બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Former Justice Becomes Governor: Ram Mandir Case Judgment

નિમણુક / પૂર્વ જસ્ટિસ બન્યા રાજ્યપાલ: રામ મંદિર કેસમાં આપ્યો હતો ચુકાદો, જાણો કયા રાજ્યમાં મળી જવાબદારી

Kishor

Last Updated: 12:52 PM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાયના રામ મંદિર કેસનો જે જસ્ટિસે ચુકાદો આપ્યો હતો તે જજને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. પૂર્વ જસ્ટિસ અબ્દુલ નઝીરને આંધ્રપ્રદેશ રાજ્યના રાજ્યપાલ બનવવામાં આવ્યા છે.

  • પૂર્વ જસ્ટિસ અબ્દુલ નઝીર બન્યા રાજપાલ
  • આંધ્રપ્રદેશ રાજ્યના રાજ્યપાલ બનાવાયા
  • રામ મંદિર કેસનો આપ્યો હતો મહત્વનો ચુકાદો 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પૂર્વ જસ્ટિસ અબ્દુલ નઝીર ને રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. મહત્વનું છે કે પૂર્વ જસ્ટિસ અબ્દુલ નઝીરએ અયોધ્યાના રામ મંદિર મામલે મહત્વનો ચુકાદો આપ્યો હતો. હાલ તો તેમને આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ રાષ્ટ્રપતિએ કરી છે.

અબ્દુલ નઝીરને રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા

અયોધ્યા રામ મંદિરને લઈને મહત્વનો ચૂકાદો આપનારા પૂર્વ જસ્ટિસ અબ્દુલ નાઝીરને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા પહેલા ઘણી ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ જસ્ટિસ આ વર્ષના તા. 4  જાન્યુઆરીના રોજ નિવૃત થયા હતા. તે સમયે પણ CJI DY ચંદ્રચુડે પૂર્વ જસ્ટિસના સાદગીના પણ વખાણ કરી ચુક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2019 સુધી તો પૂર્વ જસ્ટિસ પાસે પાસપોર્ટ પણ ન હતો.મહત્વનું છે કે ભાજપના નેતાઓ અને પૂર્વ જજ અબ્દુલ નઝીર સહિત 6 નવા ચહેરાઓને રાજ્યપાલ બનાવાયા છે. પૂર્વ ન્યાયાધીશ નઝીર સુપ્રીમ કોર્ટની બેંચના સભ્ય હતા. વધુમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આરકે માથુરના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.


12 મેં 2003ના રોજ એડિશનલ જજ તરીકે નિમણુક થઈ હતી
પૂર્વ જસ્ટિસ નઝીરજીનો જન્મ 5 જાન્યુઆરી 1958ના રોજ થયો હતો. તેઓ 18 ફેબ્રુઆરી 1983ના રોજ વકીલાત તરીકે દાખલ થયા હતા. તેમણે કર્ણાટક હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ તેમની હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે 12 મેં 2003ના રોજ નિમણુક કરવામાં આવી હતી.પૂર્વ જજ અબ્દુલ નઝીર ઉપરાંત ભાજપના ચાર નેતાઓ સહિત કુલ 6 નવા ચહેરાઓને રાજ્યપાલ બનાવાય છે. મહત્વનું છે કે અયોધ્યા રામ મંદિર કેસમાં ચુકાદો આપનારી સુપ્રીમ કોર્ટની બેચના  પૂર્વ ન્યાયાધીશ નઝીર સભ્ય પણ રહી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ