બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

VTV / ગુજરાત / રાજકોટ / Former syndicate member of Saurashtra University Kaladhar Arya suspended for breach of discipline

વિવાદ / કલાધર આર્ય સસ્પેન્ડ: સૌરાષ્ટ્ર યુનિ.નું રાજકારણ હવે ચરમસીમાએ, યુનિવર્સિટી બની આંતરિક દાવ પૂરા કરવાનું મેદાન

Malay

Last Updated: 09:32 AM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રાજકારણ ફરી ગરમાયું છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. કલાધર આર્યને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો કેમ્પસમાં તેમના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

  • પૂર્વ સિન્ડિકેટ સભ્ય કલાધર આર્ય શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ
  • કલાધાર આર્યનો યુનિવર્સિટીમાં પ્રવેશ નિષેધ
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતરિક દાવ પૂરા કરવાનું મેદાન બન્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ કલાધાર આર્યના યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે,  કલાઘર આર્ય દ્વારા યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણી  અને રજિસ્ટ્રાર અમિત પારેખને રૂ.1 કરોડના બદનક્ષીના દાવાની નોટિસ ફટકારવામાં આવી છે.  જેના પગલે આ પ્રકરણ વધુ એકવાર કાનૂની એરણે ચડ્યું છે. 

વિવાદનો પર્યાય બની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હવે આ મુદ્દો બરોબરનો ચર્ચાતા  મચ્યો હડકંપ | Saurashtra University is once again embroiled in controversy

કલાધર આર્ય સસ્પેન્ડ
રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હમેશા કોઈનો કોઈ વિવાદ ચાલતો જ હોય છે. ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વિવાદમાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર કલાધર આર્યને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલાધાર આર્યનો યુનિવર્સિટીમાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. 23મી ફેબ્રુઆરીથી કેમ્પસમાં કુલપતિની મંજૂરી વિના પ્રવેશ પર પાબંધી લગાવવામાં આવી છે. 

પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. કલાધર આર્ય

ઈન્ચાર્જ કુલપતિ અને રજિસ્ટ્રાર સામે કર્યો બદનક્ષીનો દાવો
તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. કલાધર આર્યએ ઈન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણી  અને રજિસ્ટ્રાર અમિત પારેખને બદનક્ષીની નોટિસ ફટકારી છે. બંનેને 1-1 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે.  ઈન્ચાર્જ કુલપતિ અને રજિસ્ટારે ખોટા દસ્તાવેજોનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરીને બદનામી કરી હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આર્યની નિમણૂકને ઠેરવી હતી ગેરકાયદે 
આપને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભિમાણીએ ગત જાન્યુઆરી મહિનામાં કલાધર આર્યને બોર્ડના સભ્યપદ, એકેડમિક કાઉન્સિલના સભ્ય અને સિન્ડિકેટ સભ્ય પદેથી હટાવી દીધા હતા. ગિરીશ ભિમાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યની નિમણૂકને ગેરકાયદે ઠેરવી હતી. કાલાઘર આર્ય તબલા અને પરફોર્મિંગ આર્ટ્સના સદસ્ય હતા. 

Various Examinations Will Start In Saurashtra University From July 8, 65  Thousand Students Will Appear In Exam | Saurashtra University Examinations:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8 જુલાઈથી શરુ થશે પરીક્ષાઓ ...

હું આ મામલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ રજૂઆત કરીશઃ આર્ય
આ મામલે કલાધર આર્યે જણાવ્યું હતું કે, 'નિયમ વિરુદ્ધ જઈ સભ્ય પદેથી મને હટાવવાનો આદેશ કર્યો છે. હું આ મામલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ રજૂઆત કરીશ. યુનિવર્સિટીમાં જે ખોટાં કામ કર્યા તેની સામે અવાજ ઉઠાવ્યો, મેં કર્મચારીઓની ભરતી સહિતનો મુદ્દો ઉઠાવ્યો હતો એટલે કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી છે.' 

અગાઉ હાર્દિક ગોહિલે પણ કરી હતી ફરિયાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી હાર્દિક ગોહિલે ડૉ. આર્યની નિમણૂકને ગેરકાયદે હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.નીતિન પેથાણીએ આ નિમણૂકને યુનિવર્સિટીના અધિનિયમ પ્રમાણે કરી હોવાની સ્પષ્ટતા કરી હતી. જે બાદ તાજેતરમાં નંદાભાઈ કડમૂલે દ્વારા આ મામલે ગત 28મી ડિસેમ્બરે ઈનચાર્જ કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે પોતાની રજૂઆતમાં કહ્યું હતું કે, પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી બોર્ડના સભ્ય તરીકે ડૉ. આર્યની નિમણૂક યુનિવર્સિટીના એક્ટ વિરુદ્ધ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ