બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / food grain scam from government godowns Kunvarji Bavlia held a meeting

ગંભીર નોંધ / સરકારી ગોડાઉનમાંથી અનાજ સગેવગે કર્યું તો ગયા સમજો, ઉચ્ચ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયાએ પાસ કર્યો ઓર્ડર

Kishor

Last Updated: 11:05 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનાજ કૌભાંડની ઘટનાઓમાં મોટેપાયે ઉછાળો આવ્યો છે. જેને રોકવા અન્ન નાગરિક પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ તાકીદની બેઠક બોલાવી જવાબદારો સામે પગલા લેવા સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

  • સરકારી ગોડાઉનમાંથી થતા અનાજ કૌભાંડને પગલે બેઠક
  • અન્ન નાગરિક પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ યોજી બેઠક
  • જિલ્લા પુરવઠા અધિકારીઓને જવાબદારો સામે પગલા લેવા અપાઈ સૂચના 

રાજ્યમાં સરકારી ગોડાઉનમાંથી અનાજ સગેવગે થવાના કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સરકારનો પુરવઠા વિભાગ પણ સતર્ક બન્યો છે. જેને લઈને આજે રાજ્યના અન્ન નાગરિક પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ તાકીદે બેઠક યોજી હતી. ગેરરીતિને લઈને મંત્રી બાવળિયાએ જિલ્લા પુરવઠા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં આ બાબતને ગંભીર ગણાવી અધિકારીઓ સાથે બેઠક કરી કડક સૂચનાઓ અપાઈ હતી. તો જિલ્લા પુરવઠા અધિકારીઓને જવાબદારો સામે પગલા લેવા પણ તાકીદ કરવામાં આવી હતી.

પૂરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી કેમેરા લગાવવાનું કાર્ય પ્રગતિમાં

ઉલ્લેખનિય છે કે અન્ન નાગરિક પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓ સાથે બેઠક કરી અનાજમાં થતી ગેરરીતિ રોકવા 100 કરોડના ખર્ચે તમામ પુરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી કેમેરા લગાવવાનું કાર્ય પ્રગતિમાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે ટૂંક સમયમાં પૂર્ણ થશે જેનું સીધુ મોનિટરીંગ ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે. ગાંધીનગર પુરવઠા કચેરીમાં સૌથી મોટી સ્ક્રીન મુકાઈ હોવાનું ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ મોનીટરીંગ કરશે. તે અંગે વિગતો આપી હતી.

પોરબંદરના રાણાવાવમાં અનાજ કૌભાંડ

ઉલ્લેખનીય છે કે પોરબંદરના રાણાવાવમાંથી અનાજનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં રાણાવાવના સસ્તા અનાજના ગોડાઉનમાંથી અનાજના મસમોટા જથ્થાની ઘટ સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન રાણાવાવ સરકારી ગોડાઉન ખાતેથી ઘઉં, ચોખા અને ખાંડના મોટા જથ્થાનો હિસાબ મળતો ન હતો. એટલું જ નહીં ઓડિટ દરમિયાન ગોડાઉનમાંથી ઘઉંના 7000 કટ્ટા, ચોખા અને ખાંડના 22 કટ્ટાનો હિસાબ ન મળતા અંદાજે 1 કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે.


થોડા દિવસો અગાઉ વડોદરામાંથી બહાર આવ્યું હતું અનાજ કૌભાંડ

બીજી બાજુ તાજેતરમાં વડોદરામાંથી અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું જે સમગ્ર કૌભાંડ આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે બહાર આવ્યું હતું. એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવાયાની આશંકા સામે આવી હતી. આથી થમ્બ ડિવાઈસ અને લેપટોપના અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હોવાની આશંકા સેવાઈ હતી. કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્ય સરકારે સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ