બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Former Team India cricketer Yuvraj Singh's wife Hazel Keech has given birth to a daughter

લક્ષ્મીજી અવતર્યા / ક્રિકેટર યુવરાજસિંહના ઘરે દીકરીનો જન્મ, નામ રાખ્યું aura, જાણો તેનો મતલબ

Pravin Joshi

Last Updated: 09:50 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે દીકરીને જન્મ આપ્યો છે. યુવરાજ સિંહ 2 વર્ષમાં બીજી વખત પિતા બન્યો છે.

  • ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે દીકરીનો જન્મ થયો
  • પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ બીજી વખત પિતા બન્યા 
  • આ દંપતિએ દીકરીનું નામ ઓરા રાખ્યું છે

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ બીજી વખત પિતા બન્યા છે. તેની પત્ની હેઝલ કીચે પુત્રીને જન્મ આપ્યો છે. દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેના ચાહકોને આ માહિતી આપી છે. યુવરાજે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમના ઘરે એક બાળકીનો જન્મ થયો છે અને પિતા બની ગયો છે. આ દંપતિએ દીકરીનું નામ ઓરા રાખ્યું છે. 

ઓરાનો અર્થ 

ઓરા નામનો અર્થ થાય છે કે તે વ્યક્તિ કે જેમાં આવા વિશિષ્ટ ગુણો હોય જે તેના અલગ થવાની અનુભૂતિ કરાવે. તેનો વધુ એક અર્થ પ્રભામંડળ પણ થાય છે.

યુવરાજ સિંહ બીજી વખત પિતા બન્યો છે

યુવરાજ સિંહે તેની પત્ની હેઝલ કીચ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોમાં બંને પોતાના બાળકો સાથે જોવા મળી રહ્યા છે. પહેલા યુવરાજ સિંહ જાન્યુઆરી 2022માં એક પુત્રનો પિતા બન્યો હતો.

યુવરાજસિંહના ફ્લેટની કિંમત જાણીને તમે ચોંકી જશો, વિરાટનો પડોશી બનવા ખર્ચ્યા  આટલા રૂપિયા | yuvraj singh bought a flat

2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

યુવરાજ સિંહે 10 જૂન 2019ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. યુવરાજ સિંહ ભારતની બે વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ હતો અને બંને ટુર્નામેન્ટમાં તેના પ્રદર્શનથી તેણે ખાસ છાપ ઉભી કરી હતી. યુવરાજે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી-20 રમી છે. યુવીના 40 ટેસ્ટની 62 ઇનિંગ્સમાં કુલ 1900 રન છે, વનડે કરિયરની વાત કરીએ તો યુવરાજે 278 ઇનિંગ્સમાં કુલ 8701 રન બનાવ્યા છે. જ્યારે 58 T20I માં 1177 રન બનાવ્યા. તેણે ટેસ્ટમાં કુલ 9 વિકેટ, વનડેમાં 111 અને T20માં 28 વિકેટ લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ