બ્રેકિંગ ન્યુઝ
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો
અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે
મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો
ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ
રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ
Dinesh
Last Updated: 08:09 PM, 12 February 2023
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં થોડા દિવસ અગાઉ લગ્નન પ્રસંગે આવ્યા હોઈ તેઓએ બનાસકાંઠાના લાખણી સર્કીટ હાઉસ ગયા હતાં. જ્યાં પૂર્વ મંત્રી સર્કીટ હાઉસ ખાતે પહોંચતા ચોકીદાર દ્વારા તેઓને પાણી આપ્યું હતું. ત્યારે પાણીનો બગાડ ન થાય તે માટે ચોકીદાર દ્વારા પૂર્વ મંત્રીને અડધો ગ્લાસ જ પાણી આપ્યું હતું. પૂર્વ મંત્રીએ ચોકીદારને અભિનંદન પણ આપ્યા હતા. જે સમગ્ર મામલે પૂર્વ મંત્રીને સોશિયલ મીડિયા પર લોકોએ આડે હાથે લીધા હતા. જે સમગ્ર બાબતે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાણીનું મુલ્ય સમજાવ્યું.
ટ્રોલરોને કડક જવાબ આપતા પાણીનો મહત્વ સમજાવ્યો
પાણીની ટ્વીટ પર ટ્રોલ થયા બાદ ચુડાસમાએ ટ્વીટનો ખરો હાર્દ સમજાવ્યો છે, પાણીની ગંભીર સમસ્યા મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્વીટ કર્યું હતું. જેમાં અડધો ગ્લાસ ચોકીદારે આપ્યો તે ટ્વીટથી ચર્ચા થઇ હતી. જે મુદ્દે ચુડાસમાએ ટ્રોલરોને કડક જવાબ આપતા પાણીનો મહત્વ સમજાવ્યુ છે. ચુડાસમાએ તેમની પોસ્ટમાં ભુતકાળની પાણીની ગંભીર સ્થિતિ પણ સમજાવી છે. ગુજરાતમાં પાણી મુદ્દે પૂર્વ મંત્રીએ મહત્વની કામગીરી કરી છે. તેમજ તેઓ નર્મદા નિગમના ચેરમેન પણ રહી ચુક્યા છે. ચુડાસમાએ તેમની પોસ્ટમાં ભુતકાળની પાણીની ગંભીર સ્થિતિ પણ સમજાવી છે.
યુઝર્સે કોમેન્ટો કરી હતી
સોશિયલ મીડિયામાં લોકોએ કરેલ કોમેન્ટનાં થોડાક અંશ પર નજર કરીએ ત્યારે યુઝર્સે પૂર્વ મંત્રીની મઝા લઈ રહ્યા હોય તેમ એક યુઝર્સે તો લખ્યું કે મેં નહેરૂ બ્રિજ પતંગ હોટલ પાસે એક છોકરીને ટોપરૂ આપ્યું એ લઈને જતી રહી.... પૂર્વ મંત્રી પણ તેમના શુભ ચિંતકોની આ કોમેન્ટો જોઈને હાસ્ય અનુભવતા હશે...... ઘણા યુઝર્સે પૂર્વ મંત્રીને તેઓનાં મનની વાત ટ્વિટર પર લખી હતી.
શું કરી હતી કોમેન્ટો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ