બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'Forget my daughter, I will burn her alive

અમદાવાદ / 'મારી દીકરીને ભૂલી જજે, જીવતો સળગાવી દઈશ', પ્રેમિકાની સગાઈ બીજે થતાં આક્ષેપો કરતો વીડિયો બનાવી યુવકે આપઘાત કર્યો

Vishal Khamar

Last Updated: 11:41 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજમાં વર્ષોથી પસંદગીના પાત્રો સાથે પ્રેમલગ્ન કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જોકે ઘણી વાર આવા સંબંધોમાં યુવક-યુવતીને માતા-પિતાનો સહકાર ન મળતાં તેના કરુણ અંજામ આવતા હોય છે.

  • પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ
  • યુવતીના પરિવારજનોનાં ત્રાસથી યુવકે કર્યો આપઘાત
  • યુવકનાં ફોન તપાસતા મળી આવ્યો વીડિયો
  • વીડિયોમાં યુવતિનાં પરિવારજનો પર કર્યા છે આક્ષેપો

શહેરના વાડજ વિસ્તારમાં આવી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક યુવકને યુવતી સાથે પ્રેમ કરવો ભારે પડી ગયો છે. યુવતીના પરિવારે એ હદે ત્રાસ આપ્યો કે યુવકે વીડિયો બનાવીને કેનાલમાં કૂદીને આપઘાત કરી   લીધો હતો.
વાડજમાં રહેતા મહેશ વાઘેલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. મહેશભાઈનો નાનો ભાઈ પ્રકાશ છે, જેણે તારીખ ર૪ માર્ચ, ર૦ર૩ના રોજ અડાલજ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હતો. મહેશભાઈની ચાલીમાં ભીખાભાઇ પરમાર રહે છે અને તેમને મહેશભાઈ સારી રીતે ઓળખે છે. ભીખાભાઇની દીકરી સાથે પ્રકાશને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. પ્રકાશ અને આ યુવતી બંને ફોન પર વાતો કરતા હતા અને આજથી બે વર્ષ પહેલાં પ્રેમસંબંધની જાણ યુવતીના પરિવારને થઇ ગઈ હતી, જેથી યુવતીના પરિવારના સભ્યો મહેશભાઈના ઘરે આવીને ઝઘડો કરતા હતા.
આથી પ્રકાશ અને યુવતીએ થોડા દિવસ સુધી વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ તેઓ ફરીથી ચોરીછૂપીથી ફોન પર વાત કરતા હતા, જેથી મહેશભાઈના સગાંસંબંધીઓ યુવતીના ઘરે ગયા હતા ત્યારે મહેશભાઈના પરિવારે કહ્યું હતું કે પ્રકાશ અને યુવતી વાતચીત કરે છે. તેઓ ભાગી જશે તો આપણા બંને ઘરની આબરૂ જશે તેના કરતાં સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરાવી દઈએ તેવી વાત કરી હતી, જોકે યુવતીની માતા અને તેના પરિવારના સભ્યોએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. યુવતીના પરિવારે કહ્યું હતું કે મારી છોકરીના બીજા સમાજમાં લગ્ન કરાવીશ પણ પ્રકાશ સાથે તો ક્યારે નહીં કરાવવું.
ત્યાર બાદ ત્રણ દિવસ પછી પ્રકાશ અને તેનો ભાઈ નાકા પાસે ઊભા હતા ત્યારે યુવતીના પરિવારમાંથી મનસુખ નામના શખ્સે આવીને કહ્યું હતું કે ટેકરો છોડીને જતો રહેજે, નહિતર તારા હાથ-પગ ભાંગી નાખીશ, જેથી પ્રકાશ એકદમ ડરી ગયો હતો. ત્યાર બાદ પ્રકાશ ગુમસુમ રહેતો હતો.
આ દરમિયાન યુવતીની સગાઈ બીજે નક્કી કરી દીધી હતી, જેથી પ્રકાશ વધુ ટેન્શનમાં આવી ગયો હતો. પ્રકાશે ઘરના સભ્યો સાથે પણ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. આથી પ્રકાશને તેની માતાએ સમજાવ્યો હતો ત્યારે પ્રકાશ તેની માતા સામે રડીને કહેવા લાગ્યો કે યુવતીની મમ્મી હું જ્યારે પણ ઘરની બહાર જાઉં છું ત્યારે તું મારી દીકરીને ભૂલી જજે, નહીં તો રહેવું ભારે પડી જશે, જીવતો સળગાવી દઈશ તેવી ધમકી આપે છે.
ત્યાર બાદ પ્રકાશને મનમાં લાગી આવતાં તેણે થોડા દિવસ પહેલાં અડાલજ પાસે કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ વાતની જાણ પરિવારને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. કેનાલ પાસેથી પણ ફોન મળ્યો હતો. મહેશભાઈએ આ ફોન ઘરે જઈને ચાર્જિંગ કર્યો હતો.
પ્રેમ પ્રકરણથી નારાજ યુવતીના પરિવારે યુવકનું જીવવું હરામ કરી દીધું 
મહેશભાઈ જ્યારે પ્રકાશનો ફોન ચેક કરતાં એક વીડિયો મળ્યો હતો. આ વીડિયોમાં પ્રકાશ કહે છે કે હું એક યુવતીને પ્રેમ કરતો હતો   અને તેની સાથે પ્રેમ નહીં કરવા માટે યુવતીના પરિવાર દ્વારા મને હેરાનગતિ કરવામાં આવતી હતી. પ્રકાશે યુવતીની મમ્મી સહિતના લોકોના નામ કહ્યાં હતાં. મારા આપઘાત પાછળ આ લોકો જવાબદાર છે. આથી મહેશભાઈએ આ વીડિયો આધારે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Allegations Video Wadaj Young Woman love affair suicide of young man young man આક્ષેપો પ્રેમપ્રકરણ યુવક યુવકનો આપઘાત યુવતિ વાડજ વીડિયો ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ