મુકાબલો કરવા માટે કલ્યાણ સિંહને આગળ કરવામાં આવ્યા. કલ્યાણ સિંહ ભાજપમાં અટલ બિહારી વાજપેયી પછી બીજા એવા નેતા હતા, જેમના ભાષણને સાંભળવા માટે જનતા સૌથી વધુ ઉત્સુક રહેતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ